બુશી યુનાઈટેડ સિનેગોગમાં ‘એન્ટિસિમેટિઝમ ઈન સ્પોર્ટ’ ઈવેન્ટ યોજાયો

Tuesday 24th October 2023 14:18 EDT
 
 

લંડનઃ બુશી યુનાઈટેડ સિનેગોગ ખાતે રવિવાર 15 ઓક્ટોબરે ‘એન્ટિસિમેટિઝમ ઈન સ્પોર્ટ’ વિષય પર ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્શન અગેઈન્સ્ટ ડિસ્ક્રિમિનેશન તથા જ્યુઈસ વિક્લીના ચેરમેન જોનાથન મેટલિસના અધ્યક્ષપદે ધ ટાઈમ્સના ચીફ ફૂટબોલ લેખક હેન્રી વિન્ટર, ફૂટબોલ એસોસિયેશન અને માન્ચેસ્ટર સિટીના પૂર્વ ચેરમેન ડેવિડ બર્ન્સ્ટેઈન, અગ્રણી ફૂટબોલ એજન્ટ જોનાથન બાર્નેટ અને જર્નાલિસ્ટ સ્ટીફન પોલાર્ડ સહિત હાઈ પ્રોફાઈલ અને પ્રભાવશાળી પેનલનો આ ઈવેન્ટમાં સમાવેશ થયો હતો.

આશરે 300 પ્રતિબદ્ધ ફૂટબોલ સમર્થકોના ઓડિયન્સમાં બ્રેન્ટફોર્ડ FCના ચેરમેન ક્લિફોર્ડ ક્રાઉન સહિત અગ્રણી કોમ્યુનિટી અને ફૂટબોલ ચાહકોનો સમાવેશ થતો હતો. ઈવેન્ટના પ્રમોટર્સમાં એક બુશી શૂલના ચીફ રેબી એલ્કોનોન ફેલ્ડમેન અને આયોજક જોનાથન મેટલિસની બુશી શૂલના સભ્ય સારાહ ઝેકહેઈમ સાથે પ્રારંભિક વાતચીત પછી પ્રાથમિક પરિચય અપાયો હતો.

જોનાથન મેટલિસે ફૂટબોલ અને ક્રિકેટની રમતોમાં તાજેતરની એન્ટિસિમેટિઝમ ઘટનાઓ વિશે જાણકારી આપ્યા પછી ચારેય પેનલિસ્ટે તેમના મંતવ્યો જણાવવા સાથે તેમના ક્ષેત્રોને સઘનપણે આવરી લીધા હતા તેમજ પ્રતિબદ્ધ અને જીવંત ઓડિયન્સના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. ઈવેન્ટના વાતાવરણ ગાઝાના યુદ્ધની નોંધપાત્ર અસર જોવા મળી હતી.

આવરી લેવાયેલા વિષયોમાં તાજેતરની ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા મેચમાં વેમ્બલી આર્કને ઈઝરાયેલી ધ્વજના રંગોથી પ્રકાશિત કરવાની ફૂટબોલ એસોસિયેશનની નિષ્ફળતા, યુકે ફૂટબોલ સત્તાવાળાના બેવડાં ધોરણો, એન્ટિસેમિટિઝમનો સામનો તેમજ ખેલાડીઓ અને સમર્થકો દ્વારા પેલેસ્ટિનિયન ફ્લેગ લહેરાવવા સામે તેમની અને પોલીસની સતત નિષ્ફળતાનો સમાવેશ થયો હતો. ‘Y’ શબ્દના અવિરત ઉચ્ચારણ તેમજ ચેલ્સી અને વેસ્ટ હામ જેવી અન્ય ક્લબોના સમર્થકોની યહુદીવિરોધી વર્તણૂક સહિતની બાબતો પર જીવંત ચર્ચા થઈ હતી. હમાસ દ્વારા ઈઝરાયેલી નાગરિકો પર હુમલાઓ વિશે ઝડપી પ્રત્યાઘાતો નહિ આપવા બદલ પેનલિસ્ટ્સ અને ઓડિયન્સ તરફથી જ્યુઈશ ફૂટબોલ માલિકોની આકરી ટીકા કરાઈ હતી તેમજ ‘Y’ શબ્દના ઉચ્ચારણો બંધ ન થાય ત્યાં સુધી ટોટેનહામ હોટસ્પર સ્ટેડિયમ બંધ રાખવાનું પણ સૂચન કરાયું હતું. ક્લબના રેસિસ્ટ વર્તનના અપરાધી સીઝન ટિકિટ હોલ્ડર્સની સીઝન ટિકિટ રદ કરવાની જાહેરાત કરનારા ક્લિફોર્ડ ક્રાઉનને ઓડિયન્સે તાળીઓથી વધાવી લીધા હતા.

માહિતીપ્રદ અને પ્રેરણાદાયી ઈવેન્ટના સમાપને સ્પષ્ટ થયું હતું કે ધ ટાઈમ્સની 17 ઓક્ટોબરની એડિશનમાં હેન્રી વિન્ટરના આર્ટિકલમાં ટિપ્પણી કરાઈ હતી તેમ યુકે ફૂટબોલમાં યહુદીવાદવિરોધના જીવંત મુદ્દા પરત્વે ફૂટબોલ ઓથોરિટીઝ, ક્લ્બ્સ, રાજકારણીઓ અને પોલીસ દ્વારા રચનાત્મક કાર્યવાહીનો અભાવ હતો.

રેબી ફેલ્ડમેને જણાવ્યું હતું કે, ‘આજની સાંજે સ્પોર્ટ બાબતે આપણી કોમ્યુનિટીના જોશ અને સમાજમાં એન્ટિસિમેટિઝમની વ્યાપકતા વિશે ચિંતા દર્શાવાઈ છે. કલ્પનાને વાસ્તવિક સ્વરૂપ આપવા બદલ જોનાથન મેટલિસ અભિનંદનને પાત્ર છે.’

જોનાથન મેટલિસે જણાવ્યું હતું કે, ‘ઉચ્ચ લાયકાત ધરાવતી પેનલ સાથે કાર્યક્રમ અભૂતપૂર્વ રહ્યો. સ્પષ્ટપણે જોવાં મળ્યું કે જ્યુઈશ કોમ્યુનિટી યુકે ફૂટબોલમાં યહુદીવાદવિરોધના સ્તર બાબતે ચિંતાતુર છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter