સંસ્થા સમાચાર.

Wednesday 29th May 2019 06:35 EDT
 

• સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS) યુનિટ ૬, બાઉમેન ટ્રેડિંગ એસ્ટેટ, વેસ્ટમોરલેન્ડ રોડ, કિંગ્સબરી NW9 9RLના પૂ. દિવ્યસ્વરૂપદાસજી સ્વામી ૧૩ જૂન સુધી વિચરણ માટે યુકે પધાર્યા છે. તેમના સાનિધ્યમાં સવારની સભાનું તા.૨૭.૫.૧૯થી તા.૧.૬.૧૯ સુધી અને તા.૬.૬.૧૯થી તા.૧૨.૬.૧૯ સવારે ૭.૩૦થી ૮.૩૦ દરમિયાન કેયૂરભાઈ પટેલ, ૪૬૦, હનીપ્લોટ લેન HA7 1JWખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 3630 0032 – 07430 712 345

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર કોવેન્ટ્રી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ - તા.૨૨.૬.૧૯ મહાપૂજા બપોરે ૩.૩૦થી ૫.૧૫, મહાપ્રસાદ સાંજે ૫.૧૫થી ૭, કિર્તન સંધ્યા સાંજે ૭થી ૯.૩૦ સ્થળ – માર્સિયા વેન્યુ બેન્ક્વેટિંગ સ્વીટ, લોકહર્સ્ટ લેન, કોવેન્ટ્રી CV6 5PD – તા.૨૩.૬.૧૯ મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ અને સભા - સવારે ૯.૩૦થી ૧૨.૧૫, મહાપ્રસાદ બપોરે ૧૨.૧૫, મંદિર દર્શન – બપોરે ૧ વાગે સ્થળ – BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ૫૩, હિથ રોડ, કોવેન્ટ્રી CV2 4QB. સંપર્ક. નીતિનભાઈ લાડવા - 07956 877 353

નારાયણ સેવા સંસ્થાન દ્વારા આચાર્ય રવિન્દ્રકૃષ્ણજી મહારાજની વ્યાસપીઠે કથાનું તા.૬.૬.૧૯થી તા.૯.૬.૧૯ દરમિયાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ૩૪૧, લીડ્સ રોડ, બ્રેડફોર્ડ BD3 9LS ખાતે આયોજન કરાયું છે. સમય. તા.૬ અને ૭ સાંજે ૬થી ૮.૩૦ અને તા.૮ અને ૯ બપોરે ૩.૩૦ થી ૬.૩૦. સંપર્ક. બલદેવ કિશનજી 7840150251

ગુર્જર હિંદુ યુનિયન, યુકે અને મિમાંસા ફાઉન્ડેશન ટ્રસ્ટ યુકે દ્વારા પૂ. ચિન્મયાનંદ બાપૂની કથાનું તા.૮.૬.૧૯થી ૧૪.૬.૧૯ દરરોજ બપોરે ૪.૦૦થી સાંજે ૭.૦૦ દરમિયાન વિશ્વ હિંદુ કેન્દ્ર, ૨ લેડી માર્ગારેટ રોડ, સાઉથોલ, લંડન UB1 2RAખાતે આયોજન કરાયું છે. દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 07930 271 934

પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા પૂ. રામબાપાના જન્મદિન નિમિત્તે ૯ કલાકની રામધૂનનુંરવિવાર તા. ૨.૬.૧૯ સવારે ૯થી ૬ દરમિયાનસિંધી મંદિર, ૩૧૮, ક્રિકલવુડ બ્રોડવે, ક્રિકલવુડ, લંડન NW2 6QD ખાતે આયોજન કરવામાં આવ્યું છે ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળ છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૦૧.૦૬.૧૯ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા.૦૨.૦૬.૧૯ બપોરે ૩થી ૪.૪૫ ભજન. બાદમાં આરતી અને મહાપ્રસાદ. સંપર્ક. 07882 253 540

વૈષ્ણવ સંઘ ઓફ યુકે દ્વારા શ્રીનાથધામ હવેલી એન્ડ કોમ્યુનિટી સેન્ટર – હેરો, યુકેના ઉદઘાટનની ઉજવણી નિમિત્તે વૈષ્ણવ એકતા મહોત્સવ અંતર્ગત પૂ. દ્વારકેશલાલજી મહોદય (કડી-અમદાવાદ) ની વ્યાસપીઠે ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહનું તા.૧.૬.૧૯થી તા.૭.૬.૧૯ બપોરે ૩ થી સાંજે ૭ દરમિયાન સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક, મીડલસેક્સ HA9 9PE ખાતે આયોજન કરાયું છે. દરરોજ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. સુભાષ લાખાણી - 07748 324 092.

કાર્ડિફ સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર, સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB ખાતેના નિયમિત કાર્યક્રમો - દર રવિવારે ભજન કિર્તન, હેલ્થ વર્કશોપ, બાલ ગોકુલમ વર્ગો - દર મંગળવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન લેડીઝ સંગીત - ગુરુવારે ૫૦થી વધુની વયના લોકો માટે ડે સેન્ટર તેમજ વિવિધ ધાર્મિક સામાજિક કાર્યક્રમો સંપર્ક. 02920 623 760

ભક્તિવેદાંત મેનોર, હરે કૃષ્ણ ટેમ્પલ, ધરમ માર્ગ, હિલફિલ્ડ લેન, વોટફર્ડ, હર્ટ્સ WD25 8EZ ખાતે આરતીનો સમય – સવારે ૪.૩૦, ૭.૦૦, ૮.૧૫, બપોરે ૧૨.૩૦, ૪.૨૦, સાંજે ૭.૦૦ અને રાત્રે ૯.૦૦ (દરરોજ બપોરે ૧થી ૪.૨૦ સુધી દર્શન બંધ રહેશે. જોકે, રવિવાર અને તહેવારના દિવસે બપોરે ૧૨.૩૦થી ૩.૪૫ સુધી દર્શનનો લાભ લઈ શકાશે.) વેબસાઈટઃ WWW.KRISHNATEMPLE.COM સંપર્કઃ 01923 851 000

ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના જૂન ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧ સાંજે ૭થી ૮ ટાગોરની ૧૫૮મી જન્મજયંતી નિમિત્તે શ્યામા - ધ અનફરગીવન – તા.૨ નૃત્યનાટિકા ‘દશાવતાર – ધ ટેન ઈનકાર્નેશન ઓફ લોર્ડ વિષ્ણુ’ - તા.૮ અને તા.૯ સાંજે ૭થી૯ જાણીતા તબલાવાદક ઉસ્તાદ અલ્લારખ્ખાની ૧૦૦મી જયંતી નિમિત્તે તબલા વાદન. સંપર્ક. 020 7381 3086

નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના જૂન -૨૦૧૯ના કાર્યક્રમો - તા.૩ સાંજે ૬ બુક લોંચ - ‘વેલ્યુઝ ઈન ફોરેન પોલીસી’ - તા.૪ સાંજે ૬.૩૦ નૃત્ય નાટિકા - ધ સર્કલ ઓફ લાઈફ – તા.૬ સાંજે ૬.૩૦ હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયન અને સંગીત – તા.૭ ભરત નાટ્યમ – ‘ભક્તિમાર્ગમ’. સંપર્ક. 020 7491 3567


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter