સંસ્થા સમાચાર (અંક 22 ઓગસ્ટ 2026)

Wednesday 19th August 2026 06:22 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• નવનાત સેન્ટર ખાતે તા. 22 ઓગસ્ટના રોજ (સમયઃ સવારે 10.30થી સાંજે 4.00) ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી. ભારતીય હાઇ કમિશન અને વિવિધ ભારતીય સંસ્થાઓના સહયોગથી યોજાઇ રહેલા આ કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકો પરિવારજનો-મિત્રો આમંત્રિત છે. સવારે 11 વાગ્યે ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતના ગાન સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. આ પ્રસંગે વિવિધ પ્રદેશના ફ્રી ફૂડ સ્ટોલની વ્યવસ્થા પણ કરાઇ છે.
સ્થળઃ નવનાત સેન્ટર, પ્રિન્ટીંગ હાઉસ લેન, હેય્સ, UB3 1AR
• આણંદ ઓવરસીઝ બ્રધરહૂડ-યુકેનો સ્નેહમિલન સમારોહ તા. 23 ઓગસ્ટના રોજ (સાંજે 5.00થી મોડી રાત સુધી). થ્રી-કોર્સ મીલ, લાઇવ ડીજે મ્યુઝિક, રાફેલ ડ્રો સહિતના વિવિધ કાર્યક્રમ. આણંદના સહુ ગામવાસીઓ અને દીકરીઓને પરિવાર સહ પધારવા આમંત્રણ છે. સ્થળઃ બ્લૂ રૂમ હેરો, 220 હેડસ્ટોન લેન, હેરો - HA2 6LY
• પૂ. ગિરિબાપુની શિવકથા તા. 25 ઓગસ્ટ સુધી શ્રી સનાતન મંદિર (સ્થળઃ 84 વેમાઉથ સ્ટ્રીટ, લેસ્ટર - LE4 6FQ) અને તા. 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર શ્રી દમણિયા માછી મહાજન (સ્થળઃ 103 ફ્રિસ્બી રોડ, લેસ્ટર - LE5 0DQ) બન્ને કથાનો સમય સાંજે 4.00થી 7.00. વધુ માહિતી માટે સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• બ્રહ્માકુમારી યુકે દ્વારા ભાઇ-બહેનના અતૂટ પ્રેમના પર્વ રક્ષાબંધનની ઉજવણી તા. 26 - 27 તથા 28 ઓગસ્ટના રોજ (સાંજે 6.30થી 8.30) અને તા. 29 ઓગસ્ટના રોજ (બપોરે 12.00થી 2.00 અને સાંજે 6.30થી 8.30). લંચ બપોરે 1.00 વાગ્યે અને ડીનર રાત્રે 8.00 વાગ્યે. સ્થળઃ ગ્લોબલ કોઓપરેશન હાઉસ, 65 પાઉન્ડ લેન, લંડન - NW10 2HH. વધુ માહિતી માટે સંપર્કઃ 020 8727 3350
• જર્મની સ્થિત યુનિવર્સિટી ઓફ બોનના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સ્કોલર અને ભારતીય કળા-સ્થાપત્ય અને ખાસ તો જૈન કળા-વારસાના ઉંડા અભ્યાસુ પ્રો. જુલિયા એ.બી. હેગેવાલ્ડ સાથે મીટ એન્ડ ગ્રીટનો ખાસ કાર્યક્રમ ઝૂમના માધ્યમથી. ઉલ્લેખનીય છે કે પ્રો. જુલિયા ટૂંક સમયમાં જ ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખાતે વર્ષ 2027 માટે સ્લેડ પ્રોફેસર ઓફ ફાઇન આર્ટ્સના પ્રતિષ્ઠિત હોદ્દાનો કાર્યભાર સંભાળવાના છે. ઝૂમ તારીખ અને સમયઃ 20 ઓગસ્ટ - સાંજે 4.00 (યુકે સમય). ઝૂમ મિટીંગ આઇડીઃ 865 4146 6265 (પાસકોડઃ 396715)
• એબ્રોક્સ ઇવેન્ટ્સ દ્વારા બોલિવૂડના બે મહાન ગાયકોને અંજલિ આપતો સંગીતમય કાર્યક્રમ ‘આઇકોનિક ડ્યુઓ - રફી અને કિશોર’ તા. 6 સપ્ટેમ્બર (સાંજે 5.00થી 8.30). ગાયકો ફહાદ યાફ અને મનીષા શર્મા. સ્થળઃ હેરો આર્ટ્સ સેન્ટર, 171 એક્સબ્રિજ રોડ, હેચ એન્ડ, પીનર, લંડન - HA5 4EA વધુ માહિતી માટે સંપર્કઃ 020 3773 7161


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter