ચિન્મય મિશન દ્વારા ૨૫મી ડિસેમ્બરે સંપૂર્ણ ગીતા પારાયણ અને તપોવનજયંતીની ઉજવણી

Tuesday 22nd December 2020 02:39 EST
 

ચિન્મય મિશન - અમદાવાદ દ્વારા ૨૫મી ડિસેમ્બરે ગીતાજયંતી અને તપોવનજયંતીની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવશે. ભગવાન શ્રીકૃષ્ણે ૫૦૦૦થી પણ વધુ વર્ષો પહેલાં શ્રીમદ્ ભગવદ ગીતાના ૭૦૦ શ્લોકોના રૂપમાં અર્જુનને ઉપદેશ આપ્યો હતો તે માગશર મહિનાની શુક્લ એકાદશીએ એટલે કે મોક્ષદા એકાદશીને ગીતાજયંતી તરીકે ઊજવવામાં આવે છે. યોગાનુયોગ આ દિવસ ચિન્મય મિશનના પ્રેરણાસ્રોત સ્વામી ચિન્મયાનંદજીના ગુરુ સ્વામી તપોવનજીની જન્મજયંતી પણ છે તેથી આ દિવસને તપોગીતાજયંતી તરીકે ઊજવવમાં આવી રહ્યો છે. પ્રખર વેદાંતી અને હિમવત વિભૂતિ તરીકે વિખ્યાત સ્વામી તપોવનજીની આ વર્ષે ૧૩૧મી જન્મજયંતી છે તે અવસરે ૨૫મીએ સવારે ૭.૦૦થી ૮.૦૦ વાગ્યા સુધી ગીતાજી અને તપોવનજીની પૂજા કરવામાં આવશે. તે પછી બપોર ૩.૩૦થી સાંજના ૬.૧૫ વાગ્યા સુધી સંપૂર્ણ ગીતા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગીતાજીના ૧૮ અધ્યાયના ૭૦૦ શ્લોકોનું વૈદિક રીતે પઠન કરવામાં આવશે. કોવિડ મહામારીને ધ્યાનમાં લઈને બધા જ કાર્યક્રમોનું સંસ્થાના ફેસબુક પેજ સીએમઅમદાવાદ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે જેના દ્વારા લોકોને મોટી સંખ્યામાં જોડાવા ખાસ આમંત્રણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter