નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સ યુકે દ્વારા તા. ૨૧મીએ પોલિટીકલ કોન્ફરન્સનું આયોજન

Tuesday 17th March 2015 13:19 EDT
 

આગામી મે મહિનામાં યોજાનારી દેશની સામાન્ય ચુંટણીઅોના નગારાઅો ગાજી રહ્યાં છે ત્યારે નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સ યુકે દ્વારા તા. ૨૧મી માર્ચ, ૨૦૧૫ના રોજ સાંજે ૬-૩૦થી ૯-૩૦ દરમિયાન લંડન ખાતે પોલિટીકલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સ યુકે (NCGO) તરફથી ગુજરાતી મતદારોમાં જનજાગૃતી લાવવાના ઇરાદે યોજાયેલ કોન્ફરન્સમાં સેક્રેટરી અોફ ધ સ્ટેટ ફોર કોમ્યુનિટીઝ શ્રી એરિક પીકલ્સે ઉપસ્થિત રહેવા બાંહેધરી આપી છે. ઉપરાંત કોન્ઝર્વેટીવ, લેબર અને લિબરલ ડેમોક્રેટ પક્ષના અન્ય કેબિનેટ કક્ષાના નેતાઅો પણ ઉપસ્થિત રહેનાર છે. ત્રણેય મુખ્ય રાજકીય પક્ષોના નેતાઅો તેમના પક્ષને આગામી ચૂંટણીમાં શા માટે મત આપવો જોઇએ તે અંગે સૌ સમક્ષ રજૂઆત કરશે.

સાથે સાથે યુકેના ગુજરાતી સમાજના વક્તાઅો ગુજરાતી પ્રજાના અનુદાન તેમજ મુશ્કેલીઅો વિષે પણ મંતવ્યો રજૂ કરશે. આ સભામાં પધારેલા શ્રોતજનોને પણ ત્રણેય પક્ષના આગેવાનોને પ્રશ્ન પૂછવાની તક મળશે. પ્રત્યેક વ્યકતિની નૈતિક ફરજ બને છે કે તેમણે ચુંતણીમાં મત આપવો જોઇએ અને ગુજરાતી સમાજના સર્વેએ આળસ ખંખેરીને પોતાના સમુદાયના રાજકીય પ્રભુત્વને બળવાન બનાવવું જોઇએ. આ અગત્યની સભા વિષેની સંપુર્ણ માહિતી NCGOના અગ્રણીઅો પાસેથી મળી શકશે. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' આ કાર્યક્રમના મીડીયા પાર્ટનર છે. પ્રવેશ માટે સંપર્ક: સીજે રાભેરૂ 07958 275 222.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter