સિટીબોન્ડ ટ્રાવેલની વાર્ષિક સમર પાર્ટી 2026નું શાનદાર આયોજન શુક્રવાર 26 જૂન 2026ના દિવસે કરવામાં આવ્યું હતું. ઉજવણી, આનંદપ્રમોદ અને કદરદાનીની આ સાંજ અવિસ્મરણીય બની રહી હતી. આ ઈવેન્ટમાં મહાનુભાવો, વિવિધ એરલાઈન્સના વડાઓ, બિઝનેસ એસોસિયેટ્સ તેમજ કિશોરભાઈ શાહ, ભારતીબહેન શાહ, હિતેશભાઈ મહેતા, રાજીવભાઈ શાહ, જય શાહ, વિનોભાઈ પટેલ અને ટિમ લોરીમેર સહિત સિટિબોન્ડ પરિવારના સૌથી વરિષ્ટ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહેમાનોને સંબોધતા ડાયરેક્ટર હિતેશભાઈ મહેતાએ કંપનીની રોમાંચક યાત્રામાં સહુને સહભાગી બનાવવા સાથે કેટલાક મહત્ત્વના અપડેટ્સ પણ જણાવ્યા હતા. તેમણે વર્ષોની સમર્પિત સેવા પછી નિવૃત્ત થઈ રહેલાં ભારતીબહેનને હાર્દિક અંજલિ આપી હતી અને કંપનીમાં સફળતાપૂર્વક વધુ મોટી જવાબદારી વહન કરી રહેલા તેમના પુત્ર જયમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
હિતેશભાઈએ ઈનોવેટિવ ટુર્સ અને ક્રુઝ હોલીડેઝને પ્રમોટ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સાથે તદ્દન નવી વેબસાઈટ વિકસાવી રહેલા માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ અને તેની ઉત્સાહી ટીમને પણ હાઈલાઈટ કરી હતી.તેમણે નોંધ્યું હતું કે,કંપની આગળ વધી રહી છે ત્યારે સિટીબોન્ડ ટ્રાવેલમાં ઘણા રચનાત્મક પરિવર્તનો આકાર લઈ રહ્યાં છે. તેમણે તાજેતરમાં સિટીબોન્ડ પરિવારમાં જોડાયેલા નવા સભ્યોને આવકાર આપી તેમને પણ સંબોધન કર્યું હતું. આનંદપ્રમોદથી ભરેલી રમતો,હાસ્ય અને ભાઈચારાની લાગણી સાથેની સાંજનું સમાપન થયું હતું જેનાથી વધુ એક સફળ અને આનંદપૂર્ણ વાર્ષિક મેળાવડો સંપન્ન થયો હતો.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ અવિરત સફળતા અને આગામી વર્ષોમાં વધુ સિદ્ધિઓ હાંસલ કરવા માટે શુભકામના સાથે સિટીબોન્ડ ટ્રાવેલને હાર્દિક અભિનંદન પાઠવે છે.


