લિમ્બાચીઆ સેવા મંડળ દ્વારા નવરાત્રિ ઉત્સવ 2022 નું આયોજન

Wednesday 12th October 2022 07:04 EDT
 
 

લિમ્બાચીઆ સેવા મંડળ દ્વારા નવરાત્રિ ઉત્સવ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું.બે વર્ષના સમયગાળા પછી વિભુતિબહેન શાહના ગ્રૂપ મા નવદુર્ગા નવરાત્રિ મંડળની આગેવાની હેઠળ યોજાએલા અતિ સફળ નવરાત્રિ ઉત્સવમાં તમામ ભાવિકો માટે પ્રવેશ નિઃશુલ્ક હતો. તેમનું આ ગ્રૂપ સતત ત્રીજા વર્ષે મંડળની સેવામાં રહ્યું હતું. લિમ્બાચીઆ સેવા મંડળ માટે પ્રથમ નવરાત્રિ ઉત્સવ 2019માં યોજાયો હતો તે પછી 2020માં ઝૂમ ઓનલાઈન કાર્યક્રમનું આયોજન થયું હતું જેને 2500થી વધુ લોકોએ માણ્યો હતો. આ વર્ષે પણ પરંપરાગત અને નાવીન્યપૂર્ણ ગરબાઓના સમન્વય થકી કાર્યક્રમને ભારે સફળતા પ્રાપ્ત થઈ હતી. નવરાત્રિ ઉત્સવ 2022ને વડીલવર્ગ અને યુવાવર્ગ સહિત તમામ લોકોએ આનંદસહ માણ્યો હતો. પરંપરાને આગળ વધારવા અને નવી પ્રતિભાઓને ગરબાની કળા માટે પ્રેરિત કરવા ઉત્સવના એક દિવસે બાળકો માટે જ વિશેષ ગરબા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

વિભુતિબહેન શાસ્ત્રીય સંગીતના તાલીમબદ્ધ ગાયિકા છે અને સંગીત શિક્ષણ ક્લાીસીસ મારફત સંગીતને લોકભોગ્ય બનાવે છે. દરેક નવરાત્રિએ તેઓ પોતાના ગ્રૂપમાં તેમની સાથે ગાવા નવા ગાયકોને તાલીમ આપે છે. નવરાત્રિની તૈયારી માટે ઈંગ્લિશ અને ગુજરાતીમાં ગરબા લખવા સહિત પોતાના ઘરમાં નિયમિત પ્રેક્ટિસ સેશન્સ રાખે છે.

લિમ્બાચીઆ સેવા મંડળની સ્થાપના 1999માં થઈ હતી અને બિનનફાકારી સંસ્થા તરીકે તે ડોનેશન્સ અને સ્પોન્સરશિપના સપોર્ટથી કોમ્યુનિટી માટે કાર્યરત છે. સંસ્થાના સ્થાપક સભ્યો દીલિપભાઈ ચોક અને મુકેશભાઈ ચોક સ્વયંસેવકોની મદદ સાથે નિઃસ્વાર્થપણે કોમ્યુનિટીની સેવા કરે છે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter