સંસ્થા સમાચાર (અંક 29 જુલાઇ 2023)

સમાજ

Wednesday 26th July 2023 07:25 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• ભક્તિવેદાંત મેનોર મંદિર દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની રથયાત્રા 30 જુલાઇના રોજ બપોરે 12.00 કલાકે હાઇડ પાર્ક કોર્નરથી પ્રસ્થાન કરીને ટ્રફાલગર સ્કવેર પહોંચશે. ટ્રફાલગર સ્કવેર ખાતે બપોરે 2.00થી 5.00 દરમિયાન કીર્તન - નૃત્ય અને પ્રસાદનું આયોજન થયું છે.
• પુષ્ટિમાર્ગીય વલ્લભ સેવા શિક્ષણ મંડળ દ્વારા પુરુષોત્તમ માસમાં શ્રી સર્વોત્તમ સ્તોત્ર જપયજ્ઞ અને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સંપૂર્ણ દશમસ્કંધ વિરાટ યજ્ઞ રાજુભાઇ શાસ્ત્રીના વ્યાસાસને તા. 22થી 29 જુલાઇ દરરોજ બપોરે 1.30થી સાંજે 6.00. સ્થળઃ સેન્ટ બર્નાડેટ્ટ’સ સ્કૂલ, ક્લિફટ્ન રોડ, કિંગ્સબરી - HA3 9NS. વધુ વિગત માટે સંપર્કઃ 07778 886 070
• શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર (એસએસજીપી) યુકે દ્વારા શ્રી કચ્છી લેવા પટેલ સમાજ - બોલ્ટન દ્વારા તા. 23થી 29 જુલાઇ દરરોજ સાંજના 5.30થી 8.30 શ્રી ભાગવત કથા યોજાઇ છે. સ્થળઃ ક્રૂક સ્ટ્રીટ, બોલ્ટન - BL3 6AS. (વધુ માહિતી માટે સંપર્કઃ 0773 9717372)
• વીએચપી ઇલ્ફર્ડ મંદિર ખાતે અધિક શ્રાવણ માસ પર્વે તા. 11 સપ્ટેમ્બર સુધી દર સોમવારે સાંજે 6.00થી 8.30 રુદ્રાભિષેકમ પૂજાનું આયોજન થયું છે. 29 જુલાઇના રોજ સાંજે 5.30 વાગ્યાથી હનુમાન ચાલીસાના પાઠ યોજાયા છે. મંદિરમાં દર્શનનો સમય દરરોજ સવારે 8.30થી બપોરે 12.00 અને સાંજે 6.00થી રાત્રે 8.30. આરતીનો સમય સવારે 10.00 અને સાંજે 7.15 વાગ્યે. સ્થળઃ 43-45 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE વધુ માહિતી માટે સંપર્કઃ વીએચપી ઇલ્ફર્ડ - +44 20 8553 5471
• ગ્લોબલ કો-ઓપરેશન હાઉસ-લંડન દ્વારા ગુજરાતીમાં સાત દિવસનો ઓનલાઇન રાજયોગ કોર્ષ તા. 5થી 11 ઓગસ્ટ (દરરોજ સાંજે 6.30થી 8.00). ઝૂમ આઇડીઃ 98690523180 (પાસકોડઃ 676703)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter