ગુજરાતી કોમ્યુનિટી છત્રસંસ્થા NCGO-UKના પદાધિકારીઓની નિમણૂક

Wednesday 09th September 2020 07:33 EDT
 
 

યુકેમાં ગુજરાતી કોમ્યુનિટીના સંગઠનો- સંસ્થાઓને સમર્થન આપતી છત્રસંસ્થા નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO-UK)ની સ્થાપના ૧૯૮૫માં કરાઇ છે. યુકેમાં ગુજરાતીભાષી લોકોને અસરકર્તા મુદ્દાઓ વિશે માહિતગાર કરવા, સલાહ આપવા, સાંકળવા અને પ્રતિનિધિત્વ કરવા તેમજ તેમના સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ભાષાકીય અને ધાર્મિક પ્રગતિ માટે કામ કરવા અને કોમ્યુનિટીઓમાં જાગરુકતા વધારવા અને તેમની જરૂરતોના સંદર્ભે વૈધાનિક અને વોલન્ટરી સંસ્થાઓ સમક્ષ નેશનલ ફોરમ તરીકે કામગીરી બજાવવાના કર્તવ્ય અને મિશન ધરાવતી NCGO-UK દ્વારા પદાધિકારીઓની નિયુક્તિ જાહેર થઈ છે.
વિમલજી ઓડેદરા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે. હાલ તેઓ ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ છે અને ગત ૩૦ વર્ષથી વિવિધ ભૂમિકામાં કોમ્યુનિટી સેવા કરી રહ્યા છે.
સેક્રેટરી જનરલ તરીકે જોડાયેલા પ્રવિણ જી. પટેલ સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી- યુકેના પૂર્વ ચેરમેન છે અને સમુદાય સેવામાં સક્રિય છે.
જિતુભાઈ પટેલ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યભાર સંભાળશે. તેઓ ૨૮ વર્ષથી NCGO-UK સાથે સંકળાયેલા છે અને વિવિધ કામગીરી સંભાળી છે.
દીપક પટેલ ટ્રેઝરર તરીકે નિયુક્ત થયા છે જ્યારે કૃષ્ણા પુજારા પબ્લિક રિલેશન્સ ઓફિસર (પીઆરઓ) તરીકે કાર્યભાર સંભાળશે. સંસ્થાની એક્ઝિક્યુટિવ કમિટીમાં અનિતા રુપારેલિયા, ચંદ્રકાન્ત મહેતા, જી.પી. દેસાઈ, ગાર્ગી પટેલ, પ્રવીણ અમીન, સુમંતરાય દેસાઈનો સમાવેશ થયો છે.
સી.બી. પટેલ પેટ્રન કાઉન્સિલનું વડપણ સંભાળશે જ્યારે, કાન્તિ નાગડા (MBE) અને ડો. ભીમભાઈ ઓડેદરાની એડવાઈઝરી કમિટીમાં નિમણૂક કરાઈ છે.
પ્રમુખપદે નિયુક્તિ અંગે વિમલજી ઓડેદરાએ જણાવ્યું હતું કે, ‘NCGO-UKના પ્રેસિડેન્ટની ભૂમિકામાં મારી નિમણૂક લોકોના દૈનિક જીવનને યોગ્ય ન્યાય મળે તેની ખાતરી સાથેની જાહેર સેવાની કારકિર્દીનું પરિણામ છે. NCGO-UKની સેવામાં તેની પણ પ્રગતિ થતી રહેશે. હું NCGO-UKની તમામને આધુનિક અને ઉચ્ચ સ્તરની સેવા પૂરી પાડવા કટિબદ્ધ એક્ઝિક્યુટિવ કમિટી સાથે કામ કરવા આતુર છું. તમામ સમુદાયોના શ્રેષ્ઠ હિતમાં આપણે સાથે મળીને કામ કરી શકીએ તેની ચોકસાઈ માટે તમામ ગુજરાતી સંસ્થાઓ સાથે અસરકારક અને રચનાત્મક સંબંધો જાળવીએ તે પણ મહત્ત્વનું છે.’
ગુજરાતી સંગઠનોના તમામ પ્રતિનિધિઓને NCGO-UKના સભ્ય તરીકે જોડાવા અને તમારી કોમ્યુનિટીનું NCGOમાં યોગ્ય પ્રતિનિધિત્વ કરી શકાય તે માટે [email protected]ને ઈમેઈલ પાઠવવા વિનંતી છે.
NCGO-UKને સંસ્થાના ધ્યેય અને મિશનને આગળ વધારવા સંસ્થાનો હિસ્સો બની રહેવા તત્પર વોલન્ટીઅર પ્રતિનિધિઓની પણ જરૂર છે. વધુ માહિતી માટે NCGO-UKને ઈમેઈલ કરશો.
યુકેમાં ગુજરાતી કોમ્યુનિટીઓની જરૂરતો વિશે ચર્ચા કરવા ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના શુક્રવારે બપોરે ૪.૦૦ કલાકે ઓનલાઈન ગુજરાતી કોન્ફરન્સનું આયોજન કરાયું છે. પ્રસિદ્ધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભારતના કેન્દ્રીય પ્રધાન (એગ્રિકલ્ચર અને એનિમલ વેલ્ફેર) શ્રી પરસોત્તમ રુપાલા ચીફ ગેસ્ટનું સ્થાન શોભાવશે.

ઓનલાઇન ગુજરાતી કોન્ફરન્સમાં Zoom મારફત જોડાઈ શકાશે.

Meeting ID: 892 3046 4929 .....
Password: NCGO
વધુ માહિતી માટે સંપર્ક: સેક્રેટરી જનરલ પ્રવિણ જી. પટેલ (મોબાઇલઃ 07960 376229)
અથવા પબ્લિક રિલેશન્સ ઓફિસર કૃષ્ણા પુજારા (મોબાઇલઃ 07931 708028)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter