સંસ્થા સમાચાર (અંક 26 ઓગસ્ટ 2023)

Wednesday 23rd August 2023 07:01 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• નવનાત સેન્ટરના યજમાનપદ હેઠળ, ભારતીય હાઇ કમિશન ઓફ ઇન્ડિયા અને યુ.કે.ની ભારતીય સંસ્થાઓના સહયોગથી ભારતના ૭૭માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શનિવાર ૨૬ ઓગષ્ટના રોજ સવારના ૧૦:૩૦ થી ૪ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. જ્યાં વિવિધ સંસ્થાઓના સ્ટોલ્સ, મફત પ્રવેશ અને પ્રાંતીય ભોજનનો લાભ વિના મૂલ્યે મળશે, સ્થળ: નવનાત સેન્ટર, પ્રીન્ટીંગ હાઉસ લેન, હેઝ, UB3 1AR.
• જૈન સેન્ટર, કોલીન્ડલ, ૬૪-૬૮ કોલીન્ડલ એવન્યુ, NW9 5DR, Londonના નૂતન જીનાલયનો પ્રતિષ્ઠા મહોત્સવ બુધવાર તા. ૨૩ ઓગષ્ટથી ૨૮ સુધી યોજાઇ રહ્યો છે. સ્થળ કાશી નગરી, સેંટ જેમ્સ કેથોલીક હાઇસ્કૂલ, ગ્રેહામ પાર્ક, લંડન NW9 5QY, આર.એ.એફ.મ્યુઝીયમની સામે. વધુ વિગત માટે વેબસાઇટની વીઝીટ કરો. www.Jainnetwork.com
• સંસ્કૃતિ ફાઉન્ડેશન (યુકે) દ્વારા તા. 3થી 12 સપ્ટેમ્બર પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની યુકે ધર્મ યાત્રાના ભાગરૂપે પ્રવચન અને પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરાયું છે. 3 સપ્ટેમ્બરે (બપોરે 3.30થી સાંજે 6.30) લેસ્ટરમાં પ્રવચન (સ્થળઃ 21અલ્વરસ્ક્રોફ્ટ રોડ, LE4 6BY), 4 સપ્ટેમ્બરે (સાંજે 7.00 થી 8.30) હિન્દુ મંદિર - લેસ્ટર ખાતે પ્રશ્નોત્તરી સેશન (સ્થળઃ 34 સેન્ટ બર્નાબાસ રોડ, LE5 4BD) અને 12 સપ્ટેમ્બરે (સાંજે 7.00થી 9.00) કેપીએસ સેન્ટર - લંડન ખાતે પ્રવચન (સ્થળઃ કેનમોર એવન્યુ, હેરો - HA3 8LU) યોજાયા છે. વધુ માહિતી માટે સંપર્કઃ ભૂપેન્દ્ર કણસાગરા +44 7899 957900.
• વીએચપી ઇલ્ફર્ડ મંદિર ખાતે શ્રાવણ માસ પર્વે તા. 11 સપ્ટેમ્બર સુધી દર સોમવારે સાંજે 6.00થી 8.30 રુદ્રાભિષેકમ પૂજાનું આયોજન થયું છે. મંદિરમાં દર્શનનો સમય દરરોજ સવારે 8.30થી બપોરે 12.00 અને સાંજે 6.00થી રાત્રે 8.30. આરતીનો સમય સવારે 10.00 અને સાંજે 7.15 વાગ્યે. સ્થળઃ 43-45 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE વધુ માહિતી માટે સંપર્કઃ વીએચપી ઇલ્ફર્ડ - +44 20 8553 5471


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter