સંસ્થા સમાચાર (અંક 2 જુલાઇ 2022)

Wednesday 29th June 2022 06:06 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• ‘મ્યુઝિક ફોર ધ માઇન્ડ એન્ડ સોલ’ સ્પ્રિંગ સિરીઝના અંતિમ કોન્સર્ટમાં દક્ષિણ ભારતીય કર્ણાટકી ગાયિકા રમ્યા ટાંગીરાલા સાથે પિયાનોવાદક પોલ વિલ્કિન્સન, ઉત્તર ભારતીય હિન્દુસ્તાની ગાયક ડો. વિજય રાજપૂત અને મિલાપના કૌસિક સેન કાર્યક્રમ રજૂ કરશે.
તારીખઃ 30 જૂન - સમયઃ સાંજે 7-00 વાગ્યે - સ્થળઃ ધ કેપ્સ્ટન થિયેટર, 17 શો સ્ટ્રીટ, લિવરપૂલ L6 1HP
• જૈન એન્ડ હિન્દુ ઓર્ગન ડોનેશન સ્ટીયરીંગ ગ્રૂપ, જલારામ ટેમ્પલ્સ વર્લ્ડવાઇડ અને મિનલાના સંયુક્ત ઉપક્રમે ‘કોમનવેલ્થ ટ્રિબ્યુટ ટુ લાઇફ’ વેબિનાર યોજાયો છે, જેનું સંચાલન લોર્ડ જિતેશ ગઢિયા કરશે. આ પ્રસંગે પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા વિશેષ સંબોધન કરશે. બે દાતાઓના સ્વજનો મોહન નિશ્તાલા (ભારત) અને મનોજ કેશવજી (યુકે) દ્વારા કેસસ્ટડી રજૂ થશે. નિષ્ણાતોની પેનલમાં ડો. સુનિલ શ્રોફ, ડો. ડેલ ગાર્ડનર અને ડો. કિરીટ મોદી-એમબીઇ જોડાશે. આ પ્રસંગે સમુદાયના નેતાઓ યુકેના પ્રમોદભાઇ ઠક્કર, ભરતભાઇ સોઢા, મનહરભાઇ મહેતા, રેશમસિંહ સંધુ, લલિતભાઇ સોઢા, ભારતથી ડો. બિજના કોટક દાસાણી-એમબીઇ, જ્યોતિબહેન ખિરોયા, કેન્યાથી મિનાબેન ખગ્રામ, ડો. મનોજ શાહ, ડો. મનિશ શાહ અને સાઉથ આફ્રિકાથી નિરંજનભાઇ અને નિલમબેન નરસીના સંદેશા રજૂ થશે.
તારીખ: 9 જુલાઇ - સમય (યુકે)ઃ બપોરે 3.00થી 4.40
ઝૂમ આઇડીઃ 912 1581 4501 (પાસકોડઃ 386568)
• બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા - યુકે અને યુરોપ દ્વારા કેશવ કપ - એસએમ ફૂટબોલ ટૂર્નામેન્ટનું 6 ઓગસ્ટ 2022ના રોજ સવારે 9-00થી સાંજે 5-00 દરમિયાન પાવર લીગ, બાર્નેટ ખાતે આયોજન થયું છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે જરૂરી રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 11 જુલાઇ 2022 છે. સંયુક્ત મંડળમાં સત્સંગી આઇડી સાથે નોંધાયેલા અને 36 વર્ષથી વધુ વયના લોકો નામ નોંધાવી શકે છે. ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે સત્વરે આપના સ્થાનિક એસએમ એસીઓ અથવા એસએનસીનો સંપર્ક સાધો. રજીસ્ટ્રેશન પ્રોસેસ સંબંધિત વધુ માહિતી માટે સંપર્ક કરોઃ [email protected]


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter