બર્મિંગહામમાં નવા પૂલ એન્ડ ફિટનેસ સેન્ટરનું ઉદ્ઘાટન

ધીરેન કાટ્વા Monday 13th November 2017 10:42 EST
 
 

બર્મિંગહામઃ ગત બુધવાર, આઠ નવેમ્બરે ૭.૫ મિલિયન પાઉન્ડના ખર્ચે નિર્મિત સ્પાર્કહિલ પૂલ એન્ડ ફિટનેસ સેન્ટરનું બર્મિંગહામમાં સત્તાવાર ઉદ્ઘાટન કરાયું હતું. બર્મિંગહામ સિટી કાઉન્સિલના કાઉન્સિલર ઈઆન વોર્ડ અને વિશેષ અતિથિ પૂર્વ ઓલિમ્પિયન અને ટીવી પ્રેઝન્ટર કોલિન જેક્સન OBEના હસ્તે રિબન કટિંગ અને તક્તીની અનાવરણવિધિ થઈ હતી.

અત્યાધુનિક સેન્ટરમાં છ લેનના ૨૫ મીટરના પૂલ તેમજ શીખવા માટેના લર્નર પૂલ સાથે બેસવા- નિહાળવાના સ્ટેન્ડ્સનો પણ સમાવેશ થયો છે. આ ઉપરાંત, ૮૦ સ્ટેશનના ફિટનેસ સ્યૂટ, ડાન્સ સ્ટુડિયોઝ, કાફે અને કોમ્યુનિટી રુમ તથા સૌના અને સ્ટીમની સુવિધાઓ પણ સેન્ટરમાં મળી રહેશે. સેન્ટરના મેનેજર રાજવિન્દર કાહ્લવાને મહેમાનું સ્વાગત કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter