દિવાળીના શુભ મુહૂર્તો (વિક્રમ સંવત 2079)

Wednesday 01st November 2023 09:08 EDT
 
 

દિવાળીના શુભ મુહૂર્તો (વિક્રમ સંવત 2079)

તા. 4 નવેમ્બર 2023 - શનિવારે નવા વર્ષના ચોપડા ખરીદવા માટે ઉત્તમ દિવસ - પુષ્ય નક્ષત્ર

ધનતેરસ- ધનપૂજા
તા. 10 નવેમ્બર - શુક્રવારે ધનપૂજા માટે પ્રદોષકાલનું મહત્ત્વ વિશેષ શાસ્ત્રોક્ત છે અને પ્રદોષકાલ કલાક 16.18થી 19.18 સુધી છે.

રાત્રે લાભ ચોઘડિયું 20.03થી 21.56 સુધી છે. તા. 10 નવેમ્બર - શુક્રવારે રાત્રે 20.03થી 21.56 સુધી તેરસ અને લાભ ચોઘડિયાનાં યોગે શાસ્ત્રોક્ત ઉત્તમ મુહૂર્ત ગણાય.
પ્રાતઃ કાળ - 7.18થી 9.06 સુધી ચલ, લાભ અને અમૃત - 7.18 થી 10.40 સુધી
સાંયકાળઃ 14.30થી 16.18 સુધી, ચલ – 15.42થી 16.18

ચૌદશ તિથિ (કાળી ચૌદશ) 11 નવેમ્બર - શનિવારે 8.28થી શરૂ થાય છે.

દિવાળી-લક્ષ્મી-શારદા-ચોપડા પૂજન

તા. 12 નવેમ્બર - રવિવારે સવારે અમાસ 9.15થી શરૂ થાય છે. પ્રદોષકાલ કલાક 16.15થી 19.17 સુધી અને શુભ, અમૃત અને ચલ ચોઘડિયાં ક્રમે 16.15થી 21.55 સુધી છે. તેમાં તા. 12 નવેમ્બર - રવિવારે સાંજે 16.15થી 19.17 સુધી પ્રદોષકાલ, અમાસ અને શુભ તથા અમૃત ચોઘડિયાનાં સંયોગે ઉત્તમ મુહૂર્ત ગણાય.

પ્રાતઃકાળ - 7.22થી 9.09 સુધી, અમાસ – 9.15થી શરૂ થાય છે, ચલ, લાભ અને અમૃત – 8.29થી 11.48 સુધી.

તા. 13 નવેમ્બર - સોમવારે સવારે અમાસ - સોમવતી અમાસ 9.27 સુધી છે. અમૃત - 7.23થી 8.29 સુધી (પ્રાતઃકાળ)

નવું વર્ષ અને ભાઈબીજ

તા. 14 નવેમ્બર - મંગળવારે કારતક સુદ 1, વિક્રમ સંવત 2080 રાક્ષસ નામ સંવત્સર અને નૂતન વર્ષ લખાશે. નવા વર્ષના ધંધાકીય કાર્ય આરંભ કરવાના સમય માટે ચોઘડિયાંઃ ચલ અને લાભ ક્રમે સવારે 9.37થી 11.48 સુધી છે.

તા. 14 નવેમ્બર - મંગળવારે સવારે 9.07થી બીજ શરૂ થાય છે. એટલે કે ભાઈબીજ, યમદ્વિતીયા પણ આજે જ છે. સાંજે ચંદ્રદર્શન પણ (16.19 સુધી) છે.

લાભ પાંચમ

તા. 17 નવેમ્બર - શુક્રવારે લાભ પાંચમ પાંડવ અને જ્ઞાન પંચમી છે.

ઉપર દર્શાવેલા મુહૂર્તોનો સમય (GMT) અક્ષાંશ પર N38, રેખાંશ 1W05, લેસ્ટર - યુકે પ્રમાણે ઋષિ પંચાંગના આધારે છે.

(સંપાદનઃ શરદચંદ્ર વલ્લભભાઇ મિસ્ત્રી)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter