સંસ્થા સમાચાર (અંક 25 જૂન 2022)

Wednesday 22nd June 2022 07:20 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• શિવમ ફાઉન્ડેશન દ્વારા શ્રી ગિરિબાપુના વ્યાસાસને શ્રી શિવ મહાપુરાણનું આયોજન થયું છે. તારીખઃ 22થી 28 જૂન - સમયઃ સાંજે 5-00થી 8-00 - સ્થળઃ શ્રી સનાતન હિન્દુ મંદિર - વેમ્બલી HA0 4TA. આ કથા આસ્થા ટીવી યુકે પર 23 જૂનથી 28 જુલાઇ દરમિયાન બપોરે 1-00થી 4-00 નિહાળી શકાશે. વધુ માહિતી માટે સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ અને બ્રહ્મા કુમારી - યુકેની સ્થાપનાના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે ત્રણ ભાગમાં પેનલ ડિસ્કશનનું આયોજન થયું છે. પ્રથમ વાર્તાલાપનો વિષય છે ‘એન્શિયન્ટ વિઝડમ - મોડર્ન સોલ્યુશન’, જેનું સંચાલન બ્રોડકાસ્ટ જર્નાલિસ્ટ ફિલિપ્પા બ્લેકહામ સંચાલન કરશે. આ ચર્ચામાં બ્રહ્મા કુમારીના એડિશનલ એડમિનિસ્ટ્રેટિવ હેડ સિસ્ટર જયંતી અને નેહરુ સેન્ટરના ડિરેક્ટર અમિષ ત્રિપાઠી ભાગ લેશે. તારીખઃ 24 જૂન - સમયઃ સાંજે 6-30થી 8-00 - સ્થળઃ નેહરુ સેન્ટર
• જૈન નેટવર્ક અને પતંજલિ યોગ પીઠ - યુકે દ્વારા ઇન્ટરનેશનલ યોગ ડે પ્રસંગે યોગ વર્કશોપનું આયોજન થયું છે. જેમાં વિવિધ યોગાસન - કસરતો, પ્રાણાયમ, ધ્યાન, ભક્તિ યોગ વગેરે કરાવાશે.
તારીખઃ 26 જૂન - સમયઃ સવારે 10-00થી 11.30 - સ્થળઃ જૈન નેટવર્ક, ફ્લાઇટવેઝ રિસોર્સ સેન્ટર, ધ કોન્કોર્સ, કોલિન્ડેલ, લંડન - NW9 5UX. વધુ માહિતી માટે સંપર્કઃ કલ્પના પટેલ - 07939 527 974
• મા કૃપા ફાઉન્ડેશન (યુકે) દ્વારા શ્રી જિજ્ઞેશદાદાના વ્યાસપીઠ પદે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. દરરોજ કથા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા છે. તારીખઃ 1થી 7 જુલાઇ - સમયઃ બપોરે 2.30થી 6.00 સ્થળઃ હેરો લેઝર સેન્ટર, બાયર્ન હોલ - હેરો HA3 5BD. વધુ માહિતી માટે સંપર્કઃ જયંતીભાઇ ખગ્રામ - 07915 066 671
• મા કૃપા ફાઉન્ડેશન (યુકે) દ્વારા ‘લોકડાઉનમાં લોચો પડ્યો’ નાટક સાથે ડીનરનું આયોજન થયું છે. પિન્ક પર્પલ પ્રોડક્શનના આ લેટેસ્ટ નાટકમાં ઉર્વીશ પરીખ, ભાવિની ગાંધી, કલ્યાણી ઠાકર વગેરે મુખ્ય ભૂમિકા ભજવે છે. તારીખઃ 3 જુલાઇ - સમયઃ સાંજે 7-00 વાગ્યે - સ્થળઃ હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટચર્ચ એવન્યુ, હેરો HA5 5BD. વધુ માહિતી માટે સંપર્કઃ જયંતીભાઇ ખગ્રામ - +44 7915 066 671 / 0208 907 0028


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter