વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના 47મા પાટોત્સવ પ્રસંગે પારાયણ

Saturday 09th July 2022 08:54 EDT
 
 

લંડનઃ નરનારાયણ દેવ મંદિર - ભુજના તાબા હેઠળના શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ - વિલ્સડન મંદિરના 47મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી પ્રસંગે તા. 11થી 17 જુલાઇ દરમિયાન પારાયણ સહિત વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પારાયણનો પ્રારંભ 11 જુલાઇએ સવારે 9-00 વાગ્યાથી થશે, અને પૂર્ણાહૂતિ 17 જુલાઇએ થશે. આ દિવસો દરમિયાન 11થી 15 જુલાઇ દરમિયાન સવારે 9-00થી 11-00 અને સાંજે 6-00થી 8-00, 16મી જુલાઇએ સવારે 9-00થી 11-00 અને સાંજે 4-00થી 5-30 અને 17મી જુલાઇએ સવારે 9-00થી 11-00 સ્વામિનારાયણ મંદિર - ભુજના સંતો કથામૃતનું સુમધુર શૈલીમાં રસપાન કરાવશે. બળદિયાના વાલજીભાઇ કલ્યાણ વેકરીઆ પરિવાર અને સુખપર-રોહાના કરસન કેસરા પિંડોરીઆ પરિવારના યજમાનપદે યોજાનારી આ પારાયણ દરમિયાન 13મી જુલાઇએ સવારે 8-00 વાગ્યે શ્રી ઘનશ્યામ મહારાજનો મહાભિષેક થશે. તો 15મી જુલાઇએ સાંજે ભક્તિસંગીત કાર્યક્રમ અને 16મી જુલાઇએ સાંજે ગુજરાતી શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે. પારાયણની પૂર્ણાહૂતિ 17 જુલાઇએ સવારે 11-00 વાગ્યે થશે.

કાર્યક્રમની વધુ વિગત માટે જુઓઃ www.sstw.org.uk
• સ્થળઃ શ્રી સ્વામિનારાયણ મંદિર - વિલ્સડન,
220-222 વિલ્સડન લેન, લંડન - NW25RG


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter