બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• શ્રીજી ધામ હવેલી (લેસ્ટર) ખાતે તા. 12 સપ્ટેમ્બરના રોજ (સાંજે 7.30થી 10.30) ગાયિકા માયા દીપક અને શશિ રાણા સાથે શ્રેષ્ઠ કલાકારોની સંગતમાં સદાબહાર જૂના હિન્દી ગીતો તથા શાસ્ત્રીય ગુજરાતી રચનાથી સભર કાર્યક્રમ ‘સ્વરાંજલિ’ સંગીત સંધ્યા. સ્થળઃ 504, મેલ્ટન રોડ, લેસ્ટર LE4 7SP. વધુ માહિતી માટે સંપર્ક: પ્રવીણ મજીઠિયા - 07971 626464 / ચંદ્રેશ બજારિયા - 07801 755148 / પ્રફુલ્લ ઠાકરાર - 07711 737117 / અમિત શાહ - 07812 005408 / હર્ષલ દેસાઈ - 07872 967503
• શ્રી લક્ષ્મી નારાયણ ટેમ્પલ અને વૃંદાવન ટ્રસ્ટ દ્વારા તા. 12 સપ્ટેમ્બરે (સાંજે 4.00થી 8.00) શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે ભવ્ય નંદોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહા આરતી અને મહાપ્રસાદ. સ્થળઃ શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, 60 ન્યૂલ્ટટ્ટે ક્લોઝ, હંસલો - TW3 4JG
• ધર્મજ સોસાયટી ઓફ લંડન દ્વારા ધસોલ પરિવારો - મિત્રો - પરિણીત દીકરીઓ તથા તેમના પરિવારજનો સહિત તમામ વતનીઓનો વાર્ષિક મિલન સમારોહ તા. 20 સપ્ટેમ્બર (બપોરે 2.00 વાગ્યાથી) સ્થળઃ ઓકિંગ્ટન મેનોર સ્કૂલ, ઓકિંગ્ટન મેનોર ડ્રાઇવ, વેમ્બલી - HA9 6NF. આપની કોન્ટેક્ટ ડિટેઇલ અપડેટ કરવા તેમજ RSVP માટે સંપર્કઃ મુકુંદભાઇ પટેલ (ફોનઃ 07543 833 758)
• પંકજ સોઢા દ્વારા પ્રસ્તુત કોમેડી નાટક ‘હાલો પટેલભાઇની જાનમાં’. નિર્માતા-દિગ્દર્શક નિમેશ શાહ, મુખ્ય કલાકારોઃ નિમેશ શાહ, મલ્લિકા શાહ, જિજ્ઞા ત્રિવેદી વૈદ્ય, અંકિતા રાવલ, પિયુષ અઢિયા, મનિષ વિઠલાણી, સ્વપ્નિલ અગ્વેકર. તા. 11 સપ્ટેમ્બર (રાત્રે 8.00 કલાકે) સ્થળઃ પીપુલ એન્ટરપ્રાઇઝ-લેસ્ટર તેમજ તા. 12 સપ્ટેમ્બર (રાત્રે 8.00 કલાકે) અને 13 સપ્ટેમ્બર (બપોરે 2.30 તથા રાત્રે 7.00 કલાકે) વિન્સટન ચર્ચિલ થિયેટર-રાયસ્લીપ
• નારાયણ સેવા સંસ્થાન દ્વારા 47મો દિવ્યાંગ સમુહ લગ્ન સમારોહ તા. 19-20 સપ્ટેમ્બર (સ્થળઃ સેવા મહાતીર્થ, બડી, ઉદયપુર). માહિતી માટે સંપર્કઃ ટ્રસ્ટી ભીખુભાઇ પટેલ (લંડન) 07973 266 569

