સંસ્થા સમાચાર અંક - તા. ૧૩ એપ્રિલ ૨૦૧૯

Wednesday 10th April 2019 08:26 EDT
 

• ભગવતી શક્તિપીઠ યુકે અને સમર્પણ ગૌશાળા, ગોવર્ધન, ભારત દ્વારા પૂ. સંજીવ કૃષ્ણ ઠાકુરજીના મુખે શ્રી રામ કથાનું તા.૧૪.૪.૧૯ સુધી બપોરે ૩.૩૦થી સાંજે ૭ દરમિયાન KPS સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 8LU ખાતે આયોજન કરાયું છે. દરરોજ કથા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા છે. કથાનું આસ્થા ટીવી પર લાઈવ પ્રસારણ થાય છે. સંપર્ક. 01923 903 241
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા ૧૪.૦૪.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સિંધી કોમ્યુનિટી હાઉસ, ૩૧૮, ક્રિકલવુડ બ્રોડવે, ક્રિકલવુડ, લંડન NW2 6QD ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર સિંધી કોમ્યુનિટી હાઉસ છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
• મહાકાળી મંડળ દ્વારા ચૈત્ર નવરાત્રિ ગરબાનું તા.૧૪.૪.૨૦૧૯ સુધી દરરોજ સાંજે ૬.૩૦થી રાત્રે ૧૧.૩૦ દરમિયાન સત્તાવીસ પાટીદાર સેન્ટર, ધામેચા હોલ, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક, HA9 9PE ખાતે આયોજન કરાયું છે. પ્રવેશ મફત. સંપર્ક. હેરો - પુષ્પાબેન આર પટેલ 020 8907 0385, બ્રેન્ટ – વસુબેન સી પટેલ 020 8903 4621, સાઉથ લંડન – દિલીપભાઈ પટેલ 020 7274 1039
• શ્રી વલ્લભનિધિ, યુકે સંચાલિત શ્રી સનાતન હિંદુ મંદિર, ૧૫૯-૧૬૧, વ્હીપ્સ ક્રોસ રોડ, લેયટનસ્ટોન લંડન E11 1NP ખાતે તા.૧૮.૦૪.૧૯ ગુરુવારે હનુમાન જયંતીની ઉજવણી થશે. સંપર્ક. 020 8989 7539
• ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને મિમાંસા ફાઉન્ડેશન ટ્રસ્ટ યુકે દ્વારા પૂ. ચિન્મયાનંદ બાપૂની કથાનું તા.૧૯ થી ૨૫ એપ્રિલ, ૨૦૧૯ દરરોજ બપોરે ૪.૩૦થી સાંજે ૭.૩૦ દરમિયાન શ્રી પ્રજાપતિ કોમ્યુનિટી સેન્ટર, અલ્વરસ્ક્રોફ્ટ રોડ, લેસ્ટર LE4 6BY ખાતે આયોજન કરાયું છે. દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 07930 271 934
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા.૨૦.૪.૧૯ સાંજે ૬.૩૦ ટાગોર ઈન યુરોપ – મ્યુઝીકલ સ્વારેનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 7381 3086
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતે તા.૧૭.૪.૧૯ સાંજે ૬.૩૦ નિકોલસ મેગ્રીયલના સારંગી વાદનનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 7491 3567

રામનવમી અને સ્વામીનારાયણ જયંતીના કાર્યક્રમો

• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડન, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે તા.૧૪.૪.૨૦૧૯ને રવિવારે શ્રી સ્વામીનારાયણ જયંતી અને શ્રી રામ નવમીની ઉજવણી કરવામાં આવશે. સવારે ૧૧ વાગે અન્નકૂટ થાળ, બપોરે ૧૨ વાગે શ્રી રામચંદ્ર ભગવાન જન્મોત્સવ આરતી, આરતી બાદ સાંજે ૮ સુધી શ્રી રામચંદ્રજીને પારણે ઝૂલાવવાનો લાભ, રાત્રે ૮થી ૧૦.૧૫ શ્રી સ્વામીનારાયણ જયંતી અને શ્રી રામનવમી સભા, રાત્રે ૧૦.૧૦ શ્રી સ્વામીનારાયણ ભગવાન જન્મોત્સવ આરતીનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8965 2651
• શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ વિલ્સડન, ૨૨૦-૨૨૨, વિલ્સડન લેન, લંડન NW2 5RGખાતે તા.૧૪.૪.૨૦૧૯ને રવિવારે શ્રી રામ નવમી અને સ્વામીનારાયણ જયંતીની ઉજવણી થશે. સવારે ૧૦.૩૦ રામનવમી આરતી અને સ્વામીનારાયણ જયંતીની ઉજવણી સાંજે ૬થી ૭.૩૦ દરમિયાન આરતી અને રાસોત્સવ સાથે થશે. તા.૧૩ થી ૨૧ એપ્રિલ, ૨૦૧૯ દરમિયાન નવ દિવસના પાટોત્સવ - શ્રી હરિકૃષ્ણ મહોત્સવની ઉજવણી થશે. સંપર્ક. 020 8459 4506
• શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ સ્ટેનમોર, વુડ લેન, સ્ટેનમોર HA7 4LF ખાતે તા.૧૪.૪.૨૦૧૯ને રવિવારે શ્રી રામ નવમી અને શ્રી હરિ જયંતીની ઉજવણી કરવામાં આવશે. રામનવમી પ્રાગટ્ય આરતી અને અન્નકૂટ દર્શન બપોરે ૧૨, સ્વામીનારાયણ જયંતી પ્રાગટ્ય આરતી
અને અન્નકૂટ દર્શન સાંજે ૬.૩૦ સંપર્ક. 020 8954 0205
• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતેના કાર્યક્રમો - તા.૧૩.૪.૧૯ રામનવમી નિમિત્તે સવારે ૧૧.૪૫ પારણું ઝૂલાવવું, રામ જન્મ આરતી, બપોરે ૧.૪૫ અખંડ ધૂન, સાંજે ૬ વાગે ચૈત્ર નવરાત્રિ અને સાંધ્ય આરતી, ફળાહાર બપોરે ૧ અને રાત્રે ૮ વાગે - તા.૧૩.૪.૧૯ સુધી બપોરે ૩થી ૫ અને સાંજે ૭.૩૦થી ૮.૩૦ રામ ચરિત માનસ પારાયણ - ચૈત્ર નવરાત્રિ નિમિત્તે તા.૧૩.૪.૧૯ સુધી ચંડીપાઠ. સંપર્ક. 01772 253 901.
• શ્રી સ્વામીનારાયણ હિંદુ મંદિર, વડતાલ ધામ, બ્રાઈડલ રોડ, પીનર HA5 2SH ખાતે તા.૧૪.૪.૨૦૧૯ બપોરે ૩થી સાંજે ૭ મહાપૂજા અને શ્રી સ્વામીનારાયણ ભગવાન તથા શ્રી રામ ભગવાનનો જન્મોત્સવ ઉજવાશે. સાંજે ૭ વાગે આરતી અને બાદમાં મહાપ્રસાદીની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8204 7972
• શ્રી જલારામ માતૃ સેવા મંડળ લંડન યુકે દ્વારા તા.૧૪.૪.૧૯ બપોરે ૨થી ૫ દરમિયાન રામનવમીની ઉજવણીનું કેનન સ્કૂલ, શેલ્ડન રોડ, એજેવેર, મીડલસેક્સ HA8 6AN ખાતે આયોજન કરાયું છે. બપોરે ૪.૩૦થી પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 07958 461 667
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે તા.૧૪.૦૪.૧૯ સાંજે ૬.૩૦થી ૮ દરમિયાન રામનવમીની ઉજવણી થશે. સંસ્થા ખાતે દર બુધવારે સાંજે ૭.૩૦થી રાત્રે ૯.૩૦ શ્રીમદ ભાગવત પુરાણની કથા તેમજ સાંજે ૮ થી રાત્રે ૯ એડલ્ટ શાખા ચાલે છે. સંપર્ક. 020 8553 5471


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter