ઘર-કુટુંબના શિરછત્ર સમા પિતાશ્રીના આશિષ મેળવવા આવો ઉમંગે ઉજવીએ "પિતૃવંદના"- ફાધર્સ ડે

"લેલો લેલો દુવાઇ મા-બાપ કી; શિરસે ઉતરેગી ગઠરી પાપ કી"

- કોકિલા પટેલ Thursday 01st June 2017 07:51 EDT
 

આ પૃથ્વીના પગથારે મનુષ્ય જન્મ લેતાં આપણે માની ગોદમાં આંખો ખોલી અને બાપને ખભે ચઢી જગ જોયું એની સેવાથી અધીક બીજી કોઇ સેવા નથી. મા-બાપ માટે દુ:ખ સહન કરવું એ કોઇ અહેસાન કે બોજ નથી, એ આપણી ફરજ છે, આપણા માથે એનું કર્જ છે, મા-બાપને સાથે રાખી એમની સાર-સંભાળ કરવી એ કોઇ ભિક્ષા કે દાન નથી, એ આપણું કર્તવ્ય છે. બાગની રખવાળી કરનાર માળી જેમ હરેક ફૂલ-પત્તીની ખૂબ જતનપૂર્વક રખવાળી કરી, દરેક ફૂલપત્તી ને ડાળીએ પાણી સિંચે એમ કુટુંબ રૂપી વાડીના હરેક છોડ, ફુલને પરિશ્રમના પરસેવા વડે સિંચી પ્રેમથી જતન કરે છે એવા "બાગબાન" રૂપી પિતાનું ઋણ અદા કરવા વર્ષનો એક દિવસ આપણા માટે ખૂબ મહત્વનો હોય છે.

૧૮ જૂને આવતો ફાધર્સ ડે જાણે-અજાણ્યે ભૂલી કે વિસરી ગયેલા સંતાનોના દિલો-દિમાગમાં એમના "બાગબાન" સમા બાપની સ્મૃતિ તાજી કરાવતો ખૂબ મહત્વનો દિવસ છે. અમે ગત માર્ચ-એપ્રિલમાં મધર્સ ડે નિમિત્તે "માતૃવંદના કરતો કાર્યક્રમ લંડન સહિત યુ.કે.ના શહેરો-નગરોમાં કર્યો હતો જેને ખૂબ લોકાવકાર મળ્યો હતો. એ વખતે બર્મિંગહામ-લેસ્ટર જેવા શહેરોના શ્રોતાજનોએ માતૃવંદનાની જેમ પિતૃવંદનાના કાર્યક્રમનું આયોજન કરવા આગ્રહ કરતાં અમે જૂનમાં ફાધર્સ ડે નિમિત્તે લંડન સહિત બર્મિંગહામ, લેસ્ટર અને કાર્ડિફ ખાતે પિતૃવંદનાનું આયોજન કર્યું છે.

ગુજરાતથી માયા દીપક અને અન્ય કલાકારો સહિત ભવ્ય સંગીતગૃપ આપણા સૌના કુટુંબની વાડીને સુખી-સમૃધ્ધ બનાવનાર "બાગબાન" સમા પિતા-પપ્પાને અનુલક્ષીને મધુર કંઠે ફિલ્મીગીતો રજૂ કરશે. હેરો લેઝર સેન્ટરમાં "આનંદ મેળા" દરમિયાન ૧૭ અને ૧૮ જૂને સાંજે "પિતૃવંદના"ના કાર્યક્રમ સાથે ભૂલી બિસરી હિન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં માયા દીપક સાથે સાથે રોમાનિયન વંશજ એડ્રિયાના જે આંખે તદ્ન અંધ છે અને યુરોપમાં "વોઇસ ઓફ લતા"થી ઓળખાય છે એ અને અન્ય કલાકારો મુકેશ, કિશોરકુમાર અને મહમદ રફીના ફિલ્મીગીતો રજૂ કરશે.

આનંદ-પ્રમોદ કરાવતા "આનંદમેળા"માં આપ મનપસંદ સાડીઓ,બાંધણી, વેડીંગ કોસ્ચ્યુમ અને સોળ શૃંગારની તમામ ચીજવસ્તુઓની ખરીદી કરી સાંજે હેરો લેઝર સેન્ટરના "મેસફિલ્ડ શ્યૂટ"માં પિતૃવંદનાનો કાર્યક્રમ માણી શકશો. આનંદ મેળાની પ્રવેશ ફી, "દિલ્લી ઓન ધ ગો"નું સ્વાદિષ્ટ ભોજન અને પિતૃવંદનાનો કાર્યક્રમ એ બધુંય મળી માત્ર £15અને £12માં આપ અનેરો આનંદ માણી શકશો.

પિતાશ્રીની ગૌરવગાથા કરતો રંગીન વિશેષાંક “પિતૃવંદના"

મધર્સ ડે નિમિત્તે અમે "માતૃવંદના" કરતો રંગીન વિશેષાંક પ્રસિધ્ધ કર્યો હતો. એમાં કેટલાક ગૌરવશીલ સંતાનોએ, કુટુંબીજનોએ એમની વાત્સલ્યમયી માતાના અનુદાનની ગૌરવગાથા કરતા લેખો રજૂ કર્યા હતા જેને આપ સૌ વાંચકોએ ખૂબ રસપૂર્વક વાંચી વખાણ્યા હતા, વધાવ્યા હતા. કેટલાક વાંચકોએ "ફાધર્સ ડે" નિમિત્તે આવો જ રંગીન વિશેષાંક રજૂ કરવા અમને પ્રેરિત કરતાં અમે ૧૮ જૂન પહેલાં "પિતૃવંદના" કરતો વિશેષાંક રજૂ કરવા કટિબધ્ધ બન્યા છીએ. કેટલાક ભાઇ-બહેનોએ અમારો સંપર્ક કરી એમના કુટુંબનું સિંચન કરનાર પિતાજીનું અનુદાન કરતા લેખો પ્રસિધ્ધ કરવા અમારો સંપર્ક કર્યો છે. આપના જીવનમાં ચિરસ્મરણીય બની રહે એવો શબ્દભાવ રજૂ કરી આપ પિતાનું ઋણ ચૂકવી શકો છો. આપના દિલ દિમાગમાં કોઇપણ વાત કે યાદગાર પ્રસંગ ઘૂમરાતો રહેતો હોય તો અમારો સંપર્ક સાધો. અમે આપના સ્નેહસભર વિચારો-વાતોને સુંદર શબ્દોમાં રજૂ કરવા મદદરૂપ બનીશું. વિશેષાંક અંગે વધુ માહિતી અને કાર્યક્રમની ટિકિટ માટે સંપર્ક કમલ રાવ: 07875 229211; કોકિલા પટેલ 07875 229 177.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter