સંસ્થા સમાચાર અંક તા. ૪ જૂન ૨૦૧૬

Wednesday 01st June 2016 08:43 EDT
 

• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા.૫ જૂન સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન, સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર શ્રી અને શ્રીમતી સાગર અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310.

• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૪ જૂન બપોરે ૧૨.૧૫ કલાકે હનુમાન ચાલીસા, ત્યારબાદ સમુહ શનિપૂજા  (બુકિંગ જરૂરી) તથા રવિવાર તા.૫ જૂન બપોરે ૩ વાગે ભજન અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક. 07882 253 540.

• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૪ જૂન બપોરે ૧૨.૧૫ કલાકે હનુમાન ચાલીસા, ત્યારબાદ સમુહ શનિપૂજા (બુકિંગ જરૂરી) તથા રવિવાર તા.૫ જૂન બપોરે ૩ વાગે ભજન અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક. 07882 253 540.

• શ્રી લક્ષ્મીનારાયણ ટેમ્પલ 341, લીડ્સ રોડ બ્રેડફોર્ડ, BD3 9LS ખાતે પૂ.ચિન્મયાનંદ બાપુ (હરિદ્વાર)ની રામ કથાનું ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને વિશ્વ કલ્યાણ મિશન ટ્રસ્ટના ઉપક્રમે તા.૮ થી ૧૪ જૂન દરમિયાન દરરોજ બપોરે ૩ થી સાંજના ૬ સુધી આયોજન કરાયું છે. સંપર્કઃ નીશા દીદી 07930 271 934. 
• ‘ગુડબાય સ્ટ્રેસ, હેલો સક્સેસ’ વિષય પર લેખિકા શ્રીમતી જયા રોનું પ્રવચન. ગુરુવાર તા.૧૬ જૂન સાંજે ૭.૧૫ કલાકે SPA કોમ્યુનિટી સેન્ટર, ગ્રીટ, બર્મિંગહામ B11 2QX સંપર્ક. વિપુલ મિસ્ત્રી 07968 776 304.
• બ્રહ્માકુમારીઝ વર્લ્ડ સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી, યુકે દ્વારા સિસ્ટર જયંતીનું ‘ગોડ્સ ડીએનએ’ વિષય પર પ્રવચન. ગુરુવાર તા. ૯ જૂન સાંજે ૭ કલાકે ગ્લોબલ કો-ઓપરેશન હાઉસ, ૬૫-૬૯ પાઉન્ડ લેન, લંડન NW10 2HH સંપર્ક. 020 8727 3350.
• ચિન્મય મિશન, યુકે દ્વારા સ્વામિની વિમલાનંદાનું ‘ઈફ ટ્રુથ બી ટોલ્ડ’ વિષય પર પ્રવચન. ગુરુવાર, તા.૯ જૂન સાંજે ૭.૩૦ કલાકે ક્રોયડન પાર્ક હોટલ, ૭, અલ્ટાયર રોડ, ક્રોયડન CR9 5AA. સંપર્ક. 020 8203 6288.
• પૂ.ગીરીબાપુની શિવકથાનું સોમવાર તા.૧૩ જૂનથી રવિવાર તા.૧૯ જૂન સુધી દરરોજ સાંજે ૫ થી ૮, જૈન કોમ્યુનિટી સેન્ટર. ૬૬૭-૬૬૯ સ્ટોકપોર્ટ રોડ, માંચેસ્ટર M12 4QE ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક.અશ્વીન પટેલ 07949 888 226.
• ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર (યુકે) દ્વારા શ્રી હનુમંત પૂજા અને અભિષેકનું શનિવાર તા.૧૮ જૂન ૨૦૧૬ના રોજ બપોરે ૧૨ કલાકથી બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો, HA3 5BD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. અશ્વીન ત્રિવેદી 020 8204 7807.
• ૧૦૦ ફૂટ જર્ની ક્લબ દ્વારા નેહરુ સેન્ટર, ૮ સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતે સોમવાર તા.૬ જૂન સાંજે ૬ કલાકે ‘ધ ઈન્ડિયન વિલેજઃ રોમાન્ટિક ઈમેજિસ વર્સિસ હિસ્ટોરીકલ રિયાલીટીઝ’ વિષય પર ડો. સુમિત ગુહાનું પ્રવચન. સંપર્ક. 020 7491 3567.
• જાસ્પર સેન્ટર રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU દ્વારા તા. ૧૩થી ૧૭ જૂન સવારે ૧૦.૩૦થી ૩.૩૦ હેલ્થ અવેરનેસ વીકનું આયોજન કરાયું છે. આ ઉપરાંત સેન્ટરમાં દર ગુરુવારે સાંજે ૬.૩૦ થી ૮.૩૦ ભજન અને પ્રસાદ તથા દર શનિવારે બપોરે ૧ થી ૩ હનુમાન ચાલીસાના પાઠ થાય છે. સંપર્ક. 020 8861 1207.
• શ્રી ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલી, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે હવેલી દરરોજ સવારના ૭.૩૦થી સાંજના ૭.૩૦ સુધી ખુલ્લી રહેશે. મંગળા, શ્રીંગાર, રાજભોગ, ઉત્થાપન, ભોગ, શયનના દર્શનનો લાભ મળશે. સત્સંગઃ દર શનિવારે બપોરે ૪થી સાંજના ૫ અને પ્રસાદ/ભોગઃ દર શનિવાર અને રવિવારે બપોરના- ૧૨.૩૦થી સાંજના ૭.૩૦ સુધી મળશે. મંગળભોગ, પાલના ભોગ, રાજભોગનો લાભ મળશે. સંપર્કઃ 020 8902 8885.
• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે દર ગુરુવારે જલારામ ભજન સાંજના ૬થી રાત્રિના ૯.૩૦, આરતી સાંજે ૭.૫૦ અને તે પછી પ્રસાદનું વિતરણ થશે.. સદાવ્રતઃ દરરોજ બપોરના ૧.૦૦થી ૨.૦૦ સુધી. દર શનિવારે ૨૧ હનુમાન ચાલીસા.. સવારના ૧૦ થી બપોરના ૧ અને તે પછી પ્રસાદ વિતરણ. સંપર્કઃ 020 8902 8885.

• સત્સંગ દ્વારા રેડીંગ હિન્દુ મંદિર, ૧૧૨ વ્હીટલી રોડ, રેડીંગ, બર્કશાયર RG2 0EQ ખાતે તા. ૪ જૂન ૨૦૧૬ શનિવારે બપોરે ૪ કલાકે સત્સંગ ઉત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. સત્સંગના સ્થાપક શ્રી શ્રી ઠાકુર અનુકુલ ચંદ્રાજીના સ્મરણાર્થે યોજાયેલા આ કાર્યક્રમમાં ધ્યાન, ભજન, કિર્તન અને પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: રાજશ્રી રોય.  07868 098 775. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter