સંસ્થા સમાચાર (અંક 28 ઓક્ટોબર 2023)

Wednesday 25th October 2023 04:40 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• સાઉથ લંડનના બાલમ હાઇરોડ ખાતે રાધાકૃષ્ણ મંદિર - શ્રીનાથજી હવેલી ખાતે તા. 28 ઓક્ટોબરે શરદપૂનમના ગરબા.
• કરમસદ સમાજ - યુકે દ્વારા તા. 28 ઓક્ટોબરે શરદપૂર્ણિમા ઉજવાશે. (સમયઃ સાંજે 7.30વાગ્યાથી) સ્થળઃ નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA
• સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા નવરાત્રિ ઉત્સવની ઉજવણી તા. 28 ઓક્ટોબરે શરદપૂર્ણિમા ઉજવાશે. (સમયઃ સાંજે 7.30 થી 11.00) સ્થળઃ નોરબરી મેનોર બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઇઝ કોલેજ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, થોર્નટન હીથ, સરે - CR7 8BT
• એસકેએલપીસી (યુકે) દ્વારા નવરાત્રિ ફેસ્ટિવલ તા. 28 ઓક્ટોબર સુધી. (સમયઃ 7.30 થી રાત્રે 11.00) આ સાથે 27 તથા 28 ઓક્ટોબરે શરદપૂર્ણિમા ઉજવાશે. સ્થળઃ ઇંડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મિડલસેક્સ - UB5 6RE
• છ ગામ નાગરિક મંડળ (યુકે) દ્વારા તા. 27 તથા 28 ઓક્ટોબરે શરદપૂર્ણિમા ઉજવાશે. સ્થળઃ કિંગ્સબરી ગ્રીન પ્રાયમરી સ્કૂલ, ઓલ્ડ કેન્ટન લેન, લંડન - NW9 9ND
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા તા. 28 ઓક્ટોબરે શરદપૂર્ણિમાની ઉજવણી. (સમયઃ રાત્રે 8.00થી). સ્થળઃ નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ બિલ્ડીંગ, 26 ટૂટિંગ હાઇ સ્ટ્રીટ, નેટવેસ્ટ બેન્કની બાજુમાં, લંડન - SW17 0RG
• બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર (નિસ્ડન, લંડન) તા. 28 ઓક્ટોબરે - ચંદ્રગ્રહણના દિવસે સાંજે 6.00 વાગ્યાથી બંધ રહેશે. આ દિવસે સંધ્યા કે શયન આરતી દર્શન અને સાંજની સભા પણ યોજાશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter