બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• નવનાત વડીલ મંડળ (એનવીએમ)ના હોદ્દેદારોની વરણી થઇ છે. જેમાં નીતિન સ્વાદિયા - પ્રમુખ, જગદીપ સાંગાણી - ઉપપ્રમુખ, બંસરી રુપાણી - સેક્રેટરી, સુરેન્દ્ર શાહ - આસિ. સેક્રેટરી, યોગેશ મોદી - ટ્રેઝરર, મીના સાંગાણી - મેમ્બરશિપ સેક્રેટરી, સુરેશચંદ્ર મહેતા - આસિ. મેમ્બરશિપ સેક્રેટરી જ્યારે ઇન્દુબેન શાહ, કલ્પના દોશી, પૂર્ણિમા મેસ્વાની, સુરભિ ખોના અને અનિતા ગાંધીની કમિટી મેમ્બર્સ તરીકે પસંદગી કરાઇ છે.
• વૈષ્ણવાચાર્ય પૂ. ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી 25 જુલાઇ સુધી લંડનના આધ્યાત્મિક પ્રવાસે પધાર્યા છે. આ પ્રસંગે વીવાયઓ (વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન) દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા છે. જેમાં તા. 22ના રોજ બર્મિંગહામમાં તથા તા. 23ના રોજ લેસ્ટરમાં પધરામણી, તા. 24 જુલાઇના રોજ (સાંજે 7.00 કલાકે) ‘હાઉ ટુ કન્ટ્રોલ યોર માઇન્ડ’ વિષય પર વચનામૃત (સ્થળઃ ધામેચા લોહાણા સેન્ટર, નોર્થ લંડન). કાર્યક્રમ પૂર્વે સાંજે 5.30 કલાકે મહાપ્રસાદ. તેમજ તા. 25 જુલાઇના રોજ નોર્થ લંડનમાં પધરામણી અને સત્સંગ યોજાશે.
• નાગ્રેચા પરિવાર દ્વારા પિતૃ શ્રેયાર્થે તા. 25 જુલાઇ સુધી પ્રખર ભાગવતાચાર્ય પૂ. શ્રી શરદભાઇ વ્યાસના શ્રીમુખે શ્રીમદ્ ભાગવત્ રસામૃત મહોત્સવ. આ પ્રસગે તા. તા. 23 સાંજે 7.00 કલાકે શ્રી ગોવર્ધન પૂજા, તા. 24 સાંજે 7.00 કલાકે શ્રી રુકમણી વિવાહ અને તા. 25 સાંજે 7.00 કલાકે કથાવિરામ. કથાસમય દરરોજ બપોરે 3.00થી સાંજે 7.00. કથાવિરામ બાદ દરરોજ મહાપ્રસાદ. સ્થળઃ હરીબહેન બચુભાઇ નાગ્રેચા હોલ, 198-202 લેટન રોડ, લંડન - E15 1DT. વધુ માહિતી માટે સંપર્કઃ હસુભાઇ નાગ્રેચા - ફોનઃ 07946 565 888
• પૂ. ગિરિબાપુની શિવકથા તા. 27 જુલાઇ સુધી લેવા પાટીદાર સમાજ હોલ (સ્થળઃ લેગ્રામ્સ મિલ લેન, ઓફ લેગ્રામ્સ લેન, બ્રેડફોર્ડ - Bd7 2BA) અને તા. 29 જુલાઇથી 6 ઓગસ્ટ વિશ્વ હિન્દુ મંદિર (સ્થળઃ 2 લેડી માર્ગારેટ રોડ, સાઉધોલ - UB1 2RA). બન્ને કથાનો સમય સાંજે 4.00થી 7.00. વધુ માહિતી માટે સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• શ્રી જલારામ મંદિર - લેસ્ટર અને વીરબાઇમા જલારામ કોમ્યુનિટી સેન્ટર દ્વારા તા. 24 અને 25 જુલાઇના રોજ (સાંજે 5.00થી 7.00) પૂ. બાપાના મંદિરના 30મા સ્થાપના દિન પ્રસંગે જલારામ ભાગવત સત્સંગ. આ પ્રસંગે વક્તા અલ્પેશભાઇ જોશી પૂ. બાપાના જીવન-ઉપદેશ આધારિત કથા અને ભજન રજૂ કરશે. કાર્યક્રમ બાદ આરતી અને મહાપ્રસાદ. સ્થળઃ શ્રી જલારામ મંદિર, લેસ્ટર - LE3 0LF. વધુ વિગત માટે સંપર્કઃ પ્રમોદભાઇ ઠક્કર - ફોનઃ 07860 922 770
• શ્રીમદ્ રાજચંદ્ર - ધરમપુરના વડા પૂ. ગુરૂદેવ શ્રી રાકેશજી લંડન પધારી રહ્યા છે. તેમના પ્રવચનના કાર્યક્રમ પહેલા સ્વામિ વાત્સલ્ય સહિત તા. 7-8 ઓગષ્ટના રોજ સાંજના 8 થી 10 હેરો લેઝર સેન્ટર, બાયરન હોલ, HA3 5BD ખાતે નિ:શૂલ્ક યોજવામાં આવ્યો છે. એ માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. સંપર્ક: +44 7835 237 325 અથવા ફેસબુક યા ઇન્સ્ટ્રાગ્રામ smduk પર બુક કરાવો.
• રવિવાર 9 ઓગષ્ટના રોજ હેરો લેઝર સેન્ટરમાં ગ્લોબલ યુથ ફેસ્ટીવલનું આયોજન સવારના 10.00 થી રાતના 10.00 સુધી કરવામાં આવ્યુ છે જેમાં ભાવિક હરિયા બોલીવુડ અને ભજન જામીંગ રજુ કરશે.
• મીમાંસા ફાઉન્ડેશન ટ્રસ્ટ - યુકે દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પૂ. ચિન્મયાનંદ બાપુજીના શ્રીમુખે શ્રી શિવ મહાપુરાણ કથા તા. 13થી 19 ઓગસ્ટ (દરરોજ બપોરે 3.00થી સાંજે 7.00). કથા બાદ દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સ્થળઃ શ્રી સનાતન હિન્દુ મંદિર, ઇલિંગ રોડ, વેમ્બલી, લંડન - HA0 4TA. વદુ માહિતી માટે સંપર્કઃ મીતા મારૂ 7581710197


