કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર ખાતે ૮૦ વર્ષના વડિલોનું સન્માન

- કમલ રાવ Tuesday 01st May 2018 12:42 EDT
 

ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના સહયોગથી કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર દ્વારા રવિવાર તા. ૧૩-૫-૧૮ના રોજ બપોરે ૨થી ૪ દરમિયાન સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતે કાર્ડીફ અને આજુબાજુના નગરોમાં રહેતા ૮૦ વર્ષ અને તેથી વધુ વયના વડિલોનું સન્માન કરવામાં આવનાર છે.

વિવિધ શહેરો-નગરોના સ્થાનિક સંસ્થાઅોના અપ્રતિમ સહકારથી હેરો, ક્રોયડન, લેસ્ટર, પ્રેસ્ટન, ઇલફર્ડ અને માંચેસ્ટર પછી હવે કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર ખાતે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના સહયોગથી સર્વે વડિલોનું સુંદર શબ્દોમાં આલેખિત સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવશે. આપના ઘરમાં, મિત્રવર્તુળમાં કે સગા સ્નેહીજનોમાં કોઇ વડિલ ૮૦ વર્ષ કરતા વધુ વય ધરાવતા હોય તો તેમનું નામ, સરનામુ, જન્મ તારીખ કે ઉંમર, મૂળ વતન, ટૂંકો બાયોડેટા, તાજેતરના ફોટો સહિતની માહિતી અમને મોકલવા નમ્ર વિનંતી છે. આપની માહિતી તા. ૮મી મે પહેલા મોકલવા વિનંતી છે.

આપણા સમાજમાં વડિલો પરત્વે આદર ભાવ જળવાઇ રહે અને અને નાના બાળકો, યુવાન-યુવતીઓને સારા સંસ્કાર મળે, તેમજ તેમનો વડીલો તરફનો પૂજ્ય ભાવ વધે તે આશયે આવા વડિલ સન્માનના કાર્યક્રમોનું આયોજન થાય તે ખૂબ જ જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ શહેરો-નગરોના સ્થાનિક સંસ્થાઅોના અપ્રતિમ સહકારથી ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા અત્યાર સુધીમાં કુલ મળી લગભગ ૫૦૦ જેટલા ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોનું સન્માન કરવા બદલ સદ્ભાગી બન્યા છીએ.

વધુ માહિતી માટે સંપર્ક: વિનોદભાઇ પટેલ 07747 804 422 – Email:  [email protected], વિમળાબેન પટેલ 07979 155 320 – Email:  [email protected], સુધાબેન ભટ્ટ 02920 498 494 – Email: [email protected] અથવા કમલ રાવ 020 7749 4001 / 07875 229 211 Email: [email protected].


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter