સંસ્થા સમાચાર - અંક ૨ માર્ચ ૨૦૧૯

મહાશિવરાત્રીના કાર્યક્રમો

Wednesday 27th February 2019 05:24 EST
 

• રાધા કૃષ્ણ ટેમ્પલ ૩૩ બાલમ હાઇરોડ, લંડન SW12 9AL ખાતે તા.૪.૩.૧૯ને સોમવાર મહાશિવરાત્રીના કાર્યક્રમો - આરતી સવારે ૭, બપોરે ૧૨, સાંજે ૭ અને રાત્રે ૯.૩૦. બપોરે ૧૨ વાગે રુદ્રાભિષેક પછી આરતી - મહાપ્રસાદ બપોરે ૧.૩૦ – મંદિર સવારે ૭થી રાત્રે ૧૦ સુધી ખૂલ્લું રહેશે. સંપર્ક 020 8675 3831
• શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ સ્ટેનમોર, વુડલેન, સ્ટેનમોર HA7 4LF ખાતે તા.૪.૩.૧૯ મહાશિવરાત્રી નિમિત્તે સવારે ૯.૩૦, ૧૧.૩૦, બપોરે ૪, સાંજે ૫.૩૦ અને ૭ વાગે શિવપૂજનનું આયોજન કરાયું છે. મંદિર સવારે ૬થી બપોરે ૧૨ અને બપોરે ૩થી રાત્રે ૯ સુધી ખૂલ્લું રહેશે. સંપર્ક. 020 8954 0205
• BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LDખાતે તા.૦૪.૦૩.૧૯ મહાશિવરાત્રીના કાર્યક્રમો - સવારે ૯થી રાત્રે ૮ મંદિરમાં શિવલિંગ પર બીલીપત્ર અને દૂધ દ્વારા વૈદિક મહારુદ્રાભિષેક અને અન્નકૂટ દર્શન – બપોરે ૧૧.૪૫થી ૧૨ અન્નકૂટ આરતી - સંધ્યા આરતી સાંજે ૭થી ૭.૩૦. મંદિરની હવેલીમાં અમરનાથના પ્રતીક સ્વરૂપે બરફના શિવલિંગના દર્શનનો લાભ મળશે. સંપર્ક. 020 8965 2651
• શ્રી એડન દેપાળા મિત્રમંડળ ૬૭ એ, ચર્ચ લેન, લંડન N2 0TH ખાતે તા.૪.૩.૧૯ને સોમવારે મહાશિવરાત્રી નિમિત્તે સાંજે ૭.૩૦થી રાત્રે ૧૦ દરમિયાન ભજન કિર્તનનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8444 2054
• જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે તા.૦૩.૦૩.૨૦૧૯ને રવિવારે બપોરે ૩થી સાંજે ૬ દરમિયાન જલારામ જ્યોતના સ્થળે ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં એકત્ર થયેલ રકમ દાન સહાય માટે મોકલી અપાશે.
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા.૦૪.૦૩.૧૯ સાંજે ૭થી રાત્રે ૧૦ દરમિયાન મહાશિવરાત્રી નિમિત્તે પ્રાર્થના, નૃત્ય કાર્યક્રમ સાથે શિવરાત્રિ ઉજવણીનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 7381 3086.
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૦૩.૦૩.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળ છે. સંપર્ક. 020 8459 5758


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter