સંસ્થા સમાચાર (અંક 12 જુલાઇ 2025)

Wednesday 09th July 2025 08:04 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

વિલ્સડન સ્વામિનારાયણ મંદિરનો સુવર્ણ જયંતી સમારોહ
‘સહજાનંદ સહાયતે - ધ ફેસ્ટિવલ ઓફ ગોલ્ડન હાર્ટ્સ’
નરનારાયણદેવ મંદિર - ભુજ તાબા હેઠળના શ્રી સ્વામિનારાયણ મંદિર - વિલ્સડનની ઐતિહાસિક સુવર્ણ જયંતી પ્રસંગે ભવ્યાતિભવ્ય ઉજવણી ચાલી રહી છે. ‘સહજાનંદ સહાયતે - ધ ફેસ્ટિવલ ઓફ ગોલ્ડન હાર્ટ્સ’ અંતર્ગત 5 જુલાઇથી શરૂ થયેલા ઉત્સવનું 13 જુલાઇએ સમાપન થશે. અનેકવિધ કાર્યક્રમોની એક ઝલકઃ • તા. 9 સાંસ્કૃતિક કાર્યક્રમ ‘ગોલ્ડન હાર્ટસઃ લેગસી ઓફ ડિવોશન’ તથા ‘ગોલ્ડન હાર્ટ્સઃ ડિવાઇન જર્ની’ (સાંજે 7.45) • તા. 10 મહિલા નાટકઃ ઇકોસ ઓફ સુવાસિની, ભાઇઓ માટે ભજન-આશીર્વચન (સાંજેઃ 7.45) • તા. 11 રાસોત્સવ (સાંજે 7.45) • તા. 12 મહિલા ભક્તિ ‘હરી નામઃ લેટ યોર હાર્ટ સીંગ’ (બપોરે 2.00) અને લોક ડાયરો - રાજભા તથા રાજ ગઢવી (સાંજે. 7.45) • તા. 13 જુલાઇ સમાપન સમારોહ (સવારે 11.00). આ તમામ કાર્યક્રમો સહજાનંદ સભા મંડપ (નિસ્ડન સ્ટુડિયોસ, 430 હાઇ રોડ, લંડન - NW10 2DA) ખાતે યોજાશે. કાર્યક્રમ સ્થળે દરરોજ સવારે 7.30 વાગ્યે બ્રેકફાસ્ટ અને 11.30 વાગ્યે લંચ અને સાંજે 6.30 કલાકે ડીનર. આ પ્રસંગે દરરોજ સવારે 9.00 વાગ્યે અને સાંજે 4.00 વાગ્યે વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી રચિત શ્રીમદ્ હરિસ્મૃતિ નવાન્હ પારાયણ જ્ઞાનયજ્ઞ યોજાશે. તા. 5થી 13 જુલાઇ દરરોજ સવારે 5.30થી 7.00 દરમિયાન સ્વામિનારાયણ મંદિર - વિલ્સડન ખાતે મંગળા આરતી, ધૂન, શણગાર દર્શન તથા શણગાર આરતી થશે. કાર્યક્રમની વધુ વિગતો માટે જૂઓ વેબસાઇટ WWW.SSTW.ORG.UK/50
********
• ગેલેક્સી શો દ્વારા નાટક ‘પરણેલાની પૂંછડી વાંકી’ નિર્માતા-દિગ્દર્શક વિપુલ ઠક્કર, કલાકારોઃ વિપુલ ઠક્કર, હેતલ ગાલા, જિનલ રાવલ અને નિરવ મશરુવાલા. તા. 11 જુલાઇ નોટિંગહામ (સાંજે 7.00 વાગ્યે), તા. 12 જુલાઇ સ્ટ્રેધામ (સાંજે 7.00), તા. 13 જુલાઇ રાયસ્લીપ (બપોરે 2.30) અને તા. 17 જુલાઇ બ્લૂ રૂમ (રાત્રે 8.00)
• શનિવાર 12 જુલાઇના રોજ સવારના ૧૧ થી ૫.૩૦ ધ રોક્સીથ શો - સમર ૨૦૨૫નું આયોજન રોક્સીથ ફ્રેન્ડસ ગૃપ તરફથી કરાયું છે. ૧૯૭૯થી કોમ્યુનિટી અને કલ્ચરની ઉજવણી થાય છે. જેના ચેર છે ડો. માનેક પટેલ. કુટુંબના સૌ સભ્યો માટે વિવિધ પ્રકારનું મનોરંજન. બાળકો માટે આર્ટ્સ અને ક્રાફ્ટ્સ, લાઇવ બેન્ડ્સ, ચેરિટીસ અને એડવાઇઝ સર્વિસીસ વગેરે. પ્રવેશ વિનામૂલ્યે. સ્થળ: રોક્સીથ ક્રિએશન ગ્રાઉન્ડ, કિંગ્સલી રોડ, સાઉથ હેરો, HA2 8LF સંપર્ક : ડો. માનેક પટેલ: 07762 354 651


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter