સંસ્થા સમાચાર - અંક ૨૭ એપ્રિલ ૨૦૧૯

Wednesday 24th April 2019 06:07 EDT
 

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૨૮.૦૪.૧૯ સાંજે ૫.૩૦થી ૭.૧૫ દરમિયાન સુંદર કાંડ પાઠનું આયોજન કરાયું છે. સંસ્થામાં દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ તથા બપોરે ૧૨.૩૦થી ૧ દરમિયાન ફેમિલી યોગ યોજાય છે. સંપર્ક. 020 8553 5471
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા ૨૮.૦૪.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી છે. સંપર્ક. 020 8459 5758
• શ્રી વલ્લભનિધિ, યુકે સંચાલિત શ્રી સનાતન હિંદુ મંદિર, ૧૫૯-૧૬૧, વ્હીપ્સ ક્રોસ રોડ, લેયટનસ્ટોન લંડન E11 1NP ખાતે તા.૩૦.૦૪.૧૯ને મંગળવારે બપોરે ૧૨થી ૧ દરમિયાન આચાર્ય શ્રી મહાપ્રભુજી પ્રાગટ્યની ઉજવણી થશે. બપોરે ૧ વાગે આરતી બાદ ફળાહારની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8989 7539
• રાધાકૃષ્ણ ટેમ્પલ - શ્યામ આશ્રમ ૩૩ બાલમ હાઈ રોડ લંડન SW12 9ALખાતે તા.૩૦.૪.૨૦૧૯ને મંગળવાર મહાપ્રભુજીનો ઉત્સવ થશે. રાજ ભોગ આરતી અને ત્યારબાદ પાઠ થશે. બપોરે ૧૨ થી ૪ આરતી અને મહાપ્રસાદીનો પણ લાભ મળશે. સૌ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે. સંપર્ક. 020 8675 3831
• ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને મિમાંસા ફાઉન્ડેશન ટ્રસ્ટ યુકે દ્વારા પૂ. ચિન્મયાનંદ બાપૂની કથાનું તા.પ થી ૧૧ મે ૨૦૧૯ દરમિયાન સાંજે ૫ થી રાત્રે ૮ દરમિયાન કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી બોલ્ટન સમાજ, ક્રૂક સ્ટ્રીટ, બોલ્ટન BL3 6AS ખાતે આયોજન કરાયું છે. દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 07930 271 934
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના કાર્યક્રમો - તા.૨૭.૪.૧૯થી તા.૨૯.૪.૧૯ સવારે ૧૧થી સાંજે ૬ એક્ઝિબિશન – થંગકા પેઈન્ટિંગ્સ ફ્રોમ નેપાળ – તા.૨૮.૪.૧૯ - બપોરે ૪થી ૫ બુક રીડીંગ – દીવા કરનાની શાહ – સાંજે ૫થી ૮ વર્લ્ડ ડાન્સ ડે સેલિબ્રેશનસંપર્ક. 020 7381 3086
• ગેલેક્સી શો લંડન પ્રસ્તુત કરે છે રીતેશ મોભ, ભાવિશા ઠાકુર, યોહાના વચ્છાની, રચના પાકલ અભિનિત નાટક ‘વાઈફ is always રાઈટ’. શોની તારીખ અને સમય - તા.૩.૫.૧૯ રાત્રે ૮ વાગે વિન્સ્ટન ચર્ચિલ હોલ, પીન વે, રાઈસ્લિપ, મીડલસેક્સ, HA4 7QC સંપર્ક. પી આર પટેલ 07957 555 226 – તા.૪.૫.૧૯ રાત્રે ૮ વાગે ઓએસીસ એકેડેમી, શર્લી પાર્ક, શર્લી રોડ, ક્રોયડન CR9 7AL રમાબેન વ્યાસ 020 8778 4728


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter