ચાલો ફાધર્સ ડે પ્રસંગે "પિતૃ વંદના" કરીએ: બ્રિટનભરમાં "પિતૃ વંદના" કાર્યક્રમોનું શાનદાર આયોજન

Tuesday 02nd May 2017 13:11 EDT
 
 

લંડન, લેસ્ટર, બર્મિંગહામ અને પ્રેસ્ટનમાં ગત માર્ચ અને એપ્રિલ માસ દરમિયાન યોજાયેલા શાનદાર "માતૃ વંદના" કાર્યક્રમોની ઝળહળતી સફળતા અને મનનીય માહિતી ધરાવતા "માતૃ વંદના વિશેષાંક"ની લોકપ્રિયતા બાદ આગામી તા. ૧૮મી જૂન ૨૦૧૭ રવિવારના રોજ આવી રહેલા ફાધર્સ ડે પ્રસંગે આપના પ્રાણપ્રિય સાપ્તાહિકો "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" દ્વારા બ્રિટનભરમાં "પિતૃ વંદના" કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

જો માતા.... ઘરનું માંગલ્ય હોય છે તો પિતા પૃથ્વિ પરના દરેક ઘરનું અસ્તિત્વ હોય છે. પિતા ઘરનો મોભ છે, બાળકોના રોલ મોડેલ છે અને પરિવારનો આધાર છે. પોતાના ઘર અને પરિવાર માટે તડકા, છાંયડા કે ઠંડીનો વિચાર કર્યા વગર સતત દોડતા રહેતા પિતા, બાપુજી અને ડેડને વંદન કરવાના સોનેરી અવસરનું શુભ આયોજન કરવામાં આવ્યું છે.

ફાધર્સ ડે પ્રસંગે એક સુંદર વિશેષાંક તૈયાર કરવામાં આવશે, જેમાં પોતાના પરિવારને બે પાંદડે કરવા, બાળકોને એક અલગ જ મુકામ પર પહોંચાડવા માટે પોતાના શરીરને ઘસી નાંખનાર પિતાના એક્સક્લુસીવ ઇન્ટરવ્યુ, વિશેષ લેખ, અહેવાલ, પિતાએ ઉઠાવેલી જહેમતની રોચક વાતો અને બાળકો તથા પરિવાર માટે નોંધપાત્ર પ્રદાન કરનાર પિતા અંગે મનનીય લેખો રજૂ કરવામાં આવશે. આપના ઉછેરમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર પિતાની તસવીર મેગેઝીનના કવર પેજ પર લેખ સાથે રજૂ કરવા માંગતા હો, પિતાનો એક્સક્લુસીવ ઇન્ટરવ્યુ, પિતાને શબ્દોની અંજલિ આપવા માંગતા હો કે વંદન કરતો લેખ – પ્રોફાઇલ્સ રજૂ કરવા માંગતા હો તો આજે જ અમારો સંપર્ક કરવા નમ્ર વિનંતી છે.

પિતાના અનોખા ઋણને ખરા દિલથી ગીત સંગીતના માધ્યમથી વંદન કરવા "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" દ્વારા ભારતથી ખાસ આ કાર્યક્રમ માટે પધારવા વિખ્યાત ગાયક કલાકાર શ્રીમતી માયા દીપકને વિનંતી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભક્તિ ગીતો ઉપરાંત જુના ફિલ્મી ગીતોનો પણ સમાવેશ કરવામાં આવશે જેથી સમગ્ર કાર્યક્રમ મનોરંજક બની રહે. “પિતૃ વંદના" કાર્યક્રમોનું આયોજન યુકેની વિવિધ સ્થાનિક સંસ્થાઅો અને સંગઠનો દ્વારા જૂન માસમાં કરવામાં આવી રહ્યું છે. જે તે શહેરના સામાજીક સંગઠનો, મંડળ કે મંદિરના સંચાલકો દ્વારા માતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવું હોય તેમને સત્વરે અમારો સંપર્ક કરવા વિનંતી છે.

જો આપ આ મેગેઝીનમાં પોતાની કે અન્ય માહિતી રજૂ કરવા માંગતા હો કે પછી વિશેષાંક વિશે વધુ માહિતી જોઇતી હોય તો આજે જ અમારો સંપર્ક કરો. સંપર્ક: કમલ રાવ 020 7749 4001 / 0787 5 229 211 email: [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter