સંસ્થા સમાચાર (અંક 3 સપ્ટેમ્બર 2022)

સ્થાનિક કાર્યક્રમો

Wednesday 31st August 2022 07:04 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• શ્રી વલ્લભ નિધિ - યુકે દ્વારા સનાતન હિન્દુ મંદિર ખાતે 31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર ગણેશ મહોત્સવ યોજાયો છે. 31 ઓગસ્ટે (સવારે 9.00 વાગ્યે) ગણેશ સ્થાપન, 3 સપ્ટેમ્બરે રાધાજી પૂજન (સવારે 10.00 વાગ્યાથી) બાલકૃષ્ણ લાલજીની શોભાયાત્રા, 6 સપ્ટેમ્બરે હરિહર આરતી, 7 અને 8 સપ્ટેમ્બરે (સવારે 9.30થી 11.30) ભક્તજનો દ્વારા ગણેશજીને લાડુ અર્પણ અને તા. 9 સપ્ટેમ્બરે (બપોરે 1.00થી સાંજે 5.00) ગણેશજી લાડુ પૂજન અને ગણેશ વિસર્જન (સાંજે 6.15 કલાકે) થશે. વિસર્જન માટે ગણેશજી સાથે બપોરે 3.00 વાગ્યા પૂર્વે મંદિર પહોંચી જવા અનુરોધ છે.
• વેમ્બલી લાયન્સ ક્લબ દ્વારા 10 સપ્ટેમ્બર (સાંજે 6.45 વાગ્યાથી) શ્રાદ્ધ ભજનનો કાર્યક્રમ યોજાયો છે. યુકે - ભારત અને આફ્રિકાના વંચિતો માટેના હંગર પ્રોજેક્ટ તેમજ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓના લાભાર્થે વિનામૂલ્યે યોજાનારા કાર્યક્રમમાં પ્રીતિ વરસાણી અને વિકેશ ચાંપાનેરી ભજનો રજૂ કરશે. પ્રવેશ વહેલો તે પહેલાના ધોરણે.
સ્થળઃ હરેકૃષ્ણ હોલ, શ્રી સ્વામિનારાયણ મંદિર, ધર્મ ભક્તિ મેનોર, વુડ લેન, સ્ટેનમોર - HA7 4LF
• ભારતીય વિદ્યા ભવન - લંડન ખાતે 10 સપ્ટેમ્બરે (સવારે 10.30થી બપોરે 1.00 અને બપોરે 2.00થી સાંજે 5.00) ઓપન ડે અંતર્ગત મીટ ધ ટીચર્સ, ટેસ્ટર ક્લાસીસ અને નવા વર્ષના રજિસ્ટ્રેશનનું આયોજન થયું છે. સંસ્થામાં ભારતીય શાસ્ત્રીય સંગીત, નૃત્ય, યોગ અને ભાષાના અભ્યાસક્રમો ચાલે છે. સંગીત અને ભાષાના અભ્યાસક્રમ માટે ઓનલાઇન વિકલ્પ પણ ઉપલબ્ધ છે. વધુ વિગત માટે જૂઓઃ www.bhavan.net
સ્થળઃ 4એ કેસલટાઉન રોડ, વેસ્ટ કેનસીંગ્ટન, લંડન - W14 9HE


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter