બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ધર્મજ સોસાયટી ઓફ લંડનનો વાર્ષિક સ્નેહમિલન સમારોહ
ધર્મજ સોસાયટી ઓફ લંડન (ધસોલ) દ્વારા યોજાતો વાર્ષિક સ્નેહમિલન સમારોહ આ વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હેરોમાં યોજાશે. કમિટી મેમ્બર્સ અને ટ્રસ્ટીઓએ સમાજના સહુ સભ્યોને આ પ્રસંગે સહપરિવાર ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપ્યું છે. સાથે સાથે જ તેમણે સભ્યોને અનુરોધ કર્યો છે કે કાર્યક્રમમાં પરિવારના કેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે તેની માહિતી 6 સપ્ટેમ્બર સુધીમાં મુકુંદભાઇ પટેલને ફોન (07543 833758) અથવા ઇમેઇલ ([email protected]) દ્વારા જણાવી દેવી જેથી ભોજન વ્યવસ્થા સહિતના આયોજનમાં સુગમતા રહે. આ ઉપરાંત જે સભ્યો સંસ્થાના ભાવિ કાર્યક્રમો અને આયોજનોથી માહિતગાર રહેવા ઇચ્છે છે તેમને ‘ધર્મજ સોસાયટી લંડન’ના વ્હોટસએપ ગ્રૂપમાં જોડાવા જણાવાયું છે. તારીખઃ 14 સપ્ટેમ્બર (સમયઃ બપોરે 12થી 5.00, લંચ 1.00 વાગ્યે) સ્થળઃ બ્લૂ રૂમ, 220 હેડસ્ટોન લેન, હેરો - HA2 6LY
•••
શ્રીજી ધામ હવેલીમાં ગાયિકા માયા દીપકના
સૂરિલા કંઠે ભજન-કીર્તન-ગરબાની રમઝટ
લેસ્ટરસ્થિત શ્રીજી ધામ હવેલી ખાતે ષષ્ઠપીઠાધીશ્વર ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજની નિશ્રામાં રાધાષ્ટમી ઉત્સવની ઉમંગભેર ઉજવણી થશે. આ પ્રસંગે તા. 30 ઓગસ્ટના રોજ (સાંજે 6.30 વાગ્યાથી) મહાદાન મનોરથ, મહારાજશ્રીનું પ્રવચન, ઠાકોરજી દર્શન-આરતી-મહાપ્રસાદ યોજાયા છે જ્યારે તા. 31 ઓગસ્ટના રોજ (સાંજે 4.30થી) પ્રવચન, ઠાકોરજીના દર્શન-આરતી-મહાપ્રસાદ તેમજ ભારતથી આવેલાં જાણીતા ગાયિકા માયાબેન દીપક અને ગાયક શશી રાણા તથા સંગીતવૃંદ દ્વારા ભજન-કીર્તન-રાસગરબા. સ્થળઃ 504 મેલ્ટન રોડ, લેસ્ટર - LE4 7SP વધુ માહિતી માટે સંપર્કઃ પ્રફુલ્લભાઇ ઠકરાર - 07711 737117
•••
• વીએચપી હિન્દુ સેન્ટર ખાતે 30 ઓગસ્ટના રોજ (સાંજે 5.30થી 8.30) હનુમાન ચાલીસાના 11 પાઠ. આરતી સાંજે 7.15 વાગ્યે. મંદિરમાં દર્શનનો સમયઃ સવારે 8.30થી 12.30 (આરતી સવારે 10.00) અને સાંજે 6.00થી 8.30 (આરતી સાંજે 7.15). સ્થળઃ ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર, 43 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ IG1 1EE. વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 020 8553 5471
• શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર - બોલ્ટનનો 48મો પાટોત્સવ તા. 2થી 6 સપ્ટેમ્બર ઉજવાશે. આ પ્રસંગે પૂજન વિધિ, યુવક મંડળ સભા, વચનામૃત સહિતના કાર્યક્રમો યોજાયા છે. તા. 6ના રોજ (સવારે 11.00) અભિષેક, ધ્વજા રોપણ અને સમાપન સમારોહ. વચનામૃત દરરોજ સવારે 9.30થી 11.00 અને સાંજે 5.30થી 7.00. સ્થળઃ 1-11 એડિલેઇડ સ્ટ્રીટ, બોલ્ટન - BL3 3NY વધુ માહિતી માટે સંપર્કઃ (ઓફિસ) 1204 652 604
• તન અને મનની સુખાકારી માટે સક્રિય બળદિયા યુથ ક્લબ દ્વારા દર શનિવારે સાંજે 6.00 વાગ્યે યોગનિષ્ણાત ભરતભાઇના માર્ગદર્શનમાં પ્રેસ્ટોન મેનોર હાઇ સ્કૂલ ખાતે યોગ સત્ર