લંડનના એલિઝાબેથ હોલમાં સંગીતમય ગુરૂવંદના સૌને ભક્તિલીન કરશે

Friday 30th June 2023 06:50 EDT
 
 

ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ૨જી જુલાઇ, રવિવારે સાંજે લંડનના વિખ્યાત સાઉથબેંક સેન્ટરના એલિઝાબેથ હોલમાં આધ્યાત્મિક અને શૈક્ષણિક ગુરુઓની ઉજવણી સાથે મહાયોગી-મહર્ષિ શ્રી અરબિંદોના ૧૫૦ જન્મજયંતિની ઉજવણી રૂપે ગુરૂવંદનાના સંગીતમય (કોન્સર્ટ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ વંદનામાં ભારતના આધ્યાત્મિક ગુરુઓને ભક્તિ ગીતો, સંગીત, સ્તોત્રો, કવિતા અને નૃત્યના રૂપમાં અનોખી રીતે ઉજવાશે.
દત્તબાવણી અને શ્રી ગુરુલીલામૃત લખનાર શ્રી રંગ અવધૂત મહારાજની ૧૨૫મી જન્મજયંતિની પણ ઉજવણી થશે.
 કોન્સર્ટમાં પરંપરાગત ભારતીય અને પશ્ચિમી વાદ્યો જેવા કે સિતાર, વીણા, સંતૂર, મોહન વીણા, બાંસુરી, તબલા, મૃદંગમ, પખવાજ, તાનપુરા, હાર્મોનિયમ, વાયોલિન, વાયોલા, સેલો, હાર્પ અને પિયાનો જેવા દિવ્ય રાગ આધારિત સમૂહનો સમાવેશ કરવામાં આવશે. પ્રાચીન વાદ્ય સંગીતનું કમ્પોઝિશન હશે જેમાં વૈદિક સ્તોત્રો, પ્રખ્યાત સંગીતકારોની સાથે આદરણીય ધૂન હશે. તેમાં ભારતીય વૃંદ ગાનના પ્રતિભાશાળી ગાયકો અને જાણીતા સંગીતકારોની સાથે માતા અને શ્રી અરબિંદોના આજીવન ભક્ત રાકેશ જોશીના દિવ્ય પ્રકાશ (ભક્તિ સંગીત)ના ગીતોનો સમાવેશ કરવામાં આવશે. આ સંગીતમય ગુરૂવંદનાને શ્રી અરબિંદો ટ્રસ્ટ, લંડન અને શ્રી રંગ અવધૂત પરિવાર તેમજ લંડનના સ્થાનિક ભક્તો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ટિકિટ અને આ કાર્યક્રમની વધુ વિગત માટે સંપર્ક કરોઃ
07894 828381 / 07872 338657


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter