ચાલો... "પિતૃ વંદના - ભૂલી બીસરી યાદે" સંગ ફાધર્સ ડે ઉજવીએ

વિખ્યાત કલાકારો માયા દીપક, મોહમ્મદ ફાહદ, રાજા કાશેફ, રુબાયત જહાં, રોકી, નિમેશ અને રોમાનીયન મૂળના આડ્રીઆના ગલાની સ્વરનો જાદુ પાથરશે

Tuesday 06th June 2017 11:46 EDT
 

આગામી ફાધર્સ ડે પ્રસંગે આપના લોકપ્રિય સાપ્તાહિકો "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" દ્વારા લેસ્ટર, લંડન, કાર્ડીફ અને બર્મિંગહામમાં "પિતૃ વંદના - ભૂલી બીસરી યાદે" કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. શનિવાર તા. ૧૭ અને રવિવાર ૧૮ જુન - બે દિવસ માટે - સાંજે ૬-૦૦થી ડીનર સાથે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા 'પિતૃ વંદના અને ભૂલી બીસરી યાદે' જુના ફિલ્મી ગીતોના કાર્યક્રમનું આયોજન મેસફિલ્ડ સ્યુટ, હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ HA3 5BD ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં માયાબેન સાથે વિખ્યાત સ્થાનિક કલાકારો મોહમ્મદ ફાહદ, રાજા કાશેફ, રુબાયત જહાં, રોકી, નિમેશ, રૂબાયત જહાં અને રોમાનીયન મૂળના પ્રજ્ઞાચક્ષુ કલાકાર 'વોઇસ અોફ લત્તા' આડ્રીઆના ગલાની પણ પોતાના સ્વરનો જાદુ પાથરશે અને બોલીવુડના વિખ્યાત કલાકારો લત્તા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોંસલે, હેમંતકુમાર અને અન્ય ગાયકોના હીટ અને લોકપ્રિય ગીતોની રંગત માણવાનો અનેરો લાભ મળશે. આ ઉપરાંત ફાધર્સ ડે પ્રસંગે અનુરૂપ ગીતો પણ રજૂ થશે.

તા. ૧૭ અને તા. ૧૮ના કાર્યક્રમની ટીકીટ ડીનર સાથે પ્રથમ ૮ રો માટે £૧૫ અને બાકીની લાઇન માટે £૧૨ છે. ટિકીટ ખરીદનાર સર્વેને આનંદ મેળાની ટિકીટ પણ મળશે. ગૃપમાં ટિકીટ બુક કરાવનાર મિત્રોને આકર્ષક લાભ મળશે. આ કાર્યક્રમ જો ચૂકી ગયા તો ઘણું બધુ ચૂકી જશો એની અમારી ખાતરી છે. માટે આજે જ આપની ટિકીટ ખરીદી લેવા વિનંતી.

ટિકીટ માટે સંપર્ક: વિડીયો રામા (કેન્ટન) 020 8907 0116, બોલીવુડ પાન સેન્ટર (સ્ટેનમોર) 020 8204 7807 અને પાનાચંદ પાન સેન્ટર (ઇલીંગ રોડ) 020 8902 9962, યોગી વિડીયો: 020 8665 6080, કમલ રાવ 07875 229 211અને કોકિલાબેન પટેલ 07875 229 177.

"પિતૃ વંદના - ભૂલી બીસરી યાદે"ના આગામી કાર્યક્રમો

* મ્યુઝીક આર્ટ્સ દ્વારા સીમ્ફની રૂમ, ૧૨૧ બર્નમૂર સ્ટ્રીટ, લેસ્ટર LE2 7JL ખાતે શુક્રવાર તા. ૯ જુન રાત્રે ૮થી મોડે સુધી માયા દીપક અને રોકી દ્વારા કાર્યક્રમ પ્રસ્તુત થશે. જેમાં માયાબેન સાથે રોકીના ગીતો પર અમરદીપ, મહેશ પટેલ અને પરેશ વાઘેલા સંગત આપી કાર્યક્રમને સુમધુર બનાવશે. ટીકીટ માટે સંપર્ક: પ્રવિણ મજીઠીયા : 07971 626 464 અને મેલ્ટન હોટ પટોટો શોપ 0116 268 0100.

* શુક્રવાર તા. ૨૪ જૂન સાંજે ૫-૩૦થી ડીનર સાથે હિન્દુ કાઉન્સિલ વેલ્સ દ્વારા સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, સી વ્યુ બિલ્ડીંગ, લુઇસ રોડ, કાર્ડીફ CF24 5EB ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં માયાબેન સાથે રોકી ગીતો રજૂ કરશે અને અમરદીપ અને પરેશ વાઘેલા સંગત આપી કાર્યક્રમને સુમધુર બનાવશે. ટિકીટ માટે સંપર્ક: વિમળાબેન પટેલ 07979 155 320 અને રાધિકા કડાબા 07966 767 659.

* રવિવાર તા. ૨૫ જુન બપોરે ૩થી સાંજના ૭ દરમિયાન શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, ૫૪૧ એ, વોરિક રોડ, બર્મિંગહામ, B11 2JP ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં માયાબેન સાથે જયુ રાવલ ગીતો રજૂ કરશે અને નૌશાદ, સોનુ ગજ્જર અને અનંત પટેલ સંગત આપી કાર્યક્રમને સુમધુર બનાવશે. ટિકીટ માટે સંપર્ક: અંજુબેન શાહ 07814 583 907 અને જયંતિલાલ જગતીયા 07808 930 748.

પિતૃ વંદના મેગેઝીન

ફાધર્સ ડે પ્રસંગે વિશેષ મેગેઝીન પણ પ્રસિધ્ધ કરવામાં આવશે. જેમાં પોતાના સંતાનોનું હેતપૂર્વક પોષણ કરી સંતાનોને સલાહ, હુંફ, પ્રેમ અને માર્ગદર્શન આપીને વિકાસની ક્ષિતીજો પર મૂકનાર પિતાના એક્સક્લુસીવ ઇન્ટરવ્યુ, વિશેષ લેખ, પિતાએ ઉઠાવેલી જહેમતની રોચક વાતો અને બાળકો તથા પરિવાર માટે નોંધપાત્ર પ્રદાન કરનાર પિતા અંગે મનનીય લેખો રજૂ કરવામાં આવશે.

જો આપને લાગતું હોય કે આપની આ સફળતા, શિક્ષણ, સંસ્કાર અને ઉછેર પાછળ પિતાની મહેનત જવાબદાર છે તો આપના ઉછેરમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર પિતાને શબ્દ રૂપે અંજલિ આપવાનો શ્રેષ્ઠ અવસર છે. જો આપ પિતા વિશે લેખ રજૂ કરવા માંગતા હો, પિતાનો એક્સક્લુસીવ ઇન્ટરવ્યુ રજૂ કરવો હોય કે વંદન કરતો લેખ – પ્રોફાઇલ્સ રજૂ કરવા માંગતા હો તો આજે જ અમારો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે. સંપર્ક: કમલ રાવ 07875 229 211અને કોકિલાબેન પટેલ 07875 229 177.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter