સંસ્થા સમાચાર (અંક 25 એપ્રિલ 2026)

Wednesday 22nd April 2026 05:51 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• ગેલેક્સી શોઝ - લંડન અને પંકજ સોઢા દ્વારા કોમેડી નાટક ‘બા અમારા બાઝીગર’ની વર્લ્ડ ટુર. તખતાનાં રાણી ને મનોરંજનના મહારાણી કોમેડી ક્વીન પ્રતિમા ટી અને જીતુ કોટકને મુખ્ય ભૂમિકામાં ચમકાવતાં આ નાટકમાં તેમની સાથે અભિયના ઓજસ પાથરે છે જિનલ રાવલ, અક્ષય પટેલ, ફાલ્ગુની રાવલ, હેલી પંચાલ અને નિરવ મશરૂવાલા. પ્રોડ્યુસર્સ રાજુ શાહ - અનિશ શાહ તથા યોગેશ શાહ દ્વારા નિર્મિત અને અક્ષય પટેલ દ્વારા લિખિત નાટકનું દિગ્દર્શન કર્યું છે ખુદ પ્રતિમા ટીએ. યુકેમાં નાટકના શો તા. 1 મે - સ્થળઃ રાયસ્લીપ વિન્સ્ટન ચર્ચિલ (પી.આર. પટેલ - 07957 555 226), તા. 2 મે - સ્થળઃ વુડમેન સ્ટર્ન સ્કૂલ (કલ્પના - 07958708139), તા. 3 મે - સ્થળ લુટન લાઇબ્રેરી થિયેટર (કમલ આચાર્ય - 07713 130 144), તા. 4 મે - સ્થળઃ રાયસ્લીપ (મહેન્દ્ર પટ્ટણી - 07850 032 392), તા. 8 મે - સ્થળઃ લેસ્ટર પીપુલ એન્ટરપ્રાઇસ (વસંત ભક્તા - 07860 280 655), તા. 9 મે - સ્થળઃ રાયસ્લીપ (ચેતના પટેલ - 07341 752 575 અને મંજુ - 07931 534 270) અને તા. 10 મે - સ્થળઃ રાયસ્લીપ (હેમા પટેલ - 07939 121 614).
• નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા નારાયણ ભજન સત્સંગ અને સન્માન સમારોહ તા. 23 એપ્રિલ - બપોરે 12.00થી 3.00, સ્થળઃ વિશ્વ હિન્દુ પરિષદ, 10 થોર્નટન રો, થોર્નટન હીથ, ક્રોયડન - CR7 6NJ (સંપર્કઃ મુકેશ પટેલ - 07895 401011), તા. 30 એપ્રિલ - બપોરે 12.00થી 3.00 સ્થળઃ યુકે એશિયન વિમેન્સ ક્લબ, નોર્થ હેરો મેથોડિસ્ટ ચર્ચ, પિનર રોડ, હેરો - HA2 6EQ (સંપર્કઃ ગોપેશ શર્મા - +917023 003320) અને તા. 5 મે - સવારે 11.00થી 3.00, સ્થળઃ હિન્દુ ટેમ્પલ સોસાયટી, 380 સ્ટોની સ્ટેન્ટન રોડ, કોવેન્ટ્રી - CV6 5DJ (સંપર્કઃ વિકીભાઇ - 07980 885135. કાર્યક્રમોની વધુ વિગત માટે સંપર્કઃ ટ્રસ્ટી ભીખુભાઇ પી. પટેલ - ફોનઃ 07973 266569
• કરમસદ સમાજ - યુકેનો 55નો વાર્ષિક મિલન સમારોહ તા. 26 એપ્રિલ (બપોરે 2.30 વાગ્યાથી). સ્થળઃ નક્ષત્ર હોલ, સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA. વધુ માહિતી માટે સંપર્કઃ મહેન્દ્રભાઇ - 07956 458872 અથવા વેબસાઇટઃ www.karamsadsamaj.com
• ગુર્જર હિન્દુ યુનિયન અને ગુજરાતી કલ્ચરલ સોસાયટી-બ્રાયટનના સંયુક્ત ઉપક્રમે ભાવિક હરિયા સંગ ક્રોઅલી ભજન જામિંગ. તા. 3 મે - સમયઃ બપોરે 2.00 વાગ્યાથી. સ્થળઃ એપલ ટ્રી સેન્ટર, આઇફિલ્ડ એવન્યુ, ક્રોઅલી - RH11 0AF. વધુ વિગત માટે સંપર્કઃ ધીરુભાઇ ગઢવી 07780 667160 / ટીના 07858 888058


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter