બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• પંકજ સોઢા દ્વારા પ્રસ્તુત કોમેડી નાટક ‘હાલો પટેલભાઇની જાનમાં’. નિર્માતા-દિગ્દર્શક નિમેશ શાહ, મુખ્ય કલાકારોઃ નિમેશ શાહ, મલ્લિકા શાહ, જિજ્ઞા ત્રિવેદી વૈદ્ય, અંકિતા રાવલ, પિયુષ અઢિયા, મનિષ વિઠલાણી, સ્વપ્નિલ અગ્વેકર. તા. 25 સપ્ટેમ્બર (રાત્રે 8.00 કલાકે) સ્થળઃ હાઇફિલ્ડ કોમ્યુનિટી સેન્ટર - વેલિંગબરો, તા. 26 સપ્ટેમ્બર (સાંજે 7.00 કલાકે) સ્થળઃ વુડમેનસ્ટર્ન સ્કૂલ - સાઉથ લંડન અને તા. 27 સપ્ટેમ્બર (બપોરે 3.00 કલાકે) સ્થળઃ લિબર્ટી થિયેટર, લૂટન
• ગૂર્જર ક્ષત્રિય જ્ઞાતિ મંડળ - લેસ્ટર દ્વારા તા. 27 સપ્ટેમ્બર (બપોરે 3.00થી 6.00) પિતૃ શ્રદ્ધાંજલિ અર્થે ભજન સંધ્યા. કાર્યક્રમમાં સહુકોઇ પિતૃઓના ફોટોગ્રાફ્સ અને આરતીની થાળી લાવી શકે છે. કાર્યક્રમ પૂરો થયે હળવો નાસ્તાની વ્યવસ્થા છે. સ્થળઃ બેલગ્રેવ નેબરહૂડ સેન્ટર, રોથલે સ્ટ્રીટ, લેસ્ટર - LE4 6LF. વધુ વિગત માટે સંપર્કઃ વસંતભાઇ ટાંક - 07966 243 325 / નીતાબહેન ટાંક - 07879 064 172
• આર્ય સમાજ - લંડન ખાતે નવરાત્રિ પ્રસંગે તા. 19 ઓક્ટોબરના રોજ દુર્ગાષ્ટમી આઠમ હવન. સમયઃ હવન પ્રારંભ બપોરે 12.00 કલાકે - હવન પૂર્ણાહૂતિ બાદ આરતી - સાંજે 5.00. સ્થળઃ 69A અર્ગલે રોડ, વેસ્ટ ઇલિંગ, લંડન - W13 0LY. વધુ માહિતી માટે સંપર્કઃ (મોબાઇલ) 07882 253 540

