સંસ્થા સમાચાર (તુલસી વિવાહ વિશેષ - અંક 5 નવેમ્બર 2022)

Wednesday 02nd November 2022 07:00 EDT
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર દ્વારા 6 નવેમ્બર - રવિવારે (સાંજે 4.00થી 6.00) તુલસી વિવાહ પૂજાનું આયોજન થયું છે. આ ઉજવણીમાં સામેલ થવા સહુ ભક્તજનોને આમંત્રણ છે. તુલસી વિવાહના યજમાન બનવા તેમજ સ્પોન્સરશીપ માટે વીએચપી ઇલ્ફર્ડ (ફોનઃ +44 208553 5471)નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે જૂઓઃ www.vhp.org.uk/ilfordbranch
સ્થળઃ વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર, 43 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ - IG1 1EE
• બાલમ મંદિર દ્વારા રાધાકિશન ટેમ્પલ - શ્યામા આશ્રમ - શ્રીનાથજી હવેલી ખાતે 4 નવેમ્બર - - શુક્રવારે (બપોરે 12.30થી 4.00) તુલસી વિવાહ (રાધા કૃષ્ણ પક્ષે) અને બાદમાં મહાપ્રસાદ યોજાશે. સાંધ્ય દર્શન - વિવાહ ખેલ ઉત્સવ (શ્રીનાથજી પક્ષે) સાંજે 6.00થી 8.00 યોજાશે. વધુ વિગત માટે સંપર્કઃ બલહામ મંદિર ફોનઃ 02086753831 અથવા પૂર્વીબહેન- +44 7801350171 અથવા દેવ્યાનીબહેન પટેલ +44 792165393
સ્થળઃ બાલમ મંદિર, 33 બલમ હાઇ રોડ, લંડન - SW12 9AL
• શ્રી સ્વામિનારાયણ મંદિર - સ્ટેનમોર (શ્રી નારાયણ દેવ ગાદી) દ્વારા 5 નવેમ્બર - શનિવારે તુલસી વિવાહનું આયોજન થયું છે. આ દિવસે સવારે 9.30 કલાકે લાલજી મહારાજ મંડપ રોપણ અને બાદમાં તુલસીબાઇનો માંડવો, સાંજે 6.00થી મહેંદી અને બાદમાં મહાપ્રસાદ યોજાશે. 6 નવેમ્બર - રવિવારે સવારે 10.00 વાગ્યાથી લગ્નપ્રસંગ અને મહાપ્રસાદ યોજાશે. આપ સહુ આ કાર્યક્રમો મંદિરની વેબસાઇટ www.swaminarayansatsang.com પર ઓનલાઇન માણી શકો છો. વધુ માહિતી માટે સંપર્કઃ ફોન 044 (0) 208 954 0205
સ્થળઃ વુડ લેન, સ્ટેનમોર - HA7 4LF
• શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, કેન્ટન-હેરો દ્વારા 5 નવેમ્બર - શનિવારે તુલસી વિવાહ - લાલજી મહારાજનો માંડવો (સવારે 7.30) અને 6 નવેમ્બર - રવિવારે તુલસી વિવાહ (સવારે 8.00થી બપોરે 12.30) બાદમાં મહાપ્રસાદનું આયોજન થયું છે. વધુ વિગત માટે સંપર્કઃ ફોન 020 8909 9899
સ્થળઃ વેસ્ટફિલ્ડ લેન, કેન્ટન - હેરો, મિડલસેક્સ - HA3 9EA
• શ્રી સ્વામિનારાયણ મંદિર - વિલ્સડન દ્વારા 5 નવેમ્બર - શનિવારે તુલસી વિવાહ મંડપ રોપણ (સવારે 8.00થી) અને 6 નવેમ્બર - રવિવારે તુલસી વિવાહ (સવારે 9.00થી) અને પ્રસાદભોજન (બપોરે 12.00થી) યોજાશે. વધુ વિગત માટે સંપર્કઃ ફોન 020 8459 4506.
સ્થળઃ 220-222 વિલ્સડન લેન, લંડન - NW2 5RG
• શ્રી સનાતન હિન્દુ મંદિર - વેમ્બલી ખાતે 5 નવેમ્બરે તુલસી વિવાહનું આયોજન થયું છે. વધુ વિગત માટે સંપર્કઃ ફોન 0208 903 7737
સ્થળઃ ઇલિંગ રોડ, આર્લ્પર્ટન, વેમ્બલી, મિડલસેક્સ - HA0 4TA
• શ્રી સ્વામિનારાયણ મંદિર - કિંગ્સબરી (મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન) ખાતે દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે 6 નવેમ્બર - રવિવારે અન્નદાન કાર્યક્રમ યોજાયો છે, જેમાં સ્થાનિક ચેરિટીઓને સહાયરૂપ થવા માટે બગડી ન જાય તેવી ખાદ્યસામગ્રી મંદિર ખાતે ભેટ આપી શકાશે. વધુ વિગત માટે જુઓ વેબસાઇટઃ swaminarayangadi.com/London

• બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર - વેલિંગબરો દ્વારા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના અથાક વિચરણની સ્મૃતિમાં અને જન્મશતાબ્દિની ઉજવણીના ભાગરૂપે અક્ષરદેરીની એક મિલિયન પ્રદક્ષિણાનો આરંભ થયો છે. 13 ઓગસ્ટ 2022થી શરૂ થયેલા અને 13 જાન્યુઆરી 2023 સુધી ચાલનારા આ પવિત્ર અભિયાનમાં જોડાવા સહુ કોઇને જોડાવા આમંત્રણ છે. દિવસ અને સમયઃ સોમવારથી રવિવાર, સવારે 7.30થી 12.30 અને સાંજે 4.00થી 7.30
સ્થળઃ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, 2-22 મિલ રોડ, વેલિંગબરો, નોર્થન્ટ્સ, NN8 1PE


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter