સંસ્થા સમાચાર (અંક 15 ઓગસ્ટ 2026)

Wednesday 12th August 2026 06:24 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

NCGO-યુકે દ્વારા ભારતના સ્વાતંત્ર્ય પર્વે તા. 15 ઓગસ્ટના રોજ (સાંજે 4.00થી 7.00) ગુજરાતનાં જાણીતાં ભક્તિસંગીત ગાયિકા પૂ. જયશ્રીદાસ માતાજીની ભજન સંધ્યા. તમામ મહેમાનોને પ્રસાદ. સ્થળઃ સંગત સેન્ટર, સેન્ક્રોફ્ટ રોડ, હેરો - HA3 7NS. માત્ર આમંત્રિતો માટેના આ કાર્યક્રમની વધુ વિગતો માટે સંપર્કઃ જીતુભાઇ પટેલ 07508 696583 / સંજયભાઇ ઓડેદરા 07956 332916
નવનાત વડિલ મંડળ દ્વારા તા. 14 ઓગસ્ટના રોજ (સવારના 11.00થી સાંજના 4.00) ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની સૂર-સંગીતના સથવારે ઉજવણી.
જૈન વિશ્વ ભારતી - લંડન તા. 15 ઓગસ્ટના રોજ ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી એમના પીનર સેન્ટરમાં આમંત્રિત મહેમાનોની હાજરીમાં કલ્ચરલ કાર્યક્રમ સહિત ઉજવશે.
હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ. તા. 16 ઓગસ્ટ (બપોરે 3.00થી 5.30 અને સાંજે 5.30થી 7.30 ડીનર). સ્થળઃ આર્લ્પટન કોમ્યુનિટી સ્કૂલ, સ્ટેનલી એવન્યુ, વેમ્બલી મિડલસેક્સ - HA0 4JE. માત્ર ટિકિટ દ્વારા પ્રવેશ. વધુ માહિતી માટે સંપર્કઃ મહેન્દ્ર પટ્ટણી - 07850 032 392.
નવનાત સેન્ટર ખાતે તા. 22 ઓગસ્ટના રોજ (સમયઃ સવારે 10.30થી સાંજે 4.00) ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની શાનદાર ઉજવણી. ભારતીય હાઇ કમિશન અને વિવિધ ભારતીય સંસ્થાઓના સહયોગથી યોજાઇ રહેલા આ કાર્યક્રમમાં સામેલ થવા ભારતીયોને પરિવારજનો-મિત્રો સાથે આમંત્રણ છે. સવારે 11 વાગ્યે ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતના ગાન સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. આ પ્રસંગે વિવિધ પ્રદેશના ફ્રી ફૂડ સ્ટોલની વ્યવસ્થા પણ કરાઇ છે. સ્થળઃ નવનાત સેન્ટર, પ્રિન્ટીંગ હાઉસ લેન, હેય્સ, UB3 1AR
• જર્મની સ્થિત યુનિવર્સિટી ઓફ બોનના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સ્કોલર અને ભારતીય કળા-સ્થાપત્ય તથા જૈન કળા-વારસાના ઉંડા અભ્યાસુ પ્રો. જુલિયા એ.બી. હેગેવાલ્ડ સાથે મીટ એન્ડ ગ્રીટનો ખાસ કાર્યક્રમ ઝૂમના માધ્યમથી. ઉલ્લેખનીય છે કે પ્રો. જુલિયા ટૂંક સમયમાં જ ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખાતે વર્ષ 2027 માટે સ્લેડ પ્રોફેસર ઓફ ફાઇન આર્ટ્સના પ્રતિષ્ઠિત હોદ્દાનો કાર્યભાર સંભાળવાના છે. ઝૂમ તારીખ અને સમયઃ 20 ઓગસ્ટ - સાંજે 4.00 (યુકે સમય). ઝૂમ મિટીંગ આઇડીઃ 865 4146 6265 (પાસકોડઃ 396715)
• પૂ. ગિરિબાપુની શિવકથા તા. 16 ઓગસ્ટ સુધી શ્રી ક્રિષ્ના ટેમ્પલ (સ્થળઃ શ્રી ગુજરાતી હિન્દુ સેન્ટર, 20 ચર્ચ ફિલ્ડ સ્ટ્રીટ, ડડલી - DY2 8QT) અને તા. 17થી 25 ઓગસ્ટ શ્રી સનાતન મંદિર (સ્થળઃ 84 વેમાઉથ સ્ટ્રીટ, લેસ્ટર - LE4 6FQ) બન્ને કથાનો સમય સાંજે 4.00થી 7.00. વધુ માહિતી માટે સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• મીમાંસા ફાઉન્ડેશન ટ્રસ્ટ - યુકે દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પૂ. ચિન્મયાનંદ બાપુજીના શ્રીમુખે શ્રી શિવ મહાપુરાણ કથા તા. 13થી 19 ઓગસ્ટ (દરરોજ બપોરે 3.00થી સાંજે 7.00). કથા બાદ દરરોજ મહાપ્રસાદ. સ્થળઃ શ્રી સનાતન હિન્દુ મંદિર, ઇલિંગ રોડ, વેમ્બલી, લંડન - HA0 4TA. વધુ માહિતી માટે સંપર્કઃ મીતા મારૂ 7581710197
• આણંદ ઓવરસીઝ બ્રધરહૂડ યુકેનો સ્નેહમિલન સમારોહ તા. 23 ઓગસ્ટના રોજ (સાંજે 5.00થી મોડી રાત સુધી). થ્રી-કોર્સ મીલ, લાઇવ ડીજે મ્યુઝિક, રાફેલ ડ્રો સહિતના વિવિધ કાર્યક્રમ. આણંદના સહુ ગામવાસીઓ અને દીકરીઓને પરિવાર સહ પધારવા આમંત્રણ છે. સ્થળઃ બ્લૂ રૂમ હેરો, 220 હેડસ્ટોન, લેન, હેરો - HA2 6LY
• બ્રહ્માકુમારી યુકે દ્વારા ભાઇ-બહેનના અતૂટ પ્રેમના પર્વ રક્ષાબંધનની ઉજવણી તા. 26 - 27 તથા 28 ઓગસ્ટના રોજ (સાંજે 6.30થી 8.30) અને તા. 29 ઓગસ્ટના રોજ (બપોરે 12.00થી 2.00 અને સાંજે 6.30થી 8.30). લંચ બપોરે 1.00 વાગ્યે અને ડીનર રાત્રે 8.00 વાગ્યે. સ્થળઃ ગ્લોબલ કોઓપરેશન હાઉસ, 65 પાઉન્ડ લેન, લંડન - NW10 2HH. વધુ માહિતી માટે સંપર્કઃ 020 8727 3350


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter