બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• જૈન વિશ્વ ભારતી-લંડન અને જૈન વર્લ્ડ પીસ સેન્ટરના ઉપક્રમે અક્ષય તૃતીયા ઉજવણી પ્રસંગે સમણી મલય પ્રજ્ઞાજી અને સમણી નીતિ પ્રજ્ઞાજીના સાંનિધ્યમાં એન. સેઠિયા ગ્રૂપ લિમિટેડના ચેરમેન નિર્મલજી સેઠિયાનો ‘બિયોન્ડ સેલ્ફ, બિયોન્ડ અવર ટાઇમઃ લેસન્સ ફોર અ ફ્લોરીશીંગ ફ્યુચર’ વિષય પર પ્રેરણાદાયી વાર્તાલાપ ઉપરાંત પ્રવચન, યુવાનો સાથે ચર્ચા અને સાંસ્કૃતિક કાર્યક્રમ. તારીખ અને સમયઃ 3 મે, સવારે 10.00 વાગ્યાથી. સ્થળઃ એલમ મેનોર હાઉસ એન્ડ હોલ, 2 એલમ લેન, એલસ્ટ્રી, હર્ટ્સ WD6 3PJ. વધુ માહિતી માટે સંપર્કઃ પ્રજ્ઞા દામાણી - ફોનઃ 0782445613 અથવા જૂઓ વેબસાઇટ www.jvblondon.org