સંસ્થા સમાચાર (અંક 16 ઓગસ્ટ 2025)

Wednesday 13th August 2025 12:24 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

અનુપમ મિશન મંદિરે દશાબ્દી મહોત્સવ

• અનુપમ મિશન ખાતે પૂ. ગુરુહરી સંત ભગવંત સાહેબજીની નિશ્રામાં સ્વામિનારાયણ મંદિર ખાતે તા. 13થી 17 ઓગસ્ટ દશાબ્દી મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે ગુરુ આજ્ઞા મહિમા પર્વ અને સર્વોપરિ ઉપાસના સોપાન અંતર્ગત તા. 13 સાંજે 5.00થી 6.30 દર્શન મહોત્સવનો પ્રારંભ, રાત્રે 8.00 સાંસ્કૃતિક કાર્યક્રમ, તા. 14 સવારે 10.00થી 12.30 સર્વોપરિ ઉપાસના સભા, સાંજે 5.00થી 6.30 પ.પૂ. અશ્વિનદાદા જીવન મહાત્મય દર્શન અને રાત્રે 8.00થી 9.30 પ.પૂ. શાંતિદાદા જીવન મહાત્મય. તા. 15 સવારે 9.30થી 12.30 મંદિરજી દશાબ્દી મહોત્સવ મહાયજ્ઞ, સાંજે 5.00થી 6.30 ભારતના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અને ધ્વજવંદન અને રાત્રે 8.00થી 10.00 કિર્તન સંધ્યા, તા. 16 સવારે 9.00થી 10.30 શ્રી ઠાકોરજીનો 10મા પાટોત્સવની ઉજવણી, સવારે 11.00થી 12.30 દશાબ્દી પાટોત્સવ સભા, સાંજે 5.00થી 6.30 ગુરુ આજ્ઞા મહિમા સભા અને રાત્રે 8.00થી 10.00 કિર્તન તથા ગરબા જ્યારે તા. 17 સવારે 10.00થી 12.30 પૂ. હિંમત સ્વામી પ્રાગટ્ય દિન ઉજવણી અને સમાપન સમારોહ. સમગ્ર આયોજન દરમિયાન મહાપ્રસાદ વિતરણ. સ્થળઃ ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેન્હામ, અક્સબ્રીજ - UB9 4NA

•••

નિસડન મંદિરે જન્માષ્ટમી પર્વની ઉજવણી
બીએપીએસ નિસડન સ્વામિનારાયણ મંદિર ખાતે 16 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી પર્વે ભગવાન શ્રીકૃષ્ણને પારણે ઝૂલાવવા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા છે. આ પર્વે અન્નકૂટ દર્શન (સવારે 9.00થી રાત્રે 8.00), ઉત્સવ સભા (રાત્રે 6.15થી 8.15), શ્રીકૃષ્ણ જન્મોત્સવ આરતી (રાત્રે 8.00) તેમજ સમગ્ર દિવસ દરમિયાન ભગવાનના દર્શનનો લાભ. સ્થળઃ પ્રમુખ સ્વામી રોડ, નિસડન, લંડન - NW10 8HW. વધુ માહિતી માટે જૂઓ વેબસાઇટઃ neasdentemple.org

•••

• એસકેએસએસ વુલ્વીચ (સેન્ટ માર્ગરેટ્સ ગ્રોવ, લંડન - SE18 7RL) ખાતે તા. 16ઓગસ્ટ સાંજે 5.00 વાગ્યાથી જન્માષ્ટમી મહોત્સવ. આરતી-કથા, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, દાંડિયા રાસ અને ભોજન પ્રસાદ.
• શ્રી વલ્લભ નિધિ-યુકે અને શ્રી સનાતન હિન્દુ મંદિર (ઇલિંગ રોડ, એલ્પર્ટન, વેમ્બલી, મિડલસેક્સ - HA0 4TA) ખાતે તા. 16 ઓગસ્ટ સાંજે 5.30 વાગ્યાથી જન્માષ્ટમી ઉજવણી. સાંજે 7.30 શ્રી કૃષ્ણ જન્મ બાદમાં આરતી અને પારણા દર્શન. વધુ વિગત માટે સંપર્કઃ પૂજારી ભાવિકભાઇ - ફોનઃ 07801 838 511
• શ્રી સ્વામિનારાયણ મંદિર - સ્ટેનમોર (વુડ લેન, સ્ટેનમોર - HA7 4LF) ખાતે તા. 17 ઓગસ્ટ બપોરે 3.00થી 6.00 જનમંગલ અનુષ્ઠાનમ્. ભગવાન સન્મુખ જનમંગલ સ્તોત્રનું સામૂહિક પઠન. વધુ વિગત માટે સંપર્કઃ મોબાઇલ - 07823 882 025
• ભક્તિવેદાંત મેનોર (હિલફિલ્ડ લેન, વોટફોર્ડ - WD25 8EZ) ખાતે અગ્રણી હિન્દુ સંગઠનોના સહયોગમાં તા. 19 ઓગસ્ટના રોજ સવારે 10.00થી સાંજે 4.15 સુધી સેવા વોલન્ટીયરીંગ ડેની ઉજવણી.
• શ્રાવણ માસમાં પૂ. ગીરીબાપુના વ્યાસપીઠ પદે શિવકથા તા. 10થી 16 ઓગસ્ટ શ્રી માંધાતા સમાજ કોમ્યુનિટી (સેન્ટર ક્રોસ રોડ, કોવેન્ટ્રી - CV6 5GU) અને તા. 17થી 26 ઓગસ્ટ વિશ્વ હિન્દુ મંદિર (2 લેડી માર્ગારેટ રોડ, સાઉથોલ - UB1 2RA). બન્ને સ્થળે કથાનો સમય સાંજે 4.00થી 7.00. વધુ માહિતી માટે સંપર્કઃ અશ્વિન પટેલ - 07949888226
• ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા પાટોત્સવ સમારોહ પ્રસંગે તા. 23થી 29 ઓગસ્ટ (દરરોજ સાંજે 4.00થી 7.30) આચાર્ય પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસપીઠ પદે શ્રીમદ્ ભાગવત કથા. મહાપ્રસાદ દરરોજ સાંજે 7.00થી 9.00. સ્થળઃ સાઉથ મિડો લેન, પ્રેસ્ટન, લેન્કેશાયર PR1 8JN. વધુ માહિતી માટે જૂઓ - www.ghspreston.co.uk
• તન અને મનની સુખાકારી માટે સક્રિય બળદિયા યુથ ક્લબ દ્વારા દર શનિવારે સાંજે 6.00 વાગ્યે યોગનિષ્ણાત ભરતભાઇના માર્ગદર્શનમાં પ્રેસ્ટોન મેનોર હાઇ સ્કૂલ ખાતે યોગ સત્ર.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter