કેમેરામાં તસવીર લેવા અંગે ફોટોગ્રાફી વિષયક સમજ આપતો વર્કશોપ યોજાશે

Wednesday 08th November 2017 08:41 EST
 
 

ભારતના ઇન્ડો-સેરસેનિક સ્થાપત્ય વિષે જાણીતા ફોટોગ્રાફર રાહુલ ગજ્જરે ત્રણ દાયકા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પાવાગઢ-ચાંપાનેર (ગુજરાત) ખાતે ફોટોગ્રાફીક ડોક્યુમેન્ટેશનમાં ગાળ્યા છે. તેમણે અલગ અલગ મોસમ અને સમયે સમયે બદલાતા પ્રાકૃતિક મિજાજને ઝીલતી ૫૫,૦૦૦ તસવીરોનો સંગ્રહ કર્યો છે. ગયા સપ્તાહે નહેરુ સેન્ટર ખાતે તેમનું  આ ફોટોગ્રાફીક પ્રદર્શન  યોજાયું હતું. વડોદરાની ફેકલ્ટી ઓફ આર્ટસમાં ૧૯૮૩માં ગ્રેજયુએટ થયેલા રાહુલ ગજ્જર એડવર્ટાઇઝીંગ ફોટોગ્રાફર છે. રાહુલ (સચાણીયા) ગજ્જરની કુશળ દ્રષ્ટિથી કેમેરામાં ઝીલાયેલી તસવીરો જોઇ 'ગુજરાત સમાચાર' ના તંત્રી સી.બી.પટેલના આગ્રહથી રાહુલ ગજ્જરની ફોટોગ્રાફીક વિષયક સમજ આપતા વર્કશોપનું આયોજન કરાયું છે. કેમેરામાં તસવીરો કઇ રીતે લઇ શકાય એની જાણકારી મેળવવા આ વર્કશોપનો અચૂક લાભ લેશો. પ્રવેશ વિના મૂલ્યે છે. સમય: તા.૧૧ નવેમ્બર બપોરે ૩ થી ૬, સ્થળ: સંગત એડવાઈસ સેન્ટર, Sancroft Road, Harrow, HA3 7NS. વધુ વિગત માટે વિનુભાઇ સચાણીયાનો સંપર્ક 07811 963109 કરવો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter