સંસ્થા સમાચાર (નવરાત્રિ વિશેષ)

Wednesday 28th September 2022 05:07 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલી સામાજિક સંસ્થાઓ દ્વારા યોજાયેલા નવરાત્રિ વિશેષ કાર્યક્રમોની ઝલક...

• લેસ્ટર હિન્દુ ફેસ્ટિવલ કાઉન્સિલ દ્વારા 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર (સાંજે 7-00 વાગ્યાથી મોડે સુધી) દરમિયાન નવરાત્રિ ફેસ્ટિવલ 2022નું આયોજન થયું છે. જેમાં ગુજરાતના જાણીતા ગાયક કલાકારો ભાર્ગવ ઉપાધ્યાય, રવિન્દ્ર નાયક અને વર્ષા જોષી રાસગરબાની રમઝટ બોલાવશે. તેમને સંગીતમાં સાથ આપશે મ્યુઝિક મસ્તીના મુકેશ કહાર, પિનાકિન ચૌહાણ અને નટવર સોલંકી સહિતના કલાકારો. વધુ માહિતી માટે સંપર્કઃ 0116 266 8266 સ્થળઃ રામગઢિયા સેન્ટર, અલ્વરસ્ક્રોફ્ટ રોડ, લેસ્ટર - LE4 6BY

• શ્રી વલ્લભનિધિ - યુકે અને શ્રી સનાતન હિન્દુ મંદિર દ્વારા 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન (બપોરે 12-30થી 3-30) નવરાત્રિ ગરબાનું આયોજન થયું છે. દરરોજ 10-00 વાગ્યે પૂજા અને ત્યારબાદ આરતી થશે. દુર્ગાષ્ટમીનો હવન 3 ઓક્ટોબરના રોજ સવારે 9-15થી બપોરે 12-00 યોજાશે. વધુ વિગત માટે સંપર્કઃ 02089 037 737.
સ્થળઃ ઇલિંગ રોડ, આલ્પર્ટન, વેમ્બલી, મિડલસેક્સ - HA0 4TA

• શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર (સાંજે 7.30 વાગ્યાથી) નવરાત્રિ ગરબા અને 7 ઓક્ટોબરે શરદ પૂર્ણિમાની ઉજવણી થશે. વધુ વિગત માટે સંપર્કઃ પ્રફુલ પટેલ 07903 509 258 / હર્ષદ પટેલ 07749 443 060 સ્થળઃ સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, ધ એવન્યુ, વેમ્બલી - HA9 9PE

• છ ગામ નાગરિક મંડળ (યુકે) દ્વારા 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર (દરરોજ સાંજે 7.30થી 11.30) નવરાત્રિ ગરબા 2022 કાર્યક્રમ યોજાયો છે. 2 ઓક્ટોબરે આઠમ અને 5 ઓક્ટોબરે દશેરા ઉજવાશે. વધુ વિગત માટે સંપર્કઃ કલાબહેન 07956 258 311. સ્થળઃ કિંગ્સબરી ગ્રીન પ્રાયમરી સ્કૂલ, ઓલ્ડ કેન્ટન લેન, લંડન - NW9 9ND

• સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા 26થી 29 સપ્ટેમ્બર અને 1થી 4 ઓક્ટોબર (સાંજે 7.30થી 11.00) નવરાત્રિ પર્વની ઉજવણીનું આયોજન થયું છે. 10 ઓક્ટોબરે (સાંજે 7.30થી 11.00) શરદ પૂનમની ઉજવણી થશે. વધુ માહિતી માટે સંપર્કઃ ભાવનાબહેન પટેલ 07932 523 040. સ્થળઃ નોરબરી મેનોર બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઇઝ કોલેજ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, થોર્નટન હીથ, સરે - CR7 8BT

• એસકેએલપીસી (યુકે) દ્વારા 26 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર (સાંજે 7.30થી 11.00) નવરાત્રિ ફેસ્ટિવલ 2022 યોજાયો છે. બીજી ઓક્ટોબરે (બપોરે 1.00થી 4.00) ફેમિલી વર્કશોપ યોજાશે. વધુ વિગત માટે જૂઓઃ www.sklpc.com સ્થળઃ ઇન્ડિયા ગાર્ડન, વેસ્ટ એન્ડ રોડ, નોર્થહોલ્ટ, મિડલસેક્સ - UB5 6RE

• કરમસદ સમાજ (યુકે) દ્વારા 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર (સાંજે 7.30થી 11.30) નવરાત્રિ પર્વ અને 8 ઓક્ટોબરે (સાંજે 7.30થી મોડે સુધી) શરદપૂર્ણિમા ઉજવાશે. વધુ વિગત માટે સંપર્કઃ મહેન્દ્રભાઇ એસ. પટેલ 07956 458 872. સ્થળઃ નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA

• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર (રાત્રે 8.00વાગ્યાથી) નવરાત્રિ રાસ-ગરબા યોજાયા છે જ્યારે 9 ઓક્ટોબરે શરદપૂર્ણિમા (રાત્રે 8.00વાગ્યાથી) ઉજવાશે. વધુ વિગત માટે સંપર્કઃ પ્રવીણભાઇ / જનકભાઇ અમીન 07967 013 871. સ્થળઃ નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ બિલ્ડીંગ, 26B ટૂટિંગ હાઇ સ્ટ્રીટ, નેટવેસ્ટ બેન્કની બાજુમાં, લંડન - SW17 0RG 

• મા કૃપા ફાઉન્ડેશન અને શ્રી સોરઠિયા વણિક એસોસિએશન દ્વારા 30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર (સાંજે 7.30થી 11.00) નવરાત્રિ પર્વની ઉજવણીનું આયોજન થયું છે. ત્રીજી ઓક્ટોબરે (સાંજે 7.30થી 10.30) આઠમ ઉજવાશે. વધુ વિગત માટે સંપર્કઃ 07956 815 101. સ્થળઃ અવંતિ હાઉસ, સેકન્ડરી સ્કૂલ, વેમ્બરો રોડ, સ્ટેનમોર - HA7 2EQ

• બેલગ્રેવ નેબરહૂડ સેન્ટર દ્વારા એમઆરબી અને એનઆર પ્રમોશનના સહયોગમાં 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર (બપોરે 2.00થી 5.00) દરમિયાન ગુજરાતના મ્યુઝિક મસ્તીના કલાકારોના સંગાથે નવરાત્રિ-2022નું આયોજન થયું છે. વધુ વિગત માટે સંપર્કઃ 0116 222 1004 સ્થળઃ બેલગ્રેવ નેબરહૂ઼ડ સેન્ટર

• નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ - ઈસ્ટ લંડન દ્વારા 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર (સાંજના 8.00થી 12.00) નવરાત્રિ ગરબાનું આયોજન કરાયું છે. ગરબામાં એન્ટ્રી ફ્રી છે. વધુ માહિતી માટે સંપર્ક: ઉમીબેન રાડીયા 07760 388 911 સ્થળ: હરિબેન બચુભાઇ નાગરેચા હોલ, 198-202 લેટન - E15 1DT

• એશિયન રિસોર્સ સેન્ટર ક્રોયડન દ્વારા 30 સપ્ટેમ્બરે (સાંજે 7-00થી રાત્રે 1-00) લાઇવસંગીત અને ડીજેની સંગાથે નવરાત્રી ગરબા મહોત્સવ યોજાયો છે. વધુ માહિતી માટે જૂઓઃ www.arccltd.com સ્થળઃ ગ્રાન્ડ સેફાયર હોટેલ એન્ડ બેન્ક્વેટિંગ, 45 ઇમ્પિરિયલ વે, ક્રોયડન, CR0 4RR

• કલર્સ ગુજરાતી ટીવી ચેનલ સાથે ઉજવો ‘રૂમઝુમ નોરતા’. ચેનલ દ્વારા 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન (રાત્રે 8.00 વાગ્યાથી) મુંબઇ અને વડોદરાથી ફાલ્ગુની પાઠક અને અતુલ પુરોહિતના રાસ-ગરબાનું લાઇવ ટેલિકાસ્ટ થશે.

• બાલમ મંદિર દ્વારા 1 ઓક્ટોબરે (બપોરે 2.00 વાગ્યાથી) પૂજ્યપાદ શ્રી પ્રીતિરાજ બેટીજીની નિશ્રામાં ચુનરી મનોરથ અને લોટી ઉત્સવ યોજાયો છે. આ પ્રસંગે શ્રી યમુનાષ્ટક પાઠ, શ્રી યમુનાજીના 41 પદ, રાસ વિલાસ ગરબા, જીજીશ્રીનું પ્રવચન, થાળ-આરતી અને મહાપ્રસાદનું પણ આયોજન થયું છે. વધુ વિગત માટે સંપર્કઃ દેવયાનીબહેન - 07929 165 395 સ્થળઃ બલહામ મંદિર, 33 બાલમ હાઇ રોડ, લંડન - SW12 9AL


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter