બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• ધર્મજ સોસાયટી ઓફ લંડન દ્વારા ધસોલ પરિવારો - મિત્રો - પરિણીત દીકરીઓ તથા તેમના પરિવારજનો સહિત તમામ વતનીઓનો વાર્ષિક મિલન સમારોહ તા. 20 સપ્ટેમ્બર (બપોરે 2.00 વાગ્યાથી) સ્થળઃ ઓકિંગ્ટન મેનોર સ્કૂલ, ઓકિંગ્ટન મેનોર ડ્રાઇવ, વેમ્બલી - HA9 6NF. આપની કોન્ટેક્ટ ડિટેઇલ અપડેટ કરવા તેમજ RSVP માટે સંપર્કઃ મુકુંદભાઇ પટેલ (ફોનઃ 07543 833 758
• પંકજ સોઢા દ્વારા પ્રસ્તુત કોમેડી નાટક ‘હાલો પટેલભાઇની જાનમાં’. નિર્માતા-દિગ્દર્શક નિમેશ શાહ, મુખ્ય કલાકારોઃ નિમેશ શાહ, મલ્લિકા શાહ, જિજ્ઞા ત્રિવેદી વૈદ્ય, અંકિતા રાવલ, પિયુષ અઢિયા, મનિષ વિઠલાણી, સ્વપ્નિલ અગ્વેકર. તા. 18સપ્ટેમ્બર (રાત્રે 8.00 કલાકે) સ્થળઃ બ્રેડફોર્ડ, તા. 19 સપ્ટેમ્બર (સાંજે 6.30 કલાકે) સ્થળઃ બિલ સ્કૂલ - ઇલ્ફર્ડ, તા. 20 સપ્ટેમ્બર (સાંજે 5.30 કલાકે) સ્થળઃ વિલ્યોટ્સ થિયેટર - પોટર્સ બાર, તા. 22 સપ્ટેમ્બર (બપોરે 2.30 કલાકે) સ્થળઃ નોર્થવેસ્ટ સર્કલ ક્લબ - સ્ટેનમોર, તા. 24 સપ્ટેમ્બર (સાંજે 7.00 કલાકે) સ્થળઃ વિદ્યા ભવન અને તા. 25 સપ્ટેમ્બર (રાત્રે 8.00 કલાકે) સ્થળઃ હાઇફિલ્ડ કોમ્યુનિટી સેન્ટર - વેલિંગબરો
• નારાયણ સેવા સંસ્થાન દ્વારા 47મો દિવ્યાંગ સમુહ લગ્ન સમારોહ તા. 19 અને 20 સપ્ટેમ્બરના રોજ (સ્થળઃ સેવા મહાતીર્થ, બડી, ઉદયપુર). વધુ માહિતી માટે સંપર્કઃ ટ્રસ્ટી ભીખુભાઇ પટેલ (લંડન) 07973 266 569 / પ્રમુખ પ્રશાંત અગરવાલ (ભારત) - 99287 44444
• આર્ય સમાજ - લંડન ખાતે ચૈત્રી નવરાત્રિ પ્રસંગે તા. 19 ઓક્ટોબરના રોજ દુર્ગાષ્ટમી આઠમ હવન. સમયઃ હવન પ્રારંભ બપોરે 12.00 કલાકે - હવન પૂર્ણાહૂતિ બાદ આરતી - સાંજે 5.00. સ્થળઃ 69A અર્ગલે રોડ, વેસ્ટ ઇલિંગ, લંડન - W13 0LY. વધુ માહિતી માટે સંપર્કઃ (મોબાઇલ) 07882 253 540


