કુમકુમ મંદિરે વચનામૃત ગ્રંથની 204મી જયંતીની ઉજવણી

Thursday 21st December 2023 08:13 EST
 
 

અમદાવાદ: સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર - મણિનગર ખાતે શનિવારે પૂર્ણ પુરષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીના ગ્રંથ વચનામૃતની 204મી જયંતીની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વચનામૃત ગ્રંથનું સંતો દ્વારા પૂજન-અર્ચન કરાયું હતું. કુમકુમ મંદિરના પ્રેમવત્સલદાસજી સ્વામીએ વચનામૃત ગ્રંથ અંગે જણાવ્યું હતું કે, માગશર સુદ-ચોથના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી જે વાણી વહી તેનો ગ્રંથ એટલે વચનામૃત. તમામ સત્સંગીઓ આ વચનામૃત વાંચે, વિચારે અને પોતાનું જીવન વધુ ઉન્નત બનાવે તે હેતુથી કુમકુમ મંદિર દ્વારા આજના યુગની ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીના મુખે બોલાયેલ ઓડિયોને સ્વામિનારાયણ મંદિર - કુમકુમ યુટ્યુબ ઉપર અપલોડ કરાયો છે, જેથી દેશ વિદેશના ભક્તો લાભ લઈ શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter