સંસ્થા સમાચાર (અંક 20 જૂન 2026)

Tuesday 16th June 2026 12:44 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• ભારતીય હાઇ કમિશન દ્વારા ધ નેહરુ સેન્ટર-લંડન સહિત વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી - તા. 19ના રોજ (સાંજે 6.00થી રાત્રે 9.00) સ્ટ્રેન્ડમાં અને તા. 21 જૂનના રોજ (સવારે 11.00થી બપોરે 1.00) હોલેન્ડ પાર્ક.

• સાઉથ લંડન કોમ્યુનિટી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ‘યોગા ફોર વેલનેસ, વિઝડમ એન્ડ વર્લ્ડ પીસ’ તા. 21 જૂન (બપોરે 2.00થી 5.00). બાળકો માટે પણ અલગ યોગ સેશન અને એક્ટિવિટી. (સ્થળઃ ઓક ફિલ્ડ પ્રાયમરી સ્કૂલ, સ્ટેનલી પાર્ક રોડ, કાર્શેલ્ટન, સરે - SM5 3HW) વધુ માહિતી માટે સંપર્કઃ હંસાબહેન પટેલ 07816 232 034

• નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા નારાયણ ભજન સત્સંગ અને સન્માન સમારોહ તા. 19 જૂન સમયઃ બપોરે 1.00થી 3.30 (સ્થળઃ સિનિયર લેડીઝ ગ્રૂપ, હેરો ગેટવે હાઉસ, નોર્થ હેરો કાર પાર્ક, પિનર રોડ - HA2 7TA) અને તા. 27 જૂન સમયઃ સવારે 10.30થી 12.30 (સ્થળઃ મધર અર્થ હિન્દુ ટેમ્પલ, 14 લાર્ચફિલ્ડ કોર્ટ, ન્યૂટન મર્ન્સ, ગ્લાસગો - G77 5PL) તથા સાંજે 5.30થી 7.30 (એડિનબર્ગ હિન્દુ મંદિર એન્ડ કલ્ચરલ સેન્ટર, સેંટ એન્ડ્રુ પ્લેસ, લેઇથ, એડિનબર્ગ - EH6 7EG). કાર્યક્રમોની વધુ વિગત માટે સંપર્કઃ ટ્રસ્ટી ભીખુભાઇ પી. પટેલ - ફોનઃ 07973 266 569

• પૂ. ગિરિબાપુની શિવકથા તા. 21 જૂન સુધી શિવાલય મંદિર (સ્થળઃ 15 બેલગ્રેવ રોડ, ગોલ્ડન માઇલ, લેસ્ટર - LE4 6AR) અને તા. 22થી 28 જૂન (સ્થળઃ સચખંડ નાનક ધામ (દર્શન દરબાર) 25 નોર્થ પાર્ક રોડ, આઇવર રિચિંગ્સ પાર્ક લંડન - SL0 9DH) વધુ માહિતી સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226

• શ્રી વલ્લભ નિધિ યુકે અને શ્રીજીધામ હવેલી-લેસ્ટરના ઉપક્રમે તા. 26 જૂનના રોજ (સાંજે 7.45 વાગ્યે) ષષ્ઠપીઠાધિશ્વર ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીનું ‘21મી સદીમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતા’ વિષય પર આધ્યાત્મિક પ્રવચન અને તેમનો અભિવાદન સમારોહ. આ પ્રસંગે અનુપમ મિશનના વડા પ.પૂ. સંત ભગવંત જશભાઇ સાહેબ અતિથિવિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહેશે. મહાપ્રસાદ સાંજે 6.30 કલાકે. સ્થળઃ ધામેચા લોહાણા સેન્ટર, સાઉથ હેરો, લંડન - HA2 8AX (વધુ માહિતી માટે સંપર્કઃ નરેન્દ્રભાઇ ઠક્કર - 07966 468 687 / નૈનાબહેન રાયઠઠ્ઠા - 07944 344 442)
વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુસ-યુકે દ્વારા સટ્ટનમાં ત્રીજો રથ યાત્રા મહોત્સવ તા. 5 જુલાઇ (સવારે 11.00થી 4.00). ભજન જામિંગ, ક્લાસિકલ ડાન્સ, કલ્ચરલ ફેર, સ્વાદિષ્ટ પ્રસાદ, ફૂડ સ્ટોલ્સની મજા માણો. સ્થળઃ બેડ્ડીંગ્ટન પાર્ક (ચર્ચ રોડ), સટ્ટન.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter