બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત નવરાત્રિ કાર્યક્રમોની ઝલક...
• કલાની સેવા પ્રસ્તુત કરે છે નવરાત્રિ 2026 તા. 11થી 20 ઓક્ટોબર (રવિવારથી ગુરુવાર રાત્રે 8.00થી 11.30 અને શનિવાર-રવિવાર રાત્રે 8.00થી મોડી રાત સુધી). તા 16ના રોજ રાસ ગરબા કોમ્પિટિશન નાઇટ (સ્પર્ધામાં ભાગ લેવા 8.30 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી) તા. 18ના રોજ આઠમની ઉજવણી, તા. 20ના રોજ દશેરાની ઉજવણી જ્યારે તા. 24 ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમાની ઉજવણી થશે. સ્થળઃ ઓકિંગ્ટન મેનોર સ્કૂલ, સ્પોર્ટ્સ હોલ, ઓકિંગ્ટન મેનોર ડ્રાઇવ, વેમ્બલી, મિડલસેક્સ - HA9 6NF. વધુ માહિતી માટે સંપર્કઃ 07539 242 083 / 07753413 530
• બાલમ મંદિર - રાધા ક્રિષ્ના શ્યામ મંદિર - શ્રીનાથજી હવેલી અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) દ્વારા તા. 11થી 20 ઓક્ટોબર (રોજ બપોરે 1.00થી 4.00) નવરાત્રિ અને નવ વિલાસ. તા. 18 ઓક્ટોબરે મહા અષ્ટમી પર્વે હવન (સવારે 10.30થી બપોરે 12.00), તા. 20ના રોજ દશેરાની ઉજવણી અને 25 ઓક્ટોબરે શરદ પૂર્ણિમાની ઉજવણી (બપોરે 1.00 થી સાંજે 4.00) સાંજે 6.30થી રાત્રે 9.00). સ્થળઃ 33 બાલમ હાઇ રોડ, લંડન - SW12 9AL. વધુ માહિતી માટે સંપર્કઃ પલ્લવીબહેન - 07920 050251 / દેવયાનીબહેન - 07929 165395
• સરે હિન્દુ સોસાયટી દ્વારા મ્યુઝિકલ ગ્રૂપ ઇંડિયન ઓશનના સંગીતના તાલે નવરાત્રિ ઉત્સવ. તા. 9થી 19 ઓક્ટોબર, (સાંજે 7.30થી રાત્રે 11.00). શરદ પૂર્ણિમા મહોત્સવ તા. 24 ઓક્ટોબર (સાંજે 7.30થી રાત્રે 11.00). સ્થળઃ નોરબરી મેનોર બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઇઝ કોલેજ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, થોર્નટન હીથ, સરે - CR7 8BT. વધુ વિગત માટે સંપર્કઃ ભાવનાબહેન પટેલ - 0208 684 4645 / સુવર્ણાબહેન પટેલ 0744 864 7861.
• એમકે ઇવેન્ટ્સ દ્વારા નવરાત્રિ ઉત્સવ ચાચર ચોક તા. 11થી 19 ઓક્ટોબર. નવલા નોરતાની નવેય રાતે ગરબે ઘૂમો ભારતથી આવેલા કિશન રાવલ અને તેમના ગ્રૂપ સાથે. સ્થળઃ ક્રિસ્ટલ ઇવેન્ટ્સ એન્ડ મેનેજમેન્ટ, વેમ્બલી. વધુ માહિતી માટે સંપર્કઃ હિના પારેખ - 7466 003441
• SKLPC (UK) દ્વારા યુરોપનો સૌથી મોટો નવરાત્રિ ફેસ્ટિવલ તા. 11થી 20 ઓક્ટોબર (દરરોજ સાંજે 7.30થી 11.00). આઠમ ગરબા તથા મહા આરતી તા. 18 ઓક્ટોબર (સાંજે 7.30થી 11.00) અને શરદ પૂનમની ઉજવણી તા. 25 ઓક્ટોબર (સાંજે 4.00થી રાત્રે 8.00). સ્થળઃ ગ્રાન્ડ માર્કી - SKLPC (UK) ઇંડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડરોડ, નોર્થોલ્ટ, મિડલસેક્સ - UB5 6RE
• શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા નવરાત્રિ પર્વની ઉજવણી તા. 10થી 20 ઓક્ટોબર (દરરોજ સાંજે 7.30 વાગ્યાથી). તા. 17ના રોજ (બપોરે 12.00થી 3.00) બાળકો અને વડીલો માટે વિનામૂલ્યે ગરબા. સ્થળઃ સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, J/W ધ એવન્યુ, વેમ્બલી - HA9 9PE. વધુ માહિતી માટે સંપર્કઃ સત્તાવીસ સેન્ટર - 02089 049191 / પ્રફુલ પટેલ - 07903 509258
• કરમસદ સમાજ યુકેના ઉપક્રમે નવરાત્રિ ફેસ્ટિવલ 2026 તા. 11 થી 20 ઓક્ટોબર (દરરોજ સાંજે 7.30થી 11.30 અને વીકએન્ડમાં સાંજે 7.30થી મોડે સુધી). શરદ પૂર્ણિમાની ઉજવણી તા. 24 ઓક્ટોબર (સાંજે 7.30થી મોડે સુધી). ફ્રી પાર્કિંગ. સ્થળઃ નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA. વધુ માહિતી માટે જૂઓ વેબસાઇટઃ www.karamsadsamaj.com અથવા સંપર્કઃ મહેન્દ્રભાઇ એસ. પટેલ - 079 5645 8872
• ઓમ ઇવેન્ટ્સના ઉપક્રમે યુનાઇટેડ રાસ 2.0 અંતર્ગત ગાયિકા આકાંક્ષા શાહની સંગાથે નવરાત્રિ મહોત્સવ તા. 9થી 18 ઓક્ટોબર (રાત્રે 8.00થી મોડે સુધી). સ્થળઃ ધ વિલોસ, ફોરેસ્ટ રોડ, હેનોલ્ટ - IG6 3SL. વધુ માહિતી માટે સંપર્કઃ દેવીશા પટેલ - 07709 803160 / પ્રથમ પટેલ 07838 302450
• શ્રી વલ્લભ નિધિ યુકે અને શ્રી સનાતન હિન્દુ મંદિર દ્વારા નવરાત્રિ સેલિબ્રેશન - 2026 તા. 11થી 19 ઓક્ટોબર (બપોરે 12.30થી 3.30) મંદિરમાં ગરબા તથા આરતી જ્યારે તા. 18ના રોજ દુર્ગાષ્ટમી હવન (સવારે 9.15થી બપોરે 12.00). રોજ સવારે 10.00 વાગ્યે માતાજીની પૂજા તથા આરતી. સ્થળઃ શ્રી સનાતન હિન્દુ મંદિર, ઇલિંગ રોડ, આલ્પર્ટન રોડ, વેમ્બલી, મિડલસેક્સ - HA0 4TA. વધુ માહિતી માટે સંપર્કઃ મંદિર ઓફિસ - 0208 903 7737 / ભાવિક મહારાજ 07801 838511
• કાર્ડિફ સનાતન મંદિરે નવરાત્રિ પર્વની ઉજવણી તા. 11થી 19 ઓક્ટોબર (રાત્રે 8.00થી 11.00) અને દશેરા પર્વ તા. 20ના રોજ (સાંજે 4.00થી 6.00) ઉજવાશે. સ્થળઃ સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, સીવ્યૂ બિલ્ડીંગ, લૂઇસ રોડ, કાર્ડિફ - CF24 5EB
• લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા નવરાત્રિ 2026 પ્રસંગે તા. 11 થી 19 ઓક્ટોબર રાસગરબાની રમઝટ અને આરતી (રાત્રે 8.00 વાગ્યાથી) અને શરદ પૂનમની ઉજવણી તા. 24 ઓક્ટોબર (રાત્રે 8.00થી 11.30). નવરાત્રિ દરમિયાન તા. 15મીએ બેસ્ટ દાંડિયા અને 19મીએ બેસ્ટ ડ્રેસ્ડની કોમ્પિટીશન યોજાશે. સ્થળઃ જે.વી. ગોકળ હોલ, ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો - HA2 8AX
• લોહાણા કોમ્યુનિટી ઇસ્ટ લંડન દ્વારા નવરાત્રિ પર્વની ઉજવણી તા. 15 - 16 - 18 - 19 અને 20 ઓક્ટોબર (રાત્રે 8.00 વાગ્યાથી) તેમજ 18 ઓક્ટોબરે (બપોરે 2.00થી સાંજે 5.00) બાળકો માટેના ગરબા. શરદ પૂનમની ઉજવણી તા. 24 ઓક્ટોબર (રાત્રે 8.00 વાગ્યાથી) સ્થળઃ કોલેઝિયમ સ્યૂટ, ઇલ્ફર્ડ - IG1 1QW.
• શ્રી બાવીસ ગામ પાટીદાર સમાજ (યુકે) દ્વારા નવરાત્રિ મહોત્સવ તા. 11થી 20 ઓક્ટોબર (દરરોજ 7.00થી 11.00) અને શરદ પૂનમની ઉજવણી તા. 24 ઓક્ટોબર (સાંજે 7.00થી 11.00). સ્થળઃ ચોકહીલ પ્રાયમરી સ્કૂલ, બર્નહીલ રોડ, વેમ્બલી - HA9 9YP
• સુખ શાંતિ નવરાત્રિ મહોત્સવ તા. 11થી 19 ઓક્ટોબર (સાંજે 7.30 વાગ્યાથી). સ્થળઃ અવંતિ હાઉસ સેકન્ડરી સ્કૂલ, વેમ્બરો રોડ, સ્ટેનમોર - HA7 2EQ
• આર્ય સમાજ - લંડન ખાતે આસો નવરાત્રિ પ્રસંગે તા. 19 ઓક્ટોબરના રોજ દુર્ગાષ્ટમી આઠમ હવન. સમયઃ હવન પ્રારંભ બપોરે 12.00 કલાકે - હવન પૂર્ણાહૂતિ બાદ આરતી - સાંજે 5.00. સ્થળઃ 69A અર્ગલે રોડ, વેસ્ટ ઇલિંગ, લંડન - W13 0LY. વધુ માહિતી માટે સંપર્કઃ (મોબાઇલ) 07882 253 540
• કે ઇવેન્ટ્સ દ્વારા નવરાત્રિ મહોત્સવ 2026 તા. 10થી 20 ઓક્ટોબર અને શરદપૂનમની ઉજવણી 25 ઓક્ટોબર (સમય સાંજે 7.30થી મોડે સુધી). સ્થળઃ કેપિટલ વેન્યુ, ચાર્ટર સ્ટ્રીટ, લેસ્ટર - LE1 3UD. વધુ માહિતી માટે સંપર્કઃ 07476 208270
• મા કૃપા ફાઉન્ડેશન - યુકેના સહયોગમાં અશ્વિન ત્રિવેદી દ્વારા રાસ રંગ નવરાત્રિ તા. 11થી 19 ઓક્ટોબર. ભારતથી આવેલા કલાકારોના સંગાથે રાસગરબાની રમઝટ. સ્થળઃ કેનોન્સ હાઇ સ્કૂલ, એજવેર - HA8 6AN. વધુ માહિતી માટે સંપર્કઃ અશ્વિન ત્રિવેદી 07956 278 228
• સનાતન સંસ્કૃતિ ચિલ્ડ્રન્સ ગરબા 2026 તા. 17 ઓક્ટોબર (બપોરે 12.00 વાગ્યાથી) સ્થળઃ રામગઢિયા કોમ્યુનિટી સેન્ટર, અલ્વર્સક્રોફ્ટ લેસ્ટર - LE4 6BY


