સંસ્થા સમાચાર (અંક 01 એપ્રિલ 2023)

સંસ્થા સમાચાર

Wednesday 29th March 2023 10:08 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• હનુમાન હિન્દુ ટેમ્પલ, બ્રેન્ટફોર્ડ TW8 8NQ ખાતે રામનવમી નિમિત્તે તા.૧લી એપ્રિલે સવારે ૧૧ વાગ્યાથી શ્રી રામ અને સીતાજીના શુભવિવાહ કરવામાં આવશે. તા. ૫ એપ્રિલે હનુમાન જયંતિ નિમિત્તે સવારે ૧૧ વાગ્યાથી શ્રી હનુમાનજી અભિષેક, અને સાંજે ૭.૦૦ વાગ્યે સિંદૂર અર્ચના, હનુમાન ચાલીસા અને ભજનનો કાર્યક્રમ યોજાયો છે. વધુ વિગત માટેસંપર્ક જીતુભાઇ દવે 07939 021016.
• શ્રી સનાતન હિન્દુ મંદિર, ઇલીંગ રોડ, વેમ્બલી ખાતે તા.૩૦ માર્ચ, ગુરૂવારના રોજ રામનવમી મહોત્સવ ઉજવાશે. સવારે ૧૧ વાગ્યે ભજન ત્યારબાદ શ્રી રામલલ્લાનો પારણા ઉત્સવ. ત્યારબાદ તા. ૫ એપ્રિલ, બુધવારે હનુમાન જયંતિ નિમિત્તે સવારે ૮.૦૦થી મોડી રાત સુધી શ્રી હનુમાન ચાલીસા પાઠ.
• રાધા-કૃષ્ણ, શ્યામા આશ્રમ, બાલમ મંદિર દ્વારા તા. ૬ એપ્રિલના રોજ બપોરે ૧.૦૦ થી ૪.૦૦ દરમિયાન શ્રી હનુમાન જયંતિ ઉજવાશે. જેમાં સુંદરકાંડ અને હનુમાન ચાલીસા પાઠ થશે. મનોરથી બનવા ઇચ્છુકે દેવ્યાનીબહેનનો સંપર્ક કરવો. સૌ હરિભક્તોને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: દેવ્યાનીબેન:07929 165395.
• ગુર્જર હિન્દુ યુનિયન, ક્રોલી, એપલ ટ્રી સેન્ટર દ્વારા તા. ૩૦ માર્ચે બપોરે ૧૨ થી ૧૩.૩૦ શ્રીરામ નવમી ઉજવાશે. તા.૩૧ માર્ચે ૫૧ યમુનાજી લોટી ઉત્સવ અને તા.૧લી એપ્રિલ શનિવારે શ્રી હનુમાન જયંતિ અને રવિવારે સવારે ૧૧ થી ૪ માતાજીની ચોકીનું આયોજન કરાયું છે. સંપર્ક: મંદિર 01293 530105
• શ્રી વિશ્વકર્મા એસોસિએશન-યુ.કે. દ્વારા રવિવાર, ૧૬ એપ્રિલ ૨૦૨૩ના રોજ બપોરે વાગ્યાથી અક્સેન્ડન મેનોર પ્રાઇમરી સ્કૂલ, વિસ્ટા વે, HA3 0ux ખાતે ૧૧ હનુમાન ચાલીસા અને ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમના અંતે મહાપ્રસાદ. સમાજના સભ્યો માટે ફ્રી, નોન સભ્ય માટે ૮ પાઉન્ડ ફી. મહાપ્રસાદનો બગાડ ના થાય એ માટે સૌએ અગાઉથી 07960037339 ટેક્સ્ટ કરીને
જાણ કરવી.
• કરમસદ સમાજ યુ.કે. દ્વારા તા.૨૩ એપ્રિલ, રવિવારના રોજ બપોરે ૨.૩૦ વાગ્યાથી વાર્ષિક સંમેલનનો કાર્યક્રમ યોજાયો છે. સ્થળ: NAKSHATRA, Sankey vLane, Feltham, TW13 7NA. વધુ વિગત માટે સંપર્ક મહેન્દ્રભાઇ પટેલ 020 8777 4881.
• શ્રી હનુમાન ટેમ્પલ, સાળંગપુર ધામ, લેસ્ટર, ૨૯૯, મેલ્ટન રોડ ખાતે ગુરુવાર ૬ એપ્રિલે હનુમાન જયંતિ ઉજવાશે.
• શ્રી હિન્દુ ટેમ્પલ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, લેસ્ટર ખાતે તા. ૬ એપ્રિલ, ગુરૂવારે હનુમાન જયંતિ ઉજવાશે. આ નિમિત્તે શ્રી હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.
• ચિન્મય મિશન - યુકે દ્વારા હનુમાન જયંતી પ્રસંગે 2 એપ્રિલ - રવિવારે (સવારે ૯.૦૦થી સાંજે ૬.૦૦) ૧૦૮ હનુમાન ચાલીસા પાઠ સહિત દિવસભર ધાર્મિક - સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભોજન પ્રસાદનું આયોજન થયું છે. તમામ કાર્યક્રમો સંસ્થાના નવનિર્મિત સંકુલ ચિન્મય કિર્તી (૨ એર્ગટન ગાર્ડન્સ, હેન્ડન, લંડન - NW4 4BA) ખાતે યોજાશે.
• બીએપીએસ નિસ્ડન સ્વામિનારાયણ મંદિરે ૩૦ માર્ચે સ્વામિનારાયણ જયંતી અને રામનવમીની ધામધૂમથી ઉજવણી થશે. આ પ્રસંગે ભક્તજનો ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામચંદ્રજીને પારણે ઝુલાવવા સહિતના કાર્યક્રમોનો લાભ લઇ શકશે. ભગવાનનાં દર્શન (સવારે ૯.૦૦થી રાત્રે ૮.૦૦), અન્નકૂટ (સવારે ૧૧.૦૦), અન્નકૂટ આરતી અને રાજભોગ આરતી (સવારે ૧૧.૪૫), શ્રી રામચંદ્ર ભગવાનની જન્મોત્સવ આરતી (બપોરે ૧૨.૦૦), શ્રી રામચંદ્રજીને પારણે ઝૂલાવવાનો લાભ (બપોરે ૧૨.૦૦થી રાત્રે ૮.૦૦), સંધ્યા આરતી (સાંજે ૭.૦૦), શ્રી સ્વામિનારાયણ જયંતી તથા શ્રી રામનવમી સભા (રાત્રે ૮.૦૦થી ૧૦.૧૫) અને શ્રી સ્વામિનારાયણ ભગવાન જન્મોત્સવ આરતી (રાત્રે ૧૦.૧૦). કાર્યક્રમની વધુ વિગતો માટે જૂઓ neasdentemple.org. સ્થળઃ પ્રમુખ સ્વામી રોડ, નિસ્ડન, લંડન NW10 8HW
• કૃષ્ણ મિશન - યુકે અને સમર્પણ ગૌશાળા - ગોવર્ધન (ભારત)ના સંયુક્ત ઉપક્રમે ૩થી ૯ એપ્રિલ (દરરોજ બપોરે ૩.૩૦થી સાંજે ૬.૩૦) પૂ. શ્રી સંજીવ કૃષ્ણ ઠાકુરજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરાયું છે. સ્થળઃ ગીતા ભવન મંદિર, ૧૦૭-૧૧૭ હિથફિલ્ડ રોડ, હેન્ડ્સવર્થ, બર્મિંગહામ - B19 1HL વધુ માહિતી માટે સંપર્કઃ નરેશ કાટ્વા (ફોનઃ 07976 705 571)
• બ્રહ્મકુમારીસ લંડન દ્વારા રાજયોગ કોર્સ ઘરે બેઠાં ગુજરાતીમાં કરી શકાય તે માટે ઓનલાઇન સેશનનું આયોજન કરાયું છે. તા. 1થી 7 એપ્રિલ (સમયઃ સાંજે 6.30થી 8.00 યુકે ટાઇમ). ઝૂમ મિટીંગ આઇડીઃ 9125 5093 484 - પાસવર્ડઃ 963133.
• વિશ્વપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં છઠ્ઠી એપ્રિલે હનુમાન જયંતી પર્વે હનુમાન દાદાની ૫૪ ફૂટ ઊંચી પંચધાતુની વિરાટકાય પ્રતિમાનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે. આ સાથે જ 55 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું પણ લોકાર્પણ થશે. આ હાઈટેક ભોજનાલયમાં એક સાથે 4000 લોકો ડાયનિંગ ટેબલ પર બેસીને જમી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter