બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• શ્રી વલ્લભાચાર્યજી શ્રીમહાપ્રભુજી પ્રાકટ્ય મહોત્સવ - તા. 18 એપ્રિલ (બપોરે 3.30થી 6.00). આ પ્રસંગે પૂ. ગો. રસિકવલ્લભજી ગોકુલનાથજી મહારાજશ્રી અને ગો. શિશિરકુમારજી મહોદયની ઉપસ્થિતમાં વચનામૃત, શ્રી સર્વોત્તમ સ્તોત્ર પાઠ અને કીર્તન, તિલક અને ધોતી ઉપરણા. સ્થળઃ સેન્ટ બેર્નાડેટ્ટ્સ સ્કૂલ, ક્લિફટન રોડ, કિંગ્સબરી, લંડન - HA3 9NS
• નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ (NCGO) - યુકે દ્વારા 19 એપ્રિલે (બપોરે 12.30થી સાંજે 5.00) હિન્દી ફિલ્મોના ગીતસંગીતનો કાર્યક્રમ ‘બોલિવૂડ હંગામા વીથ મહેશ એન્ડ નીતુ ગઢવી’. સ્થળઃ સંગત સેન્ટર, સેન્ક્રોફ્ટ રોડ, હેરો - HA3 7NS. વધુ વિગત માટે સંપર્કઃ ધીરુભાઇ ગઢવી - ફોનઃ 07780 667160 / જીતેન્દ્રભાઇ પટેલ - ફોનઃ 07508 696583
• નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા નારાયણ ભજન સત્સંગ અને સન્માન સમારોહ તા. 16 એપ્રિલ - સવારે 11.00થી 2.00, સ્થળઃ એઇલ્સબરી વેલ મલ્ટીકલ્ચરલ સેન્ટર, ફ્રાયર્સક્રાફ્ટ વે, એઇલ્સબરી - HA2 2TE (સંપર્કઃ ચંચળબેન વારિયા - 07543 987 963), તા. 19 એપ્રિલ - બપોરે 1.00થી 3.30, સ્થળઃ હિન્દુ સોસાયટી સેન્ટર, 664 ગાર્રાટ્ટ લેન, ટૂટિંગ, લંડન - SW17 0NP (સંપર્કઃ અનુપ સાગર - 07956 137 147) અને તા. 23 એપ્રિલ - બપોરે 12.00થી 3.00, સ્થળઃ વિશ્વ હિન્દુ પરિષદ, 10 થોર્નટન રો, થોર્નટન હીથ, ક્રોયડન - CR7 6NJ (સંપર્કઃ મુકેશ પટેલ - 07895 401 011. વધુ વિગત માટે સંપર્કઃ ટ્રસ્ટી ભીખુભાઇ પી. પટેલ - ફોનઃ 07973 266 569
• GHS (ગુજરાત હિન્દુ સોસાયટી) પ્રેસ્ટન મંદિરે 19 એપ્રિલના રોજ ભજન ભોજન કાર્યક્રમ યોજાયો છે. નિત્ય આરતી સવારે 9.30, બાળકોના ભજન 11.00થી 12.30, રાજભોગ આરતી 12.30થી 1.00, ભોજન-પ્રસાદી 1.00થી 2.00 અને બહેનોના ભજન 2.00થી 3.00. ભજન ભોજનના આ કાર્યક્રમમાં નાના બાળકો દ્વારા સુંદર ભજન - ધુન રજૂ થતા હોય છે. પરિવાર-મિત્રો-બાળકો સાથે પધારવા સહુને આમંત્રણ છે. સ્થળઃ સાઉથ મિડો લેન, પ્રેસ્ટન - PR1 8JN. વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 01772 253901
• કરમસદ સમાજ - યુકેનો 55નો વાર્ષિક મિલન સમારોહ તા. 26 એપ્રિલ (બપોરે 2.30 વાગ્યાથી). સ્થળઃ નક્ષત્ર હોલ, સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA. વધુ માહિતી માટે જૂઓ વેબસાઇટઃ www.karamsadsamaj.com


