સંસ્થા સમાચાર - અંક ૨૫ ઓગસ્ટ ૨૦૧૮

Thursday 23rd August 2018 02:03 EDT
 

• લોયાધામ પરિવાર UK દ્વારા ‘પિતૃ વંદના મહોત્સવ’ અંતર્ગત વક્તા પૂ.ઘનશ્યામપ્રકાશદાસ સ્વામી(લોયાધામ)ની શ્રીમદ સત્સંગિજીવન સપ્તાહ કથા પારાયણનો લાભ ભક્તો તા.૨૫ ઓગસ્ટ સુધી દરરોજ સાંજે ૬થી ૮ દરમિયાન લઈ શકશે. તા.૨૬ ઓગસ્ટ સવારે ૧૦થી ૧૨.૩૦ કથા વાર્તા અને બાદમાં મહાપ્રસાદ. સ્થળ: જેએફએસ સ્કૂલ, ધ મોલ, કેન્ટન, હેરો, HA3 9TE.
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું તા. ૨૬ ઓગસ્ટ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર ચંદ્રુભાઈ મલકાણી અને ઉમાબેન વાણી છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• પૂ. ગિરીબાપૂની શિવ કથાનું તા.૩ થી તા.૯ સપ્ટેમ્બર સાંજે ૫.૦૦થી રાત્રે ૮.૦૦ દરમિયાન ગુર્જર હિંદુ યુનિયન મંદિર, એપલ ટ્રી સેન્ટર, આઈફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે આયોજન કરાયું છે. તા.૮.૯.૧૮ કથા બાદ શિવ સંગીત સંધ્યા. કથા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. અશ્વિન પટેલ07949 888 226
• પુષ્ટિમાર્ગીય વલ્લભ સેવા શિક્ષણ મંડળ દ્વારા પૂ. રસિકવલ્લભજી અને પૂ. શિશિરકુમારજીની અધ્યક્ષતામાં નન્દ મહોત્સવ, કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ, પલના મનોરથ, કીર્તન અને વચનામૃતનું તા. ૪ સપ્ટેમ્બર બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન 8th કેન્ટન સ્કાઉટ સેન્ટર, ૩૮૭ કેન્ટન રોડ, કોસ્ટ કટર સામે, સેન્ટ લ્યુક્સ હોસ્પિસ પાસે, હેરો HA3 0YG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. દીપિકાબેન દેસાઈ 07872 613 064
• નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જૂના ગોલ્ડન હિટ્સ ગીતોના કાર્યક્રમ ‘યાદેં’નું તા. ૮ સપ્ટેમ્બર રાત્રે ૮ વાગે હરિબેન બચુભાઈ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨, લેયટન રોડ લંડન E15 1DT ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8555 0318
• શ્રી સોરઠિયા વણિક એસોસિએશન, યુકે દ્વારા સામુદ્રી માતાજીના પાટોત્સવનું તા.૧૬ સપ્ટેમ્બર બપોરે ૧૧થી સાંજે ૭.૩૦ દરમિયાન કેનન્સ હાઈ સ્કૂલ, શેલ્ડન રોડ,
એજવેર HA8 6AN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. સુધાબેન માંડવિયા 020
8931 3748
• ચિન્મય મિશન-યુકે દ્વારા તા.૨૨ સપ્ટેમ્બર સવારે ૧૧થી સાંજે ૬ દરમિયાન ‘ધ સિક્રેટ્સ ઓફ ધ હનુમાન ચાલીસા એન્ડ ફેસ્ટિવલ ઓફ હનુમાન’નું ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો HA2 8AX ખાતે આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં હનુમાન ચાલીસાનો પાઠ, બાળકો માટે આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ, ફેસ પેન્ટિંગ બુક્સ તથા તમામ વયના લોકો માટે આધ્યાત્મિક પુસ્તકો, કૂકિંગ ડેમો અને ગીફ્ટ્સ તેમજ મેડિટેશન વર્કશોપ પણ યોજાશે. સંપર્કઃ [email protected] અથવા જુઓwww.chinmayuk.org. વધુ વિગત માટે જુઓ એશિયન વોઈસ પાન નં.૫
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો • તા. ૩૦ ઓગસ્ટ સાંજે ૬.૩૦ જાણીતી કવયિત્રી અમૃતા પ્રિતમની સ્મૃતિમાં ડો. ડીમ્પલ કૌર મલ્હોત્રા દ્વારા નૃત્ય. • તા. ૩૧ ઓગસ્ટ સાંજે ૬.૩૦ દેબાંજલિ વિશ્વાસ દ્વારા મણીપુરી શાસ્ત્રીય નૃત્ય સંપર્ક. 020 7491 3567
• ધ ભવન – ભારતીય સંસ્કૃતિ ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા.૧ સપ્ટેમ્બર સાંજે ૭.૩૦ કબીર કાફે દ્વારા સંત કબીરની સંગીતમય રચનાઓનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 7381 3086
• પંકજ સોઢા આયોજીત પ્રતિમા ટી અભિનિત કોમેડી નાટક ‘પપ્પાની ધમાલ તો મમ્મીની કમાલ’ ના સપ્ટેમ્બર - ૨૦૧૮ના શોઝ • તા. ૭. સેન્ટ્રલ હોલ, વોરવિક લેન, કોવેન્ટ્રી CV1 2HA સંપર્ક. શાહ પાન હાઉસ02476 665 277
• તા. ૮. સાંજે ૮ વાગે વિન્સ્ટન ચર્ચિલ હોલ રાઈસ્લિપ સંપર્ક. સીમા દેવાણી 07932 007 906 • તા. ૯. બપોરે ૨ વાગે અને સાંજે ૭ વાગે, ઈલ્ફર્ડ ટાઉનહોલ, એસેક્સ, ઈલ્ફર્ડ સંપર્ક. સુભાષભાઈ ઠાકર 07977 939 457
• ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા દર ગુરુવારે સાંજે ૭થી ૯ દરમિયાન ‘જલા અને સાઈ ભજનો’નું ૨૨, પામર્સ્ટન રોડ, HA3 7RR
ખાતે આયોજન કરાયું છે. બાદમાં ખીચડી પ્રસાદ. સંપર્ક. 020 8426 0678

લેસ્ટર હિંદુ ફેસ્ટિવલ કાઉન્સિલના નવા હોદ્દેદારો
તાજેતરમાં યોજાયેલી લેસ્ટર હિંદુ ફેસ્ટિવલ કાઉન્સિલની વાર્ષિક સભામાં મગનભાઈ પી પટેલ OBE પ્રમુખ અને ધીરુભાઈ ધોલડીયા ઉપપ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે જશવંતલાલ આર ચૌહાણ OBE (મહામંત્રી), રમણભાઈ સી બાર્બર MBE DL(સહમંત્રી), જીવનભાઈ બી પટેલ (ખજાનચી), મગનભાઈ ડી પટેલ (સહખજાનચી) અને ઈન્ટરનલ ઓડિટર તરીકે નવીનભાઈ આર રાણાની વરણી કરવામાં આવી હતી. જ્યારે કમિટી સભ્યોમાં કાંતિભાઈ ચુડાસમા, હિનાબેન રાણા, સુશીલાબેન પટેલ, અરુણકુમાર પટેલ, ઉર્મિલાબેન પટેલ, હિરાભાઈ ટાંડેલ, ઘનિષાબેન પટેલ, અનિલભાઈ ચૌહાણ, રમેશભાઈ મશરુ, જયંતીભાઈ મિસ્ત્રી, હેમેન્દ્રભાઈ મિસ્ત્રી MBEસમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter