સંસ્કૃતિ સેન્ટર દ્વારા હાઉસ ઓફ લોર્ડ્સમાં નૃત્ય અને આરોગ્યનો ઈવેન્ટ

Tuesday 24th October 2023 14:16 EDT
 
 

લંડનઃ સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા APPG ફોર ડાન્સના સહયોગમાં હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે મહત્ત્વના ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે મેન્ટલ હેલ્થ અવેરનેસ વીકની સાથે સુસંગત હતું. ‘ધ રોલ ઓફ ડાન્સ ઈન હેલ્થ, વેલબીઈંગ એન્ડ કોમ્યુનિટી કોહેશન (આરોગ્ય, સ્વાસ્થ્ય અને સામુદાયિક સુસંવાદિતામાં નૃત્યની ભૂમિકા)’ ટાઈટલ સાથેના ઈવેન્ટનું યજમાનપદ કો-ચેર બેરોનેસ હૂપર, બેરોનેસ મોબારિક અને બેરોનેસ સાટેરની ઉપસ્થિતિમાં બેરોનેસ ફ્રેઝર દ્વારા સંભાળવામાં આવ્યું હતું. ઈવેન્ટમાં રસપ્રદ રજૂઆતો અને નૃત્યોની પેશકશ કરવામાં આવી હતી.

ભારતીય હાઈ કમિશનમાં પ્રેસ એડવાઈઝર સારાહ કુરેશીએ નૃત્ય અને પરફોર્મિંગ આર્ટ્સ થકી જીવંત સેતુને મજબૂત બનાવવા વિશે જણાવાયું હતું જ્યારે બ્રિટિશ આર્મીમાં સર્જિકલ રજિસ્ટ્રાર કેપ્ટન મુનિશ ચૌહાણે યુદ્ધના તણાવ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે વાત કરી હતી. શીઈન્સ્પાયર્સ નેટવર્કના સ્થાપક ગુલનાઝ બ્રેનાને ઘરેલુ હિંસામાંથી બચી જનારાને ડાન્સ થકી સશક્ત બનાવવા વિશે જણાવ્યું હતું. ગાયિકા અને ગીતલેખિકા રેણુ ગિડુમલે ડિમેન્સીઆ પર સંગીતની અસર તેમજ રાગેશ્વરાના ચાનુક્યા રાજાગોપાલાએ બોલિફિટ વિશે વાત કરી હતી. સંસ્કૃતિ સેન્ટરના સ્થાપક રાગસુધા વિન્જામુરીએ ઓટિસ્ટિક બાળકો અને ટ્રોમા ઈન્ટરવેન્શનમાં ડાન્સ થેરાપીના લાભ વિશે જણાવ્યું હતું.

સ્નાયુઓને તાકાત, રક્ત પરિભ્રમણ, શારીરિક અવસ્થા અને સંકલનને સહાય કરતી નૃત્યભંગિમાઓની રજૂઆત પરફોર્મન્સ થકી ડો. એડ્રિઆના, લક્ષ્મી પિલ્લાઈ, હૃષિકેશ કિઝિક્કિયીલ અને રાગસુધા વિન્જામુરી દ્વારા કરાઈ હતી. સુશીલ રપટવાર અને મંજુ સુનિલે રજૂઆતકારોનો પરિચય આપ્યો હતો. આ કાર્યક્રમના વિષયોથી મંત્રમુગ્ધ બની રહેલા ઓડિયન્સે કાર્યક્રમ પછી ઘણા સારા ફીડબેક આપ્યાં હતા. કાર્યક્રમમાં બેટર લાઈવ્ઝ ફાઉન્ડેશનની ટીમ, કાઉન્સિલર શરદ કુમાર ઝા, ઓરેન્જ ચેમ્પિયન જેની હાઈડ, ડો. બોઝ, ડો. શ્રીનિવાસ, ડો. મેરુગુમાલા, ડો. વિજયા, UoSLના રેણુ ગુપ્તા, IWLUKના લોવિના શિનોય સહિત અનેકની ઉપસ્થિતિ તરી આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter