બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• ગુર્જર હિન્દુ યુનિયન-યુકે અને મિમાંસા ફાઉન્ડેશન ટ્રસ્ટ-યુકેના સંયુક્ત ઉપક્રમે પૂ. ચિન્મયાનંદ બાપુજીના વ્યાસપીઠ પદે શ્રી રામ કથા. તા. 2થી 7 જૂન (સમયઃ સાંજે 4.00થી 7.00) સ્થળઃ ઇંડિયન એસોસિએશન ઓલ્ડહામ શ્રી રાધા-કૃષ્ણ મંદિર, સ્કોફિલ્ડ સ્ટ્રીટ, હેધરશો, ઓલ્ડહામ-OL8 1QJ. વધુ વિગત માટે સંપર્કઃ ડો. ચેતન અને મીતા મારુ - 044 7581 710 197
• ગુર્જર હિન્દુ યુનિયન દ્વારા પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની શ્રીમદ્ ભાગવત કથા તા. 25થી 31 મે (સાંજે 4.00થી 7.30). સ્થળઃ સનાતન મંદિર, ગુર્જર હિન્દુ યુનિયન, એપલ ટ્રી સેન્ટર, આઇફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF વધુ વિગત માટે સંપર્કઃ ચંદુભાઇ નાયી 07440 744098
• બેંગાલ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા તા. 31 મેના રોજ (બપોરે 3.00 વાગ્યાથી) ફાગુન ફેસ્ટ. જેમાં તમે ભારતીય લોકસંગીત, હસ્તકળા, વારલી પેઇન્ટીંગ સાથે માણી શકશો લિજ્જતદાર બંગાળી સ્ટ્રીટ ફૂડ અને મીઠાઇ. સ્થળઃ ધ ભવન, 4A કેસલટન રોડ, લંડન W14 9HE
• બ્રહ્માકુમારીઝ દ્વારા 7 દિવસનો રાજ યોગ ફાસ્ટ ટ્રેક મેડિટેશન કોર્ષ ગુજરાતીમાં (ઝૂમ માધ્યમથી). તા. 7થી 13 જૂન (રોજ સાંજે 6.30થી 8.00). રજિસ્ટ્રેશન અને ઝૂમ લિન્ક મેળવવા માટે ઇમેઇલ કરોઃ [email protected]