બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• શ્રી વલ્લભ નિધિ યુકે - શ્રી સનાતન હિન્દુ મંદિર ખાતે તા. 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી પર્વની ઉજવણી. સાંજે 5.30 વાગ્યાથી ભજન-કીર્તન અને 7.30 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ. બાદમાં આરતી અને પારણા દર્શન. સ્થળઃ ઇલિંગ રોડ, આર્લ્પટન, વેમ્બલી, મિડલસેક્સ - HA0 4TA.) વધુ માહિતી માટે સંપર્કઃ મંદિરના પૂજારી ભાવિકભાઇ - 07801 838 511
• VYO (વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન) અને બાલમ મંદિર (રાધાકૃષ્ણ-શ્યામા આશ્રમ-શ્રીનાથજી હવેલી) દ્વારા જન્માષ્ટમી અને નંદ મહોત્સવની ઉજવણી. જન્માષ્ટમી પ્રસંગે તા. 4 સપ્ટેમ્બરે પંચામૃત સ્નાન સવારે 6.30 વાગ્યે, તિલક-શ્રૃંગાર દર્શન સવારે 11.00 વાગ્યે, રાજભોગ દર્શન 12.30 વાગ્યે, કૃષ્ણ જન્મોત્સવ સાંજે 6.30 વાગ્યાથી, આરતી સાંજે 7.30 વાગ્યે અને જન્મ દર્શન રાત્રે 12.00 વાગ્યે. તા. 5 સપ્ટેમ્બરે નંદ મહોત્સવ સવારે 11.00 વાગ્યે, મહાપ્રસાદી બપોરે 1.00 વાગ્યે અને શયન દર્શન-આરતી સાંજે 5.30 વાગ્યે. સ્થળઃ બાલમ મંદિર, 33 બલહામ હાઇ રોડ, ક્રોલી, લંડન - Sw12 9AL. વધુ વિગત માટે સંપર્કઃ 79 2916 5395
• શ્રી કુંજવિહારી ટેમ્પલ વૃંદાવન - યુકે દ્વારા તા. 5 સપ્ટેમ્બરે (સવારે 11.00થી સાંજે 5.00) જન્માષ્ટમી પર્વની ઉજવણી પ્રસંગે દર કલાકે આરતી, મહેંદી, ફેસ પેઇન્ટીંગ, બાળકો માટે મનોરંજન, ફૂડ સ્ટોલ્સ, ભજન જેમિંગ તેમજ ગીત-સંગીત સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો. સ્થળઃ ઓલ્ડ લ્યોનિયન ગ્રાઉન્ડ્સ, 74 પીનર વ્યૂ, હેરો - HA1 4QF
• પૂ. ગિરિબાપુની શિવકથા તા. 2થી 8 સપ્ટેમ્બર લ્યૂટન હિન્દુ મંદિર (સ્થળઃ હીયરફોર્ડ રોડ, લ્યૂટન - LU4 0PS) કથાનો સમય સાંજે 4.00થી 7.00. વધુ માહિતી માટે સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• શ્રી રામ મંદિર ખાતે તા. 6 સપ્ટેમ્બર (સવારે 10.00થી બપોરે 1.00) મહેશભાઇ કારિયા અને ગ્રૂપ દ્વારા ભજન-કીર્તન અને ઉર્મિલાબહેન તથા મુકુંદભાઇ સામાણીના ઉપક્રમે જલારામ પ્રસાદી. સ્થળઃ હિલયાર્ડ રોડ, લેસ્ટર - LE4 5GG
• શ્રી લક્ષ્મી નારાયણ ટેમ્પલ અને વૃંદાવન ટ્રસ્ટ દ્વારા તા. 12 સપ્ટેમ્બરના રોજ (સાંજે 4.00થી 8.00સુધી) શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે ભવ્ય નંદોત્સવ, નરસિંહ લીલા અને ગિરિરાજ પૂજન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, મહા આરતી અને મહાપ્રસાદ. સ્થળઃ શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, 60 ન્યૂલ્ટટ્ટે ક્લોઝ, હંસલો - TW3 4JG
• પંકજ સોઢા દ્વારા પ્રસ્તુત કોમેડી નાટક ‘હાલો પટેલભાઇની જાનમાં’. નિર્માતા-દિગ્દર્શક નિમેશ શાહ, મુખ્ય કલાકારોઃ નિમેશ શાહ, મલ્લિકા શાહ, જિજ્ઞા ત્રિવેદી વૈદ્ય, અંકિતા રાવલ, પિયુષ અઢિયા, મનિષ વિઠલાણી, સ્વપ્નિલ અગ્વેકર. તા. 4 - 5 સપ્ટેમ્બર (રાત્રે 8.00 વાગ્યે) અને તા. 6 સપ્ટેમ્બર (બપોરે 2.30 વાગ્યે) સ્થળઃ વિન્સ્ટન ચર્ચિલ, થિયેટર રુઇસ્લીપ
• ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ઓનલાઇન ઝૂમ ઇવેન્ટમાં ઉષા ઉપાધ્યાયનાં કવિતા સર્જન - વિવેચન - સંશોધન અને સંપાદન અંગે કાવ્યચર્ચા. તા. 5 સપ્ટેમ્બર (સમયઃ બપોરે 2.00 કલાકે). ઝૂમ મિટીંગ આઇડીઃ 397 632 9244. આ કાર્યક્રમનું ગુજરાતી સાહિત્ય અકાદમીના ફેસબુક પર પણ લાઇવ સ્ટ્રીમીંગ થશે.
• એબ્રોક્સ ઇવેન્ટ્સ દ્વારા બોલિવૂડના બે મહાન ગાયકોને અંજલિ આપતો સંગીતમય કાર્યક્રમ ‘આઇકોનિક ડ્યુઓ - રફી અને કિશોર’ તા. 6 સપ્ટેમ્બર (સાંજે 5.00થી 8.30). ગાયકો ફહાદ યાફ અને મનીષા શર્મા. સ્થળઃ હેરો આર્ટ્સ સેન્ટર, 171 એક્સબ્રિજ રોડ, હેચ એન્ડ, પીનર, લંડન - HA5 4EA વધુ માહિતી માટે સંપર્કઃ બોક્સ ઓફિસ - 020 3773 7161
• નારાયણ સેવા સંસ્થાન દ્વારા 47મો દિવ્યાંગ સમુહ લગ્ન સમારોહ તા. 19 અને 20 સપ્ટેમ્બરના રોજ (સ્થળઃ સેવા મહાતીર્થ, બડી, ઉદયપુર). વધુ માહિતી માટે સંપર્કઃ ટ્રસ્ટી ભીખુભાઇ પટેલ (લંડન) 07973 266 569 / પ્રમુખ પ્રશાંત અગરવાલ (ભારત) - 99287 44444.


