બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• ગેલેક્સી શોઝ - લંડન અને પંકજ સોઢા દ્વારા કોમેડી નાટક ‘બા અમારા બાઝીગર’ની વર્લ્ડ ટુર. મનોરંજનના મહારાણી કોમેડી ક્વીન પ્રતિમા ટી.ને મુખ્ય ભૂમિકામાં ચમકાવતાં આ નાટકમાં તેમની સાથે અભિયના ઓજસ પાથરે છે જીતુ કોટક, જિનલ રાવલ, અક્ષય પટેલ, ફાલ્ગુની રાવલ, હેલી પંચાલ અને નિરવ મશરૂવાલા. પ્રોડ્યુસર્સ રાજુ શાહ - અનિશ શાહ તથા યોગેશ શાહ દ્વારા નિર્મિત અને અક્ષય પટેલ દ્વારા લિખિત નાટકનું દિગ્દર્શન કર્યું છે ખુદ પ્રતિમા ટી.એ. યુકેમાં નાટકના શો તા. 1 મે - સ્થળઃ રાયસ્લીપ વિન્સ્ટન ચર્ચિલ (પી.આર. પટેલ - 07957 555 226), તા. 2 મે - સ્થળઃ વુડમેન સ્ટર્ન સ્કૂલ (કલ્પના - 07958 708 139), તા. 3 મે - સ્થળ લુટન લાઇબ્રેરી થિયેટર (કમલ આચાર્ય - 07713 130 144), તા. 4 મે - સ્થળઃ રાયસ્લીપ (મહેન્દ્ર પટ્ટણી - 07850 032 392), તા. 8 મે - સ્થળઃ લેસ્ટર પીપુલ એન્ટરપ્રાઇસ (વસંત ભક્તા - 07860 280 655), તા. 9 મે - સ્થળઃ રાયસ્લીપ (ચેતના પટેલ - 07341 752 575 અને મંજુ - 07931 534 270) અને તા. 10 મે - સ્થળઃ રાયસ્લીપ (હેમા પટેલ - 07939 121 614).
• નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા નારાયણ ભજન સત્સંગ અને સન્માન સમારોહ તા. 30 એપ્રિલ - બપોરે 12.00થી 3.00 સ્થળઃ યુકે એશિયન વિમેન્સ ક્લબ, નોર્થ હેરો મેથોડિસ્ટ ચર્ચ, પિનર રોડ, હેરો - HA2 6EQ (સંપર્કઃ ગોપેશ શર્મા - +917023 003320), તા. 5 મે - સવારે 11.00થી 3.00 સ્થળઃ હિન્દુ ટેમ્પલ સોસાયટી, 380 સ્ટોની સ્ટેન્ટન રોડ, કોવેન્ટ્રી - CV6 5DJ (સંપર્કઃ વિકીભાઇ - 07980 885135), તા. 10 મે - સાંજે 5.00થી 8.00 સ્થળઃ ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર, 43 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ - IG1 1EE (સંપર્કઃ સુરિન્દર ગૌતમ - 07504981198) અને તા. 13 મે - સવારે 10.00થી બપોરે 2.00 સ્થળઃ લક્ષ્મી નારાયણ મંદિર, 541ઓ વોર્વિક રોડ, ટાયસ્લે, બર્મિંગહામ - B11 2JP (સંપર્કઃ સુમનભાઇ - 07870949423). કાર્યક્રમોની વધુ વિગત માટે સંપર્કઃ ટ્રસ્ટી ભીખુભાઇ પી. પટેલ - ફોનઃ 07973 266569
• ગુર્જર હિન્દુ યુનિયન અને ગુજરાતી કલ્ચરલ સોસાયટી-બ્રાયટનના સંયુક્ત ઉપક્રમે ભાવિક હરિયા સંગ ક્રોઅલી ભજન જામિંગ. તા. 3 મે - સમયઃ બપોરે 2.00 વાગ્યાથી. સ્થળઃ એપલ ટ્રી સેન્ટર, આઇફિલ્ડ એવન્યુ, ક્રોઅલી - RH11 0AF. વધુ વિગત માટે સંપર્કઃ ધીરુભાઇ ગઢવી 07780 667160 / ટીના 07858 888058
• આનંદ મંગલ ગ્રૂપ દ્વારા ‘ગુજરાત દિવસ’ની ઉજવણી પ્રસંગે ગીત-સંગીત, નાટક, રાસગરબા. તા. 9 મે (બપોરે 12.00 વાગ્યાથી). સ્થળઃ વોટલીંગ કોમ્યુનિટી સેન્ટર, 145 ઓરેન્જ હિલ રોડ, એજવેર - HA8 0TR.
• તુલસી સેવા ટ્રસ્ટના ઉપક્રમે પ.પૂ. આચાર્ય બ્રહ્મર્ષિ શ્રી ઋષિવરજીના વ્યાસપીઠ પદે તા. 19થી 25 મે (બપોરે 3.00થી સાંજે 7.00) શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ. સ્થળઃ શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી, મિડલસેક્સ - HA0 3DW. વધુ માહિતી માટે સંપર્કઃ +44 7407 434355

