સંસ્થા સમાચાર (અંક 25 માર્ચ 2023)

Wednesday 22nd March 2023 07:55 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• મહાકાળી મંડળ યુ.કે. દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે બુધવાર તા.૨૨ માર્ચથી ૩૦ માર્ચ દરમિયાન નવ દિવસની ચૈત્ર મહા નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થળ: સત્તાવીશ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી. સમય: સાંજે ૭.૩૦થી ૧૧.૩૦. વધુ વિગત માટે સંપર્ક: દિલીપભાઇ પટેલ 0207 274 1039, વસુબહેનન0795690 7653.

• ગુર્જર હિન્દુ યુનિયન, ક્રોલી, એપલ ટ્રી સેન્ટર દ્વારા ચૈત્ર નવરાત્રિ દરમિયાન બુધવાર તા.૨૨ માર્ચથી ગુરૂવાર ૩૦ માર્ચ દરમિયાન શ્રીમદ દેવી ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠેથી શાસ્ત્રીજી ધ્રુવકુમાર કથાશ્રવણ કરાવશે.તા. ૩૦ માર્ચે બપોરે ૧૨ થી ૧૩.૩૦ શ્રીરામ નવમી ઉજવાશે. તા.૧લી એપ્રિલ શનિવારે શ્રી હનુમાન જયંતિ અને રવિવારે સવારે ૧૧ થી ૪ માતાજીની ચોકીનું આયોજન કરાયું છે. સંપર્ક: મંદિર 01293 530105
• લોહાણા કોમ્યુનટી નોર્થ લંડનના ઉપક્રમે ગુરૂવાર, ૩૦ માર્ચના રોજ સાંજેથી ૧૦ દરમિયાન રામનવમી જયંતિની ઉજવણી કરવામાં આવશે. સ્થળ: ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમર રોડ, સાઉથ હેરો. સમય: ૬.૦૦વાગ્યે ભોજન બાદ ૮ થી ૧૦ ભજન, આરતી થશે. સંપર્ક: પ્રતાપભાઇ 07906 878049
• રાધા-કૃષ્ણ, શ્યામા આશ્રમ, બાલમ મંદિર દ્વારા નવાન્હ રામાયણ જ્ઞાનનું આયોજન બુધવાર, તા.૨૨ માર્ચથી ૩૦ માર્ચ ગુરૂવાર દરમિયાન રોજ ૧.૦૦થી ૪.૦૦ દરમિયાન થશે. રામાયણ પૂર્ણાહુતિ સાથે ૩૦ માર્ચે બપોરે ૧૨.૦૦ વાગ્યે ભગવાન શ્રી રામલલ્લાની આરતી દર્શન થશે. સૌ હરિભક્તોને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: દેવ્યાનીબેન:07929 165395.
• બાલમ મંદિર (૩૩ બાલમ હાઇરોડ) દ્વારા દર મહિનાના છેલ્લા ગુરૂવારે ૭.૦૦ થી ૭.૩૦ દરમિયાન ભજન અને ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.
• કૃષ્ણા અવંતી પ્રાઇમરી (સ્કૂલ, કેમરોઝ એવન્યુ) ખાતે તા.૮ જુલાઇ શનિવારે બપોરે ૧૨ થી ૪ દરમિયાન "કેપ્સ સમર ફેર"નું આયોજન કરવામાં આવ્યું છે.
• શ્રી સનાતન હિન્દુ મંદિર, ઇલીંગ રોડ, વેમ્બલી ખાતે તા.૩૦ માર્ચ, ગુરૂવારના રોજ રામનવમી મહોત્સવ ઉજવાશે. સવારે ૧૧ વાગ્યે ભજન ત્યારબાદ શ્રી રામલલ્લાનો પારણા ઉત્સવ. ત્યારબાદ તા. ૫ એપ્રિલ, બુધવારે હનુમાન જયંતિ નિમિત્તે સવારે ૮.૦૦થી મોડી રાત સુધી શ્રી હનુમાન ચાલીસા પાઠ.
• વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર ખાતે ચૈત્ર નવરાત્રિ પર્વે 22થી 30 માર્ચ દરમિયાન દરરોજ સાંજે 5.00થી રાત્રે 9.00 સુધી માતા કી ચૌકી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે. સાંજે 7.15 કલાકે આરતી થશે. 30 માર્ચે શ્રીરામનવમીની ઉજવણી થશે. દરરોજ આરતી બાદ ભોજન પ્રસાદનું વિતરણ થશે.
• ચિન્મય મિશન - યુકે દ્વારા હનુમાન જયંતી પ્રસંગે બીજી એપ્રિલના રોજ સવારે 9.00થી સાંજે 6.00 દરમિયાન 108 વખત હનુમાન ચાલીસા પાઠ સહિત દિવસભર વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભોજન પ્રસાદનું આયોજન થયું છે. તમામ કાર્યક્રમો સંસ્થાના નવનિર્મિત સંકુલ ચિન્મય કિર્તી (2 એર્ગટન ગાર્ડન્સ, હેન્ડન, લંડન - NW4 4BA) ખાતે યોજાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter